એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર
ઓડિશાના ઉત્તરપૂર્વીય જિલ્લાઓમાં મૂશળધાર વરસાદને કારણે નદીઓનું સ્તર વધી ગયું છે, જેના કારણે પાણી ભરાઈ ગયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભુવનેશ્વર, તા.૨૯ જુલાઈ ૨૦૨૬ — દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદ અને પૂરે વિનાશ મચાવ્યો છે. આસામ અને ગુજરાત પછી ઓડિશા હવે પૂરનો સામનો કરી રહ્યું છે. ઓડિશાના ઉત્તરપૂર્વીય જિલ્લાઓમાં મૂશળધાર વરસાદને કારણે નદીઓનું સ્તર વધી ગયું છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ૧૦૦,૦૦૦થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે.
દરમિયાન, આસામમાં પૂરથી મૃત્યુઆંક ૭૫ પર પહોંચી ગયો છે, જ્યારે સાત જિલ્લાઓમાં ૩.૩૨ લાખ લોકો હજુ પણ પ્રભાવિત છે. તેવી જ રીતે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં મૂશળધાર વરસાદને કારણે ભૂસ્ખલનથી ૧૦૮ રસ્તાઓ બંધ થઈ ગયા છે અને ચારધામ યાત્રા બે દિવસ માટે મુલતવી રાખવામાં આવી છે. ઓડિશાના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી સુરેશ પૂજારીએ સમીક્ષા બેઠક બાદ જણાવ્યું હતું કે ઊંડા દબાણને કારણે નદીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે. બાલાસોર, ભદ્રક અને જાજપુર જિલ્લાઓ માટે આગામી ૨૪ કલાક અત્યંત મહત્વપૂર્ણ છે. ક્યોનઝર, સુંદરગઢ અને સંબલપુરને પણ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે.ર્ ંડ્ઢઇછહ્લ, દ્ગડ્ઢઇહ્લ અને ફાયર સર્વિસ રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલા છે. મુખ્ય સચિવ અનુ ગર્ગે પરિસ્થિતિ પર નજર રાખવા માટે ત્રણ વરિષ્ઠ ૈંછજી અધિકારીઓને તૈનાત કર્યા છે.
પૂરગ્રસ્ત લોકો માટે રાહત શિબિરો સ્થાપવામાં આવી છે જ્યાં ખોરાક, રાશન અને બાળકોનો ખોરાક પૂરો પાડવામાં આવી રહ્યો છે. સુરક્ષા કારણોસર પોલીસ રાત્રિ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. બાલાસોર, ભદ્રક, જાજપુર, મયુરભંજ, સુંદરગઢ અને ક્યોંઝર જિલ્લામાં તમામ શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી છે. જળ સંસાધન વિભાગના જણાવ્યા અનુસાર, મહાનદી પરના હીરાકુડ ડેમના ડિસ્ચાર્જ ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે.
આસામમાં પૂરની સ્થિતિ ગંભીર છે. શિવસાગર જિલ્લાના નઝીરા રેવન્યુ સર્કલમાંથી સાત મૃત્યુની પુષ્ટી થઈ છે, જેનાથી પૂરમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા ૭૫ થઈ છે. રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (છજીડ્ઢસ્છ) અનુસાર, સાત જિલ્લાઓના ૬૨૨ ગામોમાં ૩૩૨,૬૩૯ લોકો હજુ પણ પૂરથી પ્રભાવિત છે. ચરાઈદેવ જિલ્લો સૌથી વધુ પ્રભાવિત છે. રાજ્યભરમાં ૮૧ રાહત શિબિરો કાર્યરત છે. સેના, વાયુસેના, દ્ગડ્ઢઇહ્લ અને જીડ્ઢઇહ્લની ટીમો રાહત કાર્યમાં રોકાયેલી છે.
હિમાચલ પ્રદેશમાં ચંબા જિલ્લામાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં લગભગ એક ડઝન વાહનો અને અનેક ઘરો કાટમાળ નીચે દટાઈ ગયા. રાજ્ય કટોકટી કામગીરી કેન્દ્ર (જીર્ઈંઝ્ર) અનુસાર, ભારે વરસાદ અને અચાનક પૂરને કારણે ૧૦૮ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. હવામાન વિભાગે ચંબા, કાંગડા, કુલ્લુ, મંડી, શિમલા, સિરમૌર અને સોલન જિલ્લામાં અચાનક પૂર અને ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે.

