Nirmal Metro Gujarati News
WIBE- 2024: મહિલા ઉદ્યોગસાહસિકનું મહોત્સવ
business

ભારતીય મહિલાઓને વિકસિત અને વિકાસશીલ બનાવવા માટે WIBE- Women Integrated Business Expo

સુરત:નારી શાસ્તીકરણ અને જાતીય સમાનતા ની વાતો તો આપને ઘણી કરતા હોઈએ પણ નારિયો માટે ખરેખર કાંઈક કરીએ તો લેખે લાગે. આ ઉદેશથી પાલ ઈવેન્ટ્સ એક અનોખી મહિલા કેન્દ્રિત ઇવેન્ટનું આયોજન કરવા જઇ રહ્યું છે . જેમાં વિવિધ ક્ષેત્રે નિપુણ મહિલાઓ અથવા તો મહિલાઓ દ્વારા ચલાવતા સેવાકીય પ્રવુંર્તીઓ ને વાચા આપવાનો આ એક નમ્ર પ્રયાસ છે .

WIBE- Women Integrated Business Expo. વાઈબ- મહિલા સંકલિત બિઝનેસ એક્સ્પો ના નામથી યોજાનાર આ ઇવેન્ટ મલ્ટીપલ સ્કીલ ધરાવતા મહિલા ઓને એક છત નીચે ભેગા કરીને સમાજ સામે એમની સિદ્ધિઓ વિષે જણાવવાનો એક પહેલ છે .
આ ઇવેન્ટના મુખ્ય સ્પોન્સરો REMAX, Casx , પીપી સવાની , આમન્ત્રણ જુવેલ્સ , કે .ડી ફાર્મસ, નવીન ઇલેક્ટ્રોનીક્સ ગોદરેજ વગેરે છે .
આ ઇવેન્ટમાં ૮૦ થી વધુ સ્ટોલ રાખવામાં આવ્યા છે જેમાં વિવિધ ચીજ વસ્તુઓ પ્રદર્શિત કરાશે . સુરત મહાનગરપાલિકા ની સખી મંડળ પણ આ ઇવેન્ટમાં ભાગ લઇ રહ્યા છે .

આની સાથે આ ઈવેન્ટ મા WICCI – સુરત ચેપ્ટર પણ આયોજન માં સાથે છે અને દરેક શક્તિ બંધન સ્ટોલ ને મેનટર પણ કરશે.

આ સિવાય ૨૦ થી વધુ સંઘઠનો જેવા કે LVB, BNI, અગ્રવાલ સ્ત્રી મંડળ , સુરત જુગાડ , વાદા વગેરે એ આ ઇવેન્ટ માં ભાગ લઇ રહ્યા છે . આ ઇવેન્ટમાં શક્તિ બંધન અંતર્ગત ૨૦ જરૂરીયાતમંદ મહિલાઓને વિના મુલ્યે સ્ટોલ ફાળવવામાં આવ્યા છે . આ ઇવેન્ટમાં બ્રેસ્ટ કેન્સર થી રીકવર થયેલ મહિલાઓને પ્રોત્સાહન રૂપે એક વિશેષ ફેશન શો નું પણ આયોજન કરવામાં આવ્યું છે . તદુપરાંત વાસ્તવિક જીવનમાં સિદ્ધિઓ મેળવનારાઓને ૫૦ થી વધુ મહિલાઓ ને શિરોસ(SHE-HEROES) થી સન્માન કરાશે , ફ્રી હેલ્થ સેશન અને બિઝનેસ અપસ્કેલિંગ પર ફ્રી સેમીનાર નું પણ આયોજન કરાયું છે. ખરીદી કરવા, શીખવા, માણવા અને નેટવર્ક કરવા માટે તમામ મહિલાઓ માટે આ એક અનોખું પ્લેટફોર્મ બનશે . આ ઇવેન્ટ કરોડો મહિલા ઉદ્યોગસાહસિકના પ્રધાન મંત્રી ના વિઝનને પ્રોત્સાહિત કરવા માટે એક પ્લેટફોર્મ પણ હશે.ત્રણ દિવસ ના આ ઇવેન્ટમાં ૧૦૦૦૦ થી વધુ મુલાકાતીયો અપેક્ષિત છે .
આ ઇવેન્ટ ના ઉદ્ઘાટક કેન્દ્રીય જળ શક્તિ વિભાગ ના કેબીનેટ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ ના વરદ હસ્તે થનાર છે .

ઇવેન્ટની વિગત
સ્થળ – વિજયા લક્ષ્મી હોલ, સુરત
તારીખ -૨૬/૨૭/૨૮ જુલાઈ ૨૦૨૪
સમય –સવારે ૧૦.૩૦ થી રાતે ૮.૦૦
આવો આપણે સૌ મળીને ભારતીય મહિલાઓને વિકસિત અને વિકાસશીલ બનાવવા માટે એક જૂત થયીને પ્રોત્સાહન પૂરું પાડીએ.

Related posts

2025 Yamaha R15 Range Refreshed with Bold and Premium Colours

Reporter1

Samsung QLED TVs Redefine Home Entertainment with Real Quantum Dot Tech, Knox Security, and Cadmium-Free Innovation

Reporter1

Upasna Bhardwaj, Chief Economist, Kotak Mahindra Bank RBI Monetary Policy Reaction Quote

Reporter1
Translate »