Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gujarat

રાજ્યના ૨૦૭ જળાશયોમાં ૫૪ ટકાથી વધારે પાણી

૧૩ ડેમ ૧૦૦ ટકા ભરાયા; ૨૧ ડેમ હાઈ એલર્ટ પર

રાજ્યના જળાશયો અને ડેમની સ્થિતિ સારી જોવા મળી રહી છે : સરદાર સરોવર નર્મદા ડેમ ૬૯.૨૫ ટકા ભરાયો

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૨૭ જુલાઈ ૨૦૨૬ — ગુજરાતમાં ચાલુ મોસમ દરમિયાન થઈ રહેલા સાર્વત્રિક વરસાદ-મેઘમહેરને પરિણામે રાજ્યના મુખ્ય જળાશયોમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. જળસંપત્તિ વિભાગના તા. ૨૭ જુલાઈ-૨૦૨૬ સવારે ૦૮ કલાકના અહેવાલ મુજબ રાજ્યના કુલ ૨૦૭ જળાશયોમાં ૫૪ ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે. રાજ્યના ૧૩ ડેમ ૧૦૦ ટકા ભરાયા છે જ્યારે ૨૧ ડેમ માટે હાઈ એલર્ટ પર જાહેર કરવામાં આવી છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલમાં ૨,૩૧,૩૪૨ સ્ઝ્રહ્લ્‌ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જે તેની કુલ સંગ્રહ ક્ષમતાના ૬૯.૨૫ ટકા જેટલો થાય છે. ડેમમાં હાલ ૩,૨૩૨ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ વર્ષે ૫૪ ટકાની સામે ગત વર્ષે આજના દિવસે રાજ્યના કુલ ૨૦૭ જળાશયોમાં ૬૧ ટકાથી વધુ પાણીનો જથ્થો સંગ્રાયેલો હતો.

જ્યારે નર્મદા ડેમ સિવાયના રાજ્યના ૨૦૬ મુખ્ય જળસંગ્રહ સ્થાનોમાં કુલ ૨,૫૩,૩૩૬ સ્ઝ્રહ્લ્‌ જળસંગ્રહ નોંધાયો છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના ૪૫.૪૧ ટકા છે. રાજ્યમાં ૧૩ જળાશયો ૧૦૦ એટલે કે સંપૂર્ણ ભરાયેલા છે. આ ઉપરાંત ૨૬ જળાશય ૯૦ થી ૧૦૦ ટકા, ૨૮ જળાશયો ૫૦ થી ૭૦ ટકા, ૫૫ જળાશય ૨૫ થી ૫૦ તેમજ ૮૪ જળાશયો ૨૫ ટકા થી ઓછા ભરાયા છે. આ ઉપરાંત તંત્ર દ્વારા ૦૫ જળાશયો એલર્ટ પર જ્યારે ૧૩ જળાશયો માટે વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના દમણગંગા ડેમમાં સૌથી વધુ ૨૭,૪૧૨ ક્યુસેક પાણીની આવક સામે ૩૭ હજારથી વધુ ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે જ્યારે ઉકાઈ જળાશયમાં ૧૧,૬૮૯ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. આમ રાજ્યમાં હાલની સ્થિતિએ સરદાર સરોવર, દમણગંગા, ઉકાઈ, કરજણ, ધોડાધ્રોઈ, વણાકબોરી, કડાણા, કેલીયા અને જુજ એમ કુલ ૦૯ જળાશયોમાં ૧,૨૦૦ થી ૨૭ હજાર ક્યુસેક સુધીની પાણીની આવક નોંધાઈ છે.
રાજ્યમાં સૌથી વધુ મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૫૦ ટકાથી વધુ, સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૪૭ ટકાથી વધુ, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૪૫ ટકા, ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૩૯ ટકાથી વધુ તેમજ કચ્છના ૨૦ જળાશયોમાં સૌથી ઓછો ૨૫ ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

Related posts

રથયાત્રાના પવિત્ર અવસરે સ્ટેલર સ્કોડાએ ગુજરાતભરમાં 100થી વધુ કારોની ડિલિવરી આપી

Reporter1

શ્રી સ્વામિનારાયણ મંદિર, જેતલપુર ધામને ગ્લોબલ એક્સેલન્સ બુક ઓફ રેકોર્ડ્સ – ઇન્ડિયા દ્વારા પાણી સંરક્ષણ અને ટકાઉ કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે એક વિશિષ્ટ રેકોર્ડ માટે સન્માનિત કરવામાં આવ્યું

Master Admin

ગુજરાતમાં 7 મે ‘ગૌ સમ્માન દિવસ’: 268 તાલુકાઓમાં પ્રાર્થના પત્ર અભિયાન, કેન્દ્રીય કાનૂનની ઉઠી માંગ

Master Admin

Leave a Comment

Translate »