Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

તેલ, સાબુ, બિસ્કિટ થી લઈને ઘણી ચિજવસ્તુઓની વધશે ભાવ

જનતા પર પડશે મોંઘવારીનો વધુ એક માર

રોજબરોજની ચીજવસ્તુઓ તેલ, સાબુ, બિસ્કિટ થી લઈને બ્રેડ સહિતની ચીજવસ્તુઓ મોંઘી થઈ શકે છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૦ ઓગસ્ટ ૨૦૨૬ –– જુન મહિનામાં અનેક ચીજ વસ્તુઓ પર ભાવ વધારો કરી ગ્રાહકોને ઝટકો આપ્યા બાદ હવે હ્લસ્ઝ્રય્ કંપનીઓ સપ્ટેમ્બર મહિનાની ત્રીમાસિક ગાળામાં ફરી ભાવવધારો કરવાની તૈયારી કરી લીધી છે. જેમા તેલ, સાબુ જેવી રોજબરોજની ચીજવસ્તુઓના ભાવ વધી શકે છે. મળતા અહેવાલ અનુસાર બ્રિટાનિયા થી લઈને હિંદુસ્તાન યુનિલિવર અને ડાબર સહિતની કંપનીઓએ કાચા માલના વધતા ભાવ અને જિયોપોલિટિકલ તણાવનો હવાલો દેતા ભાવ વધારો કરવાની તૈયારીમાં છે.

એજન્સીનું માનીએ તો ભારતની અગ્રણી ફાસ્ટ-મુવિંગ કન્ઝ્યુમર ગુડ્‌સ (હ્લસ્ઝ્રય્) કંપનીઓ સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન પસંદગીના ઉત્પાદનો પર ભાવ વધારવાની તૈયારી કરી રહી છે. જૂન ક્વાર્ટર દરમિયાન સરેરાશ ૨-૫% ભાવ વધારો લાગુ કર્યા પછી, હ્લસ્ઝ્રય્ કંપનીઓ હવે મોંઘવારીના દબાણને ઘટાડવા માટે ટાર્ગેટેડ મૂલ્ય નિર્ધારણ પગલાં તરફ આગળ વધી રહી છે.

આ કંપનીઓ જણાવે છે કે વધતી જતી કોમોડિટી કિંમતો અને ભૂ-રાજકીય અનિશ્ચિતતાઓ તેમના માર્જિનને પ્રતિકૂળ અસર કરી રહી છે; તેઓ ક્રૂડ ઓઇલના ભાવમાં અસ્થિરતા અને ચોમાસા અને અલ નીનોની સંભવિત અસર સાથે સંકળાયેલા જોખમોનું પણ નજીકથી નિરીક્ષણ કરી રહી છે. આ તમામ બાબતોને ધ્યાને લઈ, કેટલીક કંપનીઓ ચીજવસ્તુઓની પેકિંગ નાના કરી રહી છે અથવા તો ભાવ વધારો કરવાની તૈયારીમાં છે. કંપનીઓ કાં તો ચોક્કસ પેકેજોમાં ઉત્પાદનની માત્રા ઘટાડી રહી છે અથવા પસંદગીની વસ્તુઓ પર ભાવ વધારવાની તૈયારી કરી રહી છે.

બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ રૂ. ૫ અને રૂ.૧૦ ની કિંમતના બિસ્કિટના પેકેટ પર આશરે ૧.૫-૨% નો ભાવવધારો કરવાની અપેક્ષા રાખી રહી છે.

Related posts

કોંગ્રેસે ‘વંદે માતરમ’ ના બે ટુકડા કર્યા, બે છંદ ગાવાનો નિર્ણય રાષ્ટ્રવિરોધી

Master Admin

પીએમ મોદીના પત્ર પર ખડગેનો સવાલ- સરકાર ઉતાવળમાં કેમ?

Master Admin

સરકાર પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા અને સુરક્ષા બનાવી રાખવામાં નિષ્ફળ

Master Admin

Leave a Comment

Translate »