Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Dharmik

મોરારી બાપુએ અમેરિકામાં ચાલી રહેલી રામ કથામાં દરમિયાન સૌને ભારતના 80માં સ્વાતંત્ર્ય દિવસ ની શુભકામના પાઠવી

પ્રખ્યાત કથાકાર શ્રી મોરારી બાપુએ અમેરિકા માં ચાલી રહેલી તેમની રામકથા દરમિયાન સૌને ભારતના 80માં સ્વાતંત્ર્ય દિવસ ની શુભકામના પાઠવી. અમેરિકામાં સમયના તફાવતને કારણે તારીખ બદલાઈ ગઈ હોવા છતાં, તેમણે એ વાત પર ભાર મૂક્યો કે 15મી ઓગસ્ટની ભાવના આપણા હૃદયમાં હંમેશા અકબંધ રહે છે. બાપુએ રાષ્ટ્રધ્વજનું સન્માન કરતી વખતે ઔપચારિક પ્રોટોકોલ અને આધ્યાત્મિક શ્રદ્ધા વચ્ચેનો એક અત્યંત માર્મિક તફાવત સ્પષ્ટ કર્યો. તેમણે કહ્યું કે દુનિયાભરના ધ્વજને સલામી આપવી એ એક આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ છે જે નિભાવવો જોઈએ, પરંતુ ભારતીય તિરંગા પ્રત્યે આપણી એક વિશેષ અને અદ્વિતીય ભક્તિ છે. બાપુએ કહ્યું કે આપણે અન્ય દેશોના ધ્વજને ‘સલામ’ કરીએ છીએ, પરંતુ આપણા ભારતના ધ્વજને હૃદયથી ‘પ્રણામ’ કરીએ છીએ. 

== સમાપ્ત ==

Related posts

“અખંડ સનાતન જન જાગૃતિ યાત્રા” અંતર્ગત બિંદુ સરોવરથી પવિત્ર જળ ગ્રહણ; માં અંબાજી દર્શન યાત્રાનો દિવ્ય પ્રારંભ

Master Admin

કેન્યાની કથાનું ભાવભીનું સમાપન; ૧૫-ઓગસ્ટથી હાર્વર્ડ યુનિવર્સિટીમાં ગુંજશે ‘તુલસી’ નાદ

Master Admin

સનાતન ધર્મના પ્રવાહનું નામ ગંગા છે.

Master Admin

Leave a Comment

Translate »