Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
CrimeGujarat

ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત મૂકી રૂપિયા ૭.૫૦ લાખની છેતરપિંડી

ભાવનગરના વેપારી ઠગાઇની જાળમાં ફસાયા

ડીઝલ પંપ અને પેટ્રોકેમિકલ્સ લાયસન્સ અપાવવાના બહાને સુરતના બે ભાઈઓ ઠગાઈ આચરી

(સંપૂર્ણ સમાચાર સેવા)
ભાવનગર, તા.૨૯ જુલાઈ ૨૦૨૬ — સોશિયલ મીડિયાના માધ્યમથી ઠગાઈ આચરતી ટોળકીઓ હવે વેપારીઓને નિશાન બનાવી રહી છે. ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં રહેતા અને ‘સમર્પણ લોજીસ્ટિક’ નામે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા વેપારી સાથે ‘ફાલ્કન ગ્પ ઓફ કંપનીઝ’ના નામે કન્ઝયુમર ડીઝલ પંપ તથા પેટ્રોકેમિકલ્સ સ્ટોરેજ લાયસન્સ અપાવવાના બહાને રૃ.૭.૫૦ ની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.સુભાષનગરમા રહેતા અને સમર્પણ લોજીસ્ટિક’ નામે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા પલ્લવભાઈ અશોકભાઈ ધોળકીયા અને તેમના ભાગીદાર રજનીભાઈ ચાડે ઈન્સ્ટાગ્રામ પર ‘ફાલ્કન ગ્રુપ ઓફ કંપનીઝ’ની જાહેરાત જોઈ સંપર્ક કર્યો હતો. સુરતમાં રહેતા પ્રશાંત ધનજીભાઈ જાલોધરાએ પોતાની ઓળખ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તરીકે આપી હતી. લાયસન્સની પ્રક્રિયા માટે રૃ. ૧૫ લાખ નક્કી કરી સનેસ ખાતે જમીન પસંદ કરવામાં આવી હતી. આ ઠગાઈમાં પ્રશાંતના ભાઈ જતીન જાલોધરાએ પણ મધ્યસ્થી બની નાણાં ખોટા નહીં થાય તેવી બાંહેધરી આપી વિશ્વાસ સંપાદન કર્યો હતો.પલ્લવભાઈ પાસેથી રોકડા તથા આરટીજીએસ મારફતે રૃ. ૭.૫૦ લાખ મેળવ્યા બાદ બન્ને ભાઈએ બનાવટી નોટરી અને બોગસ દસ્તાવેજો વોટ્‌સઅપ પર મોકલ્યા હતા. સમયમર્યાદા પૂરી થયા બાદ પલ્લવભાઈએ તપાસ કરતા બન્ને ગઠિયાનો ફોન બંધ આવ્યો હતો. સુરત સ્થિત તેમના નિવાસ્થાને તપાસ કરતા તેમની માતાએ બંને પુત્રોએ અનેક લોકો સાથે આવી છેતરપિંડી કરી હોવાનું કબૂલ્યું હતું. નાણાં કે લાયસન્સ પરત ન મળતા આખરે પલ્લવભાઈએ વેળાવદર ભાલ પોલીસ મથકમાં બંને ભાઈઓ સામે ગુનાહિત કાવતરું અને છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે.

Related posts

ભરૂચ એસઓજીનો અંકલેશ્વર GIDCમાં દરોડો પડ્યો

Master Admin

કોલેજના ક્લાસરૂમમાં ઘૂસી વિદ્યાર્થીએ વિદ્યાર્થિનીને માથામાં મારી ગોળી પછી પોતે પણ કરી લીધો આપઘાત

Master Admin

કેસર કેરીની ૧૭૫૩૩ બોક્સની મબલખ આવક

Master Admin

Leave a Comment

Translate »