Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessGujarat

રોટરી ક્લબ અમદાવાદ વેસ્ટ ઝોન દ્વારા 40 મા ઇન્સ્ટોલેશન સેરેમનીનું આયોજન, નવા પ્રમુખે સંભાળ્યો કાર્યભાર

અમદાવાદ | ૦૩ ઓગસ્ટ ૨૦૨૬ | શહેરના સાયન્સ સિટી ખાતે આવેલા સિલ્વર રેડિયન્સ ખાતે ટીમ નિર્માણ અને રોટરી ક્લબ અમદાવાદ વેસ્ટ ઝોન દ્વારા 40 મા ઇન્સ્ટોલેશન સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ મહેમાનો દ્વારા પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોનું ફૂલછડી અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.

રોટરી ક્લબ અમદાવાદ વેસ્ટ ઝોન દ્વારા યોજાયેલ આ સેરેમનીમાં 2026/27 વર્ષના નવા પ્રેસિડન્ટ તરીકે Rtn નીરવ જોશી એ કાર્યભાળ સંભાળ્યો હતો ત્યારે 2026/27 ના નવા સેક્રેટરી અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તરીકે Rtn પ્રણવ શાહ એ કાર્યભાળ સંભાળ્યો હતો.

આ સમારોહમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મહેમાન તરીકે ઇન્સ્ટોલેશન ઓફિસર DGN Rtn વિક્રમ ઠક્કર, ઇન્ડક્શન ઓફિસર તરીકે AG Rtn જતિનદરકૌર ભલ્લા અને મુખ્ય મહેમાનમાં MLA શ્રી અમિત ઠાકર ઉપસ્થિત રહ્યાં હતાં સાથે તેમને માનદ સભ્ય તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ધારાસભ્ય શ્રી અમિત ઠાકર ને રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટનાં માનદ સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જેમાં તેમણે નવનિયુક્ત ટીમને શુભેચ્છાઓ આપી હતી અને રોટરી ક્લબ અમદાવાદ વેસ્ટ ના 40 માં ઇન્સ્ટોલેશન સમારોહમાં 40 લાખ રૂપિયાના સેવાના કાર્યો કરવા માટે પ્રેર્યા હતા. આ તબક્કે નવનીત પ્રેસિડન્ટ નીરવ જોશી એ જણાવ્યું હતું કે, રોટરીના સેવા યજ્ઞમાં પ્રેસિડેન્ટ તરીકે સેવા આપવી એ મારો સૌભાગ્ય છે અને આખા વર્ષ દરમિયાન મહત્તમ લોકોને ફાયદો થાય એવા પ્રયત્નો અમે કરતા રહીશું. કાર્યક્રમના અંતે રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટના સેક્રેટરી પ્રણવ શાહે સૌનો આભાર માન્યો હતો.

== સમાપ્ત ==

Related posts

Yi અમદાવાદના પ્રોજેક્ટ માસૂમ દ્વારા ફેબ્રુઆરીમાં 6,000 થી વધુ બાળકોને સંવેદનશીલ બનાવવામાં આવ્યા

Master Admin

The 9th Turkish Airlines World Golf Cup, worlds most prominent corporate golf tournament, returns to Mumbai on the 8th November 2024

Master Admin

Galaxy A26 5G, Samsung’s Most Affordable AI-Powered Smartphone, Launches in India Starting at Just INR 22999

Reporter1

Leave a Comment

Translate »