Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

રાવણ થવું સહેલું નથીઃ આધુનિક રાવણો માટે અરીસો!

સુનીલ રાજેન્દ્ર બર્મન(સંત સુરા)
ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત
મો ૯૪૨૭૮ ૩૧૨૧૩

‘રાવણ‘ નામ લેતા જ લોકોના મોઢા બગડે છે. પણ સવાલ એ છે – રાવણ થવું ક્યાં સહેલું હતું?!

૧. એ રાવણ અને આજના રાવણમાં ફરક
લંકાનો રાવણ ચારેય વેદનો જ્ઞાતા હતો. શિવતાંડવ સ્તોત્ર એણે રચ્યું. સંગીત, રાજનીતિ, આયુર્વેદ, ખગોળ – એ બધાનો પંડિત હતો. ૧૦ માથા એટલે ૧૦ દિશાનું જ્ઞાન.
આજના રાવણ? ૧૦ માથા નથી, પણ ૧૦ ફેક ીડ છે. જ્ઞાન શૂન્ય, અહંકાર ૧૦૦.
એ રાવણે સીતાનું અપહરણ કર્યું, પણ સીમા ન ઓળંગી. અશોક વાટિકામાં રખોપા મૂક્યા, પણ હાથ ન અડાડ્યો. એને ખબર હતી સ્ત્રીનું સન્માન શું હોય.
આજના રાવણ? ઉરટ્ઠંજછ પર બહેનોને મેસેજ, ઓફિસમાં શોષણ, સત્તાના નશામાં ચારિત્ર્ય વેચી દે.

૨. રાવણના સદગુણો – જેની આપણે અવગણના કરીએ છીએ
૧. ભક્તિઃ શિવનો પરમ ભક્ત. રોજ ૧૦ માથા કાપીને ચઢાવે.
૨. પ્રજાવત્સલ રાજાઃ લંકા સોનાની હતી. પ્રજા સુખી હતી. ટેક્સ નહીં, ભ્રષ્ટાચાર નહીં.
૩. પરાક્રમીઃ દેવો પણ એનાથી કાંપતા. કુબેર પાસેથી લંકા જીતી લીધી.
૪. જ્ઞાનીઃ મરતા સમયે લક્ષ્મણને પણ રાજનીતિનું જ્ઞાન આપ્યું.
એટલે જ રાવણને ‘મહાપંડિત‘ કહેવાય. દુશ્મન હતો, પણ દુર્જન નહીં.

૩. તો પછી આધુનિક રાવણો કોણ?
આજે શેરીમાં, ઓફિસમાં, સત્તામાં ફરતા રાવણોને જુઓઃ
– શિક્ષણનો રાવણઃ ડિગ્રી ૧૦ છે, પણ જ્ઞાન ૦. વિદ્યાર્થીઓનું ભવિષ્ય વેચે.
– વેપારનો રાવણઃ નફા માટે નકલી દવા, ભેળસેળ. ગરીબનું લોહી પીવે.
– સત્તાનો રાવણઃ ખુરશી માટે ગમે તે. જનતાના ટેક્સના પૈસાથી કરોડોના આશ્રમ અને બંગલા.
– સોશિયલ મીડિયાનો રાવણઃ બીજાની બહેન-દીકરીની ઈજ્જત ઉછાળે. કમેન્ટમાં અસુર બની જાય.
એ રાવણે એક ભૂલ કરી, ૧૦ સદગુણ હતા. આજના રાવણો પાસે ૧૦ ભૂલ છે, એક પણ સદગુણ નથી.

૪. કટાક્ષ કોના પર?
આપણે રાવણનું પૂતળું બાળીએ છીએ, પણ આપણી અંદરના રાવણને પાળીએ છીએ.
ઘરમાં બાપને વૃદ્ધાશ્રમ મોકલીએ અને હ્લટ્ઠષ્ઠીર્હ્વરપર ‘માતૃ દેવો ભવ‘ નું સ્ટેટસ મૂકીએ – એ જ આધુનિક રાવણપણું છે.
ઓફિસની બહેનને હેરાન કરીએ અને દશેરાએ ‘નારી શક્તિ’ ના નારા લગાવીએ – એ જ રાવણપણું છે.
એ વાસ્તે પણ રાવણ થવા માટે તપ, ત્યાગ અને જ્ઞાન જોઈએ. જે આજના લોકો પાસે નથી.
આપણી પાસે છે ફક્ત રાવણનો અહંકાર અને દુર્યોધનની બુદ્ધિ.
આપણે રાવણને ગાળ દેવાને બદલે એના જ્ઞાન અને શિવભક્તિમાંથી કંઈક શીખીએ. અને આધુનિક રાવણોને ઓળખીને બહિષ્કાર કરીએ.
કારણ કે રામરાજ્ય ત્યારે જ આવશે જ્યારે ઘર-ઘરનો રાવણ મરી જશે! જય લંકેશ! જય શક્તિ! જય સત્ય! જય નીતિ!

Related posts

Akasa Air serves up the third edition of its Diwali special meal: A culinary journey oftraditionandtaste

Reporter1

પૂર્વ ન્યાયાધીશ સ્વાતી બેન ઠક્કરે (ચવ્હાણ) ટ્રિપલ તલાકનો ઐતિહાસિક ચુકાદો સ્ક્રીન પર લાવ્યો, સાયરા ખાન કેસ”

Reporter1

આજે ‘ત્રણ રમુજી ટુચકા…’ ભારતીય અને વૈશ્વિક રાજકારણ ની દ્રષ્ટિ થી જોશો…!!!

Master Admin

Leave a Comment

Translate »