Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

કસ્ટોડીયન ડેથઃકાયદાના રખેવાળના હાથે જ કાયદાની હત્યા/મોત!

સુનીલ રાજેન્દ્ર બર્મન(સંત સુરા)
ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત
મો ૯૪૨૭૮ ૩૧૨૧૩

કસ્ટોડીયન ડેથ એટલે પોલીસ કે કોઈ સરકારી એજન્સીની કસ્ટડીમાં આરોપીનું મોત થવું. કાયદો જેના હાથમાં સુરક્ષા માટે સોંપ્યો, એ જ હાથ જ્યારે જીવ લે ત્યારે લોકશાહી લજવાય. ભારતમાં દર વર્ષે સરેરાશ ૧૦૦ થી વધુ કસ્ટોડીયન ડેથ નોંધાય છે. પણ સાચો આંકડો એનાથી ઘણો મોટો હોવાની શક્યતા છે.

કસ્ટોડીયન ડેથ કેમ થાય છે?
૧. કબૂલાત કરાવવાનો દબાણઃ આપણી પોલીસ વ્યવસ્થામાં આજે પણ “થર્ડ ડિગ્રી” ને તપાસનો ભાગ માનવામાં આવે છે. સાચા ગુનેગાર સુધી પહોંચવા કે કેસ ઝડપથી ઉકેલવા માટે મારઝૂડ સામાન્ય બની ગઈ છે. ૯૦% કેસમાં મોતનું કારણ “પોલીસ માર” જ હોય છે.

૨. તાલીમનો અભાવઃ વૈજ્ઞાનિક ઢબે તપાસ કેવી રીતે કરવી એની તાલીમ પોલીસને મળતી નથી. નાર્કો ટેસ્ટ, બ્રેઈન મેપિંગ, ફોરેન્સિક પુરાવા ભેગા કરવા કરતા, બે લાફા મારી કબૂલાત કરાવવી સહેલી લાગે છે.

૩. જવાબદારીમાંથી છટકબારીઃ કસ્ટોડીયન ડેથ થાય પછી પોલીસ સૌથી પહેલા “આરોપીએ આત્મહત્યા કરી” કે “છાતીમાં દુખાવો ઉપડ્યો” એવી વાર્તા બનાવે છે. પંચનામું મોડું થાય, ઝ્રઝ્ર્‌ફ ફૂટેજ ગાયબ થાય, અને સાક્ષી ફરી જાય. પરિણામે સજાનો દર માત્ર ૫% થી પણ ઓછો છે.
કાયદો શું કહે છે?

૧. બંધારણીય રક્ષણઃ
કલમ ૨૧ઃ દરેક વ્યક્તિને જીવન જીવવાનો અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર છે. કસ્ટડીમાં હોય તો પણ આ અધિકાર છીનવાતો નથી.
કલમ ૨૨ઃ ધરપકડ થયેલ વ્યક્તિને ૨૪ કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો ફરજિયાત છે. વકીલ રોકવાનો હક છે.
૨. ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ઃ
કલમ ૧૦૩ઃ જો પોલીસ અધિકારી કસ્ટડીમાં આરોપીને માર મારે અને મોત થાય તો તે હત્યાનો ગુનો બને. આજીવન કેદ સુધીની સજા થઈ શકે.
કલમ ૧૨૦ઃ પોલીસ કસ્ટડીમાં બળાત્કાર થાય તો ૧૦ વર્ષની સખત કેદ.
૩. પુરાવા અધિનિયમ ૨૦૨૩ઃ
કલમ ૨૭ઃ પોલીસ કસ્ટડીમાં આપેલ કબૂલાત કોર્ટમાં માન્ય નથી. છતાં પોલીસ માર મારી કબૂલાત કરાવે છે કારણ કે તેમને ખબર છે કે લોકો કોર્ટમાં પહોંચતા જ નથી.

સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા
કેસ ૧ઃ D.K. Basu vs State of West Bengal, 1997
આ કેસમાં સુપ્રીમ કોર્ટે ૧૧ સૂચનો આપ્યા જે આજે પણ “ડ્ઢ.દ્ભ. મ્ટ્ઠજે ય્ેૈઙ્ઘીઙ્મૈહીજ” તરીકે ઓળખાય છે.
મુખ્ય મુદ્દાઃ ધરપકડનું મેમો બનાવવું, પરિવારને જાણ કરવી, મેડિકલ તપાસ કરાવવી, દર ૪૮ કલાકે મેડિકલ ચેકઅપ. આ નિયમ તોડનાર પોલીસ અધિકારી સામે ખાતાકીય પગલાં લેવાય.

કેસ ૨ઃ Nilabati Behera vs State of Orissa, 1993
પોલીસ કસ્ટડીમાં દીકરાનું મોત થયા પછી માએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. કોર્ટે કહ્યુંઃ “કસ્ટોડીયન ડેથ માટે રાજ્ય જવાબદાર છે. મૃતકના પરિવારને વળતર આપવું પડશે.” સરકારને ૧.૫ લાખનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો. આ ચુકાદાથી “Constitutional
Tort નો સિદ્ધાંત આવ્યો.

કેસ ૩ઃ તૂતિકોરિન કસ્ટોડીયન ડેથ, તમિલનાડુ ૨૦૨૦
જયરાજ અને ફેનિક્સ નામના પિતા-પુત્રને લોકડાઉન ભંગ બદલ પોલીસ સ્ટેશન લઈ જવાયા. સખત માર મારવાથી બંનેના મોત થયા. આ કેસમાં ઝ્રમ્ૈં તપાસ થઈ અને ૧૦ પોલીસકર્મીને જેલ થઈ. આ કેસ પછી મદ્રાસ હાઈકોર્ટે દરેક પોલીસ સ્ટેશનમાં ઝ્રઝ્ર્‌ફ ફરજિયાત કર્યા.
સમસ્યાનો મૂળ અને ઉકેલ
સમસ્યાનું મૂળ પોલીસ વ્યવસ્થાની “બ્રિટિશ માનસિકતા” છે. ૧૮૬૧ નો પોલીસ એક્ટ આજે પણ ચાલે છે જેનો હેતુ લોકો પર દમન ગુજારવાનો હતો. પોલીસને લાગે છે કે કાયદો હાથમાં લેવો એ જ બહાદુરી છે.

ઉકેલ શું?
૧. પોલીસ સુધારાઃ પ્રકાશસિંહ કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા ૭ સૂચનોનું પાલન. પોલીસને રાજકીય દબાણથી મુક્ત કરવી.
૨. ટેકનોલોજીનો ઉપયોગઃ દરેક પોલીસ સ્ટેશન, લોકઅપ અને પૂછપરછ રૂમમાં ઓડિયો-વીડિયો રેકોર્ડિંગ સાથે ઝ્રઝ્ર્‌ફ. સુપ્રીમ કોર્ટે ૨૦૨૦ માં આ હુકમ આપ્યો છે.
૩. સ્વતંત્ર તપાસઃ કસ્ટોડીયન ડેથની તપાસ જે તે જિલ્લાની પોલીસ ન કરે. ઝ્રૈંડ્ઢ કે ઝ્રમ્ૈં દ્વારા તપાસ ફરજિયાત બનાવવી.
૪. જવાબદારી નક્કીઃ મેજિસ્ટ્રેટ દ્વારા ૨૪ કલાકમાં તપાસ. મોત થાય તો જીર્ૐં થી લઈને જીઁ સુધીની જવાબદારી નક્કી થવી જોઈએ.
ખેર, કસ્ટોડીયન ડેથ એ ફક્ત એક વ્યક્તિનું મોત નથી. એ ન્યાયતંત્ર પરથી લોકોનો ભરોસો ઉઠી જવાની શરૂઆત છે. જ્યાં સુધી “વર્દી” નો ડર નહીં જાય અને “કાયદા” નો ડર નહીં આવે, ત્યાં સુધી આ સિલસિલો ચાલુ રહેશે. યાદ રાખો, આજે બીજાનો વારો છે, કાલે આપણો હોઈ શકે!

Related posts

Mental Health #RealTalk: How Online Communities are Shaping Mental Health Conversations in India, As Seen on Reddit

Reporter1

ડિજિટલ નાગરિકતાથી વૈશ્વિક ભૂરાજનીતિ સુધીઃ ભારતીય શેરબજારે ૨૮ એપ્રિલથી ૨ મે, ૨૦૨૬ સુધી નોંધપાત્ર અસ્થિરતા અને નબળાઈનો અનુભવ કર્યો. ભારતના અર્થતંત્ર અને શેરબજાર માટે ઉભરતા ચાર મુખ્ય પરિબળોનું વ્યાપક, ઊંડાણપૂર્વક વિશ્લેષણ

Master Admin

એફએસએસએઆઈનો તાજેતરનો દૂધ સર્વેલન્સ રિપોર્ટ ૨૦૨૫ઃ પરીક્ષણ કરાયેલા ૩૮ ટકા નમૂનાઓમાં ભેળસેળ જોવા મળી, ત્રણમાંથી એક નિષ્ફળ ગયો. શું આજીવન કેદ અને રૂ ૧૦ લાખ સુધીના દંડ જેવી જોગવાઈઓ બિનઅસરકારક છે? 

Master Admin

Leave a Comment

Translate »