Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

પહેલીવાર ૧૫મી ઓગસ્ટે લાલ કિલ્લાની પ્રાચીરથી ગૂંજશે વંદે માતરમ

રક્ષા મંત્રાલયનો ઐતિહાસિક નિર્ણય

રક્ષા મંત્રાલયના આ ઐતિહાસિક નિર્ણય હેઠળ સ્વતંત્રતા દિવસના સમારોહમાં રાષ્ટ્રીય ગીતને વિશેષ સ્થાન અપાશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૦ ઓગસ્ટ ૨૦૨૬ — દેશ આ વખતે પોતાનો ૮૦મો સ્વતંત્રતા દિવસ ઉજવશે. સ્વતંત્રતા દિવસના સમારોહની તૈયારીઓ ચરમ પર છે. આ બધા વચ્ચે રક્ષા મંત્રાલયે આ કાર્યક્રમ સંલગ્ન એક મહત્વની જાણકારી શેર કરી છે. મંત્રાલયના જણાવ્યાં મુજબ આ વખતે લાલ કિલ્લાની પ્રાચીરથી પહેલી વખત રાષ્ટ્રગીત વંદે માતરમ ગવાશે. આ આયોજન સ્વતંત્રતા સમારોહના કાર્યક્રમનો ભાગ રહેશે અને તેને આ વખતના સમારોહમાં એક ખાસ બદલાવ તરીકે જોવામાં આવી રહ્યો છે.
દર વર્ષે ૧૫ ઓગસ્ટના રોજ દેશના પ્રધાનમંત્રી લાલ કિલ્લાની પ્રાચીરથી દેશને સંબોધિત કરે છે. ત્યારબાદ સ્વતંત્રતા દિવસ સમારોહમાં અનેક કાર્યક્રમનું આયોજન થાય છે. પરંતુ આ વખતના સમારોહમાં વંદે માતરમ્ને વિશેષ સ્થાન અપાયું છે. રક્ષા મંત્રાલય તરફથી અપાયેલી જાણકારી મુજબ ૮૦માં સ્વતંત્રતા દિવસ સમારોહના ભાગ તરીકે લાલ કિલ્લાની પ્રાચીરથી પહેલીવાર વંદે માતરમ ગાવામાં આવશે.

વંદે માતરમનું ભારતીય સ્વતંત્રતા આંદોલનના ઈતિહાસમાં એક આગવું મહત્વ છે. બંકિમ ચંદ્ર ચટોપાધ્યાયની રચના આ ગીત આઝાદીની લડતના દૌરમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય ચેતનનું પ્રતિક બન્યું હતું. સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન આ ગીતે લોકોમાં દેશ પ્રત્યે એકજૂથતા અને સ્વાધિનતાની ભાવનાને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જેના કારણે આજે પણ વંદે માતરમનું નામ દેશના સ્વતંત્રતા આંદોલનના ઈતિહાસમાં ઊંડાણપૂર્વક જોડાયેલું છે.

આ વર્ષનો સ્વતંત્રતા દિવસ એટલા માટે પણ ખાસ છે કારણ કે દેશ આઝાદીની ૮૦મી વર્ષગાંઠ ઉજવશે. લાલ કિલ્લા પરથી થનારા મુખ્ય સમારોહમાં પીએમ મોદીનું સંબોધન, ધ્વજારોહણ, અને અન્ય પરંપરાગત કાર્યક્રમો સાથે વંદે માતરમનું ગાયન પણ આકર્ષણનું કેન્દ્ર રહેશે. રક્ષા મંત્રાલયની જાહેરાત બાદ હવે લોકોની નજર ૧૫ ઓગસ્ટના એ ઐતિહાસિક સમારોહ પર હશે જ્યારે લાલ કિલ્લાની પ્રાચીરથી પહેલીવાર રાષ્ટ્રગીત વંદે માતરમ્ની ગૂંજ સંભળાશે.

Related posts

ધર્મેન્દ્ર પ્રધાન બાદ હવે રાજ્યોમાં શિક્ષણ મંત્રીઓ સામે વિરોધ શરૂ

Master Admin

અસમમાં કુદરતનો પ્રકોપ : પૂરના કારણે મૃત્યુઆંક ૬૬ પહોંચ્યો

Master Admin

વિઝિટ દુબઈની નવી પહેલ: અનિરુદ્ધ રવિચંદર અને અરકમ અલ અબરી વચ્ચે ક્રોસ-કલ્ચરલ મ્યુઝિકલ ભાગીદારીનું અનાવરણ

Reporter1

Leave a Comment

Translate »