Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

૧૦૦% ટેરિફની મંજૂરી આપતું બિલ અમેરિકન સેનેટમાં પાસ

રશિયા પાસેથી ઓઈલ ખરીદવાની મળશે સજા

પશ્ચિમ એશિયામાં ઈરાન-અમેરિકા યુદ્ધના કારણે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’દ્વારા થતી ઓઇલની સપ્લાય ખોરવાઈ ગઈ હતી

(સંપૂર્ણ સમાચાર સેવા)
વોશિગ્ટન, તા.૨૯ જુલાઈ ૨૦૨૬ — અમેરિકા અને ભારત વચ્ચે ટેરિફ મુદ્દે ચાલી રહેલી તનાતની વચ્ચે વધુ એક મોટા સમાચાર આવ્યા છે. અમેરિકન સેનેટે રશિયા પર કડક પ્રતિબંધો લાદવા અને રશિયા પાસેથી ઊર્જા ખરીદતા દેશો પર ૧૦૦ ટકા સુધીનો ટેરિફ ઝીંકવા માટેનું મહત્ત્વપૂર્ણ બિલ પસાર કરી દીધું છે. આ બિલ સ્વર્ગસ્થ સેનેટર લિન્ડસે ગ્રેહામ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું, જેને સેનેટમાં ૮૬-૧૨ ના ભારે બહુમતીથી મંજૂરી આપવામાં આવી છે.જો આ બિલ કાયદો બનશે તો રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ઓઇલ અને ગેસ આયાત કરતા દેશો પર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ૧૦૦% સુધી ટેરિફ લાદવાની સત્તા મળશે. આ બિલ હેઠળ નીચે મુજબના ૫ દેશો મુખ્ય નિશાન પર છેઃપશ્ચિમ એશિયામાં ઈરાન-અમેરિકા યુદ્ધના કારણે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’દ્વારા થતી ઓઇલની સપ્લાય ખોરવાઈ ગઈ હતી. આ કારણે ભારતીય રિફાઇનરીઓએ રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું પ્રમાણ વધાર્યું હતું. ઓગસ્ટ ૨૦૨૫માં પણ અમેરિકાએ ભારત પર ૨૫% વધારાનો ટેરિફ લાદ્યો હતો, જેથી ભારત પર કુલ ટેરિફ ૫૦% થઈ ગયો હતો. બાદમાં ઈરાન સંકટ વખતે ફેબ્રુઆરીમાં રાહત આપવામાં આવી હતી, પરંતુ હવે ફરી ૧૦૦% ટેરિફનો ખતરો ઉભો થયો છે.સેનેટમાં પ્રક્રિયાગત મંજૂરી મળ્યા બાદ આ બિલ સપ્ટેમ્બરમાં યોજાનારી ‘હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ’ ની બેઠકમાં રજૂ થશે. ત્યાંથી પસાર થયા બાદ અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તાક્ષર થયા પછી જ તે આખરી કાયદો બનશે. જોકે, આ બિલથી સીધા ટેરિફ લાગુ નહીં થાય પણ પ્રમુખ ટ્રમ્પને ભારત જેવા દેશો પર નવું આર્થિક દબાણ લાવવા માટેનું મોટું હથિયાર મળી જશે.

Related posts

‘અમે શાંતિના દૂત, ગાઝા શાંતિ યોજનાને ભારતનું સમર્થન’

Master Admin

ગુપ્ત રીતે જમીન પર સેના ઉતારવાની તૈયારીમાં અમેરિકા

Master Admin

પાકિસ્તાને અડધી રાતે ફરી અફઘાનિસ્તાન પર કરી એર સ્ટ્રાઈક, ૩૪થી વધુ લોકોના મોત

Master Admin

Leave a Comment

Translate »