Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

ભારે હંગામા વચ્ચે એન્ટી પેપરલીક સંશોધન બિલ લોકસભામાં ધ્વનીમતથી પાસ થયું

રાહુલ ગાંધીના ભાષણ પર ભારે હોબાળો

બે દિવસની ચર્ચા અને ભારે હંગામા બાદ આજે સંસદના નીચલા સદન લોકસભામાં એન્ટી પેપરલીક બિલ ધ્વનીમતથી પાસ : હવે રાજ્યસભાનો વારો

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૯ જુલાઈ ૨૦૨૬ — લોકસભામાં એન્ટી પેપર લીક બિલ પાસ થઈ ગયું છે. ચોમાસુ સત્ર દરમિયાન લાંબી ચર્ચા બાદ આ બિલને ધ્વનિમતથી મંજૂરી મળી છે. જોકે, બિલ પર ચર્ચા દરમિયાન સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે જોરદાર નોકઝોક જોવા મળી હતી. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના ભાષણને લઈને બંને પક્ષો વચ્ચે ભારે તણાવ જોવા મળ્યો હતો. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ એન્ટી પેપર લીક બિલ પસાર થયાની જાહેરાત કરી અને આવતીકાલ સુધી ગૃહની કાર્યવાહી સ્થગિત કરી હતી.

લોકસભામાં બિલ રજૂ કરતાં કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે, જ્યારે આટલા મહત્વના બિલ પર ચર્ચા થઈ રહી હોય ત્યારે સૂચનો આપવાના બદલે તેના પર રાજકારણ કરવામાં આવી રહ્યું છે. વિપક્ષના નેતાએ જે અસંસદીય ભાષાનો ઉપયોગ કર્યો તે આશ્ચર્યજનક છે. મને નવાઈ લાગે છે કે શું તેમને સંસદીય કાર્યવાહીના મૂળભૂત નિયમોની પણ જાણકારી છે? દેશના યુવાનો, જે દેશનું ભવિષ્ય છે, તેમને ’મૂર્ખ’ કહેવા કરતાં વધુ દુર્ભાગ્યપૂર્ણ શું હોઈ શકે?

જિતેન્દ્ર સિંહે રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે, ’૨૧ જુલાઈએ વિપક્ષના નેતા કદાચ કોઈ ખાસ વિચારસરણીને કારણે વડાપ્રધાનના નિવાસસ્થાનની બહાર જઈને બેસી ગયા હતા. એવું લાગી રહ્યું હતું કે તેમની દિલથી ઇચ્છા હતી કે દેશ તેમને પસંદ કરે અને ૭ પીએમ હાઉસમાં બેસાડે. જ્યારે તેમની આ ઇચ્છા પૂરી ન થઈ, ત્યારે તેઓ નિરાશ અને હતાશ થઈ ગયા અને ૭ લોક કલ્યાણ માર્ગના ગેટ પાસે જઈને બેસી ગયા. જ્યારે તેમને ખૂબ જ નમ્રતાથી સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે આવું વર્તન તેમના હોદ્દાને અનુરૂપ નથી, ત્યારે તેમણે જવાબ આપ્યો કે તેમને ત્યાંથી હટાવી દેવામાં આવે.’

સંસદના મોનસૂન સત્ર દરમિયાન બે દિવસની ચર્ચા અને ગરમાગરમી બાદ આજે સંસદના નીચલા ગૃહ લોકસભામાં એન્ટી પેપરલીક બિલ એટલે કે ્‌રી ેઁહ્વઙ્મૈષ્ઠ ઈટટ્ઠદ્બૈહટ્ઠર્‌ૈંહ (િીઁદૃીહર્‌ૈંહર્‌ ક ેંહકટ્ઠૈિ સ્‌ીટ્ઠહજ) છદ્બીહઙ્ઘદ્બીહં મ્‌ૈઙ્મઙ્મ, ૨૦૨૬ પાસ થઈ ગયું. આ દરમિયાન સદનમાં સતત હંગામો થતો જોવા મળ્યો. ત્યારબાદ લોકસભાની કાર્યવાહી આવતી કાલે ૧૧ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી.

બિલ પાસ થયું તે પહેલા નેતા વિપક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. જેનો સત્તા પક્ષે આકરો વિરોધ કર્યો અને તેમની પાસે માફીની માંગણી પણ કરી. જેના પર સદનમાં બંને પક્ષ તરફથી ખુબ હંગામો જોવા મળ્યો. ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીના કથિત અસંસદીય શબ્દોના ઉપયોગને લઈને સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે શાબ્દીક ટપાટપી પણ જોવા મળી.

રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે દિલ્હીમાં વિદ્યાર્થીઓના આંદોલન દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિદ્યાર્થીઓ પર ગોળી ચલાવવાનો આદેશ આપ્યો હતો. જેના પર સદનમાં ખુબ હંગામો થયો અને રાહુલ ગાંધી પાસે માફીની માંગણી કરાઈ. ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીના ભાષણમાં કથિત અસંસદીય શબ્દોના ઉપયોગને લઈને પણ સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી. જેના કારણે ભારે હંગામો થયો.

ગૃહ મંત્રી અમિત શાહ પર રાહુલ ગાંધીના આરોપો પર પીએમ કાર્યાલયમાં રાજ્યમંત્રી જિતેન્દ્રસિંહે આ ચર્ચાનો જવાબ આપતા કહ્યું કે નેતા વિપક્ષને એ ખબર હોવી જોઈએ કે ગોળી ચલાવવાનો આદેશ મંત્રી નહીં, મેજિસ્ટ્રેટ આપે છે. જો કે પ્રદર્શનકારીઓ પર ગોળી ચલાવવામાં આવી જ નહતી, ફક્ત ટીયર ગેસના સેલ છોડાયા હતા.

રાહુલ ગાંધીએ સદનની બહાર કહ્યું કે ગૃહ મંત્રી અમિત શાહે એ સ્પષ્ટતા કરવી જોઈએ કે તેમણે પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ પર ગોળી ચલાવવાનો આદેશ આપ્યો હતો કે નહીં.

લોકસભાની કાર્યવાહી સ્થગિત થયા બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે સંસદ પરિસરમાં સંવાદદાતાઓને કહ્યું કે, મે એ કહ્યું છે કે બે જ પરિસ્થિતિઓ હોઈ શકે છે. એક એ કે ગૃહમંત્રીએ આદેશ આપ્યો અને બીજુએ કે તેમને ખબર નહતી કે ગોળી ચલાવવામાં આવી છે. પહેલા મામલામાં તેઓ દોષિત છે અને બીજી સ્થિતિમાં તેઓ અક્ષમ છે. આમાં ત્રીજી કોઈ વાત નથી.

તેમણે સદનમાં ગૃહમંત્રીની ગેરહાજરીને લઈને પણ તેમના પર કટાક્ષ કર્યો અને કહ્યું કે ગૃહમંત્રી સદનમાં આવ્યા નહીં. રાહુલ ગાંધીએ કહ્યું કે જો તેમણે કશું કર્યું નથી કોઈ આદેશ આપ્યો નથી તો સફાઈ આપી દે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, મુખ્ય વાત એ છે કે સદનમાં બોલવાનો મને અધિકાર મળે છે અને આ હક મને મળવો જોઈએ.

Related posts

ભારત નવી ટેકનોલોજી બનાવે છે અને ઝડપથી તેને અપનાવે પણ છે : મોદી

Master Admin

અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાનો માસ્ટરપ્લાન તૈયાર

Master Admin

ઓડિશામાં ધોરણ-૭ની બાળકીનું જાતીય શોષણ કરનારા ૫ શિક્ષકો ઝડપાયા

Master Admin

Leave a Comment

Translate »