Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

કોકરચ જનતા પાર્ટીએ આંદોલન પૂર્ણ કરવાની કરી જાહેરાત

સરકારે માની લીધી બાકીની બે માગણીઓ

સીજેપીના પ્રવક્તા સૌરવ દાસે સત્તાવાર રીતે જાહેરાત કરતા કહ્યું કે, “અમે અમારું આંદોલન પાછું ખેંચીએ છીએ”

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૫ જુલાઈ ૨૦૨૬ — વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરનારા ઝ્રત્નઁ નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રંકાએ કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે કેન્દ્રીય મંત્રીઓ જેપી નડ્ડા અને ડૉ. જીતેન્દ્ર સિંહ સાથે ત્રીજા રાઉન્ડની વાતચીત પછી સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે વિરોધ પ્રદર્શન શરૂ કરતા પહેલા તેમની ત્રણ મુખ્ય માંગણીઓ હતી. આમાંથી પહેલી માંગ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું હતું, જેને સરકારે સ્વીકારી લીધી છે.

તેમણે કહ્યું, “ધર્મેન્દ્ર પ્રધાનજીએ આજે થોડા સમય પહેલા રાજીનામું આપ્યું હતું. અમારી પહેલી માંગ સ્વીકારવામાં આવી છે.” સૌરવ દાસે કહ્યું કે બીજી માંગ વિરોધીઓ સામે દાખલ કરાયેલી તમામ હ્લૈંઇ પાછી ખેંચવાની હતી. તેમણે કહ્યું કે સરકારે આ માંગણી સાથે પણ સંમતિ દર્શાવી છે. ભવિષ્યમાં કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં.
તેમણે કહ્યું, “જે રાજ્યોમાં ભાજપ અથવા તેની ગઠબંધન સરકારો સત્તામાં છે, ત્યાં વિદ્યાર્થી વિરોધીઓ સામે દાખલ કરાયેલી તમામ હ્લૈંઇ પાછી ખેંચી લેવામાં આવશે અને ભવિષ્યમાં કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. વધુમાં, કોકરોચ જનતા પાર્ટી ટીમના સભ્યો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં.”

આશુતોષ રંકાએ કહ્યું કે સરકાર મંગળવાર સુધીમાં લેખિતમાં તેની ગેરંટી આપશે. તેમણે કહ્યું કે વિરોધ પ્રદર્શન દરમિયાન ઘાયલ થયેલા લોકો માટે રૂ.૧ કરોડના વળતરની માંગ પર પણ કરાર થયો છે. તેમણે જણાવ્યું હતું કે સરકારે તેમની બધી મુખ્ય માંગણીઓ ઔપચારિક રીતે સ્વીકારી લીધી છે, અને તેથી, તેઓ આંદોલન પાછું ખેંચવાની જાહેરાત કરી રહ્યા છે.

કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે પ્રદર્શનકારીઓએ સરકારને ચાર મુદ્દાનો લેખિત મુસદ્દો સુપરત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે કરારમાં તમામ રાજ્યોમાં દાખલ કરાયેલી હ્લૈંઇ પાછી ખેંચવી, સ્થાપિત નિયમોમાં મહત્તમ વળતર આપવું, શિક્ષણ સુધારા અંગે પ્રદર્શનકારીઓ દ્વારા રજૂ કરાયેલા ચાર્ટરનો અભ્યાસ કરવો અને તેમના પ્રતિનિધિમંડળ સાથે વધુ વાતચીત ચાલુ રાખવાનો સમાવેશ થાય છે. બેઠક બાદ, સીજેપીના પ્રવક્તા સૌરવ દાસે સત્તાવાર રીતે આંદોલન પાછું ખેંચવાની જાહેરાત કરતા કહ્યું કે, “અમે અમારું આંદોલન પાછું ખેંચીએ છીએ.” દ્ગઈઈ્‌ અને ઝ્રમ્જીઈ વિવાદને કારણે જંતર-મંતર પર છેલ્લા કેટલાય સમયથી આંદોલન ચાલી રહ્યું છે, તેનો અંત આવ્યો છે, સરકારે કોકરોચ જનતા પાર્ટીની ત્રણેય માંગ માની હોવાથી આ આંદોલનનો અંત આવ્યો છે.

Related posts

અક્ષય કુમાર અને વિપુલ અમૃતલાલ શાહની Samukમાં વિનિત કુમાર સિંહની એન્ટ્રી, મહત્વની ભૂમિકામાં જોવા મળશે

Master Admin

JLR ઇન્ડિયા ખાતરીપૂર્વકના બાયબેક પ્રોગ્રામ અને ઉન્નત ફાઇનાન્સિંગ સાથે વધુ સારી માલિકી સુગમતા પ્રદાન કરે છે

Master Admin

ભારતે અમેરિકાને ઘણું આપ્યું, બદલામાં આપણને કઈ ન મળ્યું

Master Admin

Leave a Comment

Translate »