Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

૮૦ વર્ષ પછી પણઃ આઝાદીનાં મીઠા ફળો ક્યાં છે!?

સુનીલ રાજેન્દ્ર બર્મન(સંત સુરા)
ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત
મો ૯૪૨૭૮ ૩૧૨૧૩

૧૫મી ઓગસ્ટ ૧૯૪૭. લાલ કિલ્લા પરથી તિરંગો ફરક્યો. કરોડો ભારતીયોની આંખમાં આંસુ અને હોઠ પર એક જ શબ્દઃ “આઝાદી”.

પણ આજે ૮૦ વર્ષ પછી સવાલ ઉઠે છે – શું આપણે ખરેખર આઝાદીનાં મીઠા ફળો ચાખી શક્યા?

વિન્સ્ટન ચર્ચિલે એક સમયે કહ્યું હતું કે “ભારતીયો આઝાદીને લાયક નથી, પરિપક્વ નથી. સત્તા છેવટે દેશના પિંજારાઓ પાસે જશે.” આ વાક્ય સાંભળીને આપણને ગુસ્સો આવે. પણ અરીસામાં જોઈએ તો કેટલીક હકીકતો આંખમાં ખૂંચે છે.

૧. રાજકીય આઝાદી મળી, સામાજિક આઝાદી?
અંગ્રેજ ગયા. પણ તેમની જગ્યાએ નવા “માલિકો” આવ્યા. જાતિ, ધર્મ, પ્રદેશના નામે વોટ બેંક બનાવનારા નેતાઓ. ચૂંટણી આવે એટલે મંદિર-મસ્જિદ, જાતિના નારા. વિકાસ, શિક્ષણ, રોજગારની વાત ક્યાં?
ભ્રષ્ટ રાજકારણી માટે દેશ સેવાનું સ્થળ નહીં, ધંધાનું સ્થળ બની ગયો છે. ૫ વર્ષનું રોકાણ, ૫૦ વર્ષની કમાણી. ટેંડર, કમિશન, ટ્રાન્સફર – આ જ તેમનો એજન્ડા. ગરીબ માટે યોજના આવે છે, પણ ૧૦૦ રૂપિયામાંથી ૨૦ રૂપિયા જ પહોંચે છે. બાકીનું ક્યાં જાય છે? આ જ સવાલનો જવાબ કોઈ આપતું નથી.

૨. આર્થિક આઝાદી કે નવી ગુલામી?
અમે દુનિયાની ૫મી મોટી અર્થવ્યવસ્થા બન્યા. પણ સાથે સાથે બેરોજગારી, મોંઘવારી અને દેવું પણ વધ્યું. ખેડૂત આત્મહત્યા કરે છે અને નેતાનો દીકરો વિદેશમાં ભણે છે.
સરકારી ઓફિસમાં કામ કરાવવું હોય તો “સાહેબને મળવું પડે”. આ કઈ આઝાદી? આ તો નવી અંગ્રેજી છે – ફાઈલની અંગ્રેજી.

૩. નૈતિક આઝાદીનું સંકટ
સૌથી મોટો ખતરો અહીં છે. આપણે બંધારણને માનીએ છીએ, પણ ચરિત્રને ભૂલી ગયા.
ટ્રાફિક સિગ્નલ તોડવું, ટેક્સ ન ભરવો, લાઈનમાં ન ઉભા રહેવું – “ચાલે” એવું માનવું.
નેતા ભ્રષ્ટ છે એમ કહીને આપણે પોતે નાનો ભ્રષ્ટાચાર કરીએ. પછી ફરિયાદ કોની કરવી?
ચર્ચિલનું વાક્ય આંશિક સાચું પડે છે ત્યારે જ્યારે આપણે જવાબદાર નાગરિક બનવાનો ઈન્કાર કરીએ. આઝાદી એટલે માત્ર અધિકાર નહીં, ફરજ પણ છે.

૪. યુવા પેઢી અને રાષ્ટ્રપ્રેમ
આજનો યુવાન હોશિયાર છે. મોબાઈલમાં દુનિયા જોઈ લે છે. પણ તેને રોજગાર નથી, દિશા નથી.
તેને કહેવામાં આવે છે “દેશ માટે મરો”, પણ “દેશ માટે જીવવાની” તક નથી આપવામાં આવતી.
જે દેશમાં શિક્ષક, ડોક્ટર, સૈનિક કરતાં નેતાના પીએની કિંમત વધારે હોય ત્યાં યુવાનનો વિશ્વાસ કેવી રીતે જાગે?

૫. રસ્તો શું? ઉપાય શું?
૧. નેતા નહીં, નીતિ બદલોઃ વોટ આપતા પહેલા જાતિ નહીં, કામ જુઓ. જે નેતા ૫ વર્ષમાં એક વાર દેખાય તેને નકારો.
૨. સિસ્ટમને સવાલ કરોઃ ઇ્‌ૈં વાપરો. સ્થાનિક સમસ્યા માટે સરપંચથી સાંસદ સુધી પત્ર લખો. ચૂપ ન રહો.
૩. ઘરથી શરૂઆતઃ બાળકને દેશભક્તિ એટલે માત્ર ૧૫મી ઓગસ્ટે ગીત ગાવાનું નહીં, રોજ પ્રમાણિકતાથી કામ કરવાનું શીખવો.
૪. ભ્રષ્ટાચારને “ના” કહોઃ ૧૦૦ રૂપિયાની લાંચ આપવાને બદલે ૧ કલાક રાહ જુઓ. નાની શરૂઆત મોટો બદલાવ લાવશે.
એ વાસ્તે પરામર્ષ પછી નિષ્કર્ષઃ
આઝાદી કોઈએ ભેટમાં આપી નથી. ભગતસિંહ, ગાંધી, પટેલ, નેતાજીએ લોહીથી ખરીદી છે.
ચર્ચિલ ખોટા હતા કારણ કે ભારતીયો પરિપક્વ થયા છે. પણ આપણી પરિપક્વતાની કસોટી હવે શરૂ થાય છે.
આઝાદીનાં મીઠા ફળ ત્યારે જ મળશે જ્યારે આપણે “હું” માંથી “આપણે” તરફ જઈશું. જ્યારે નેતા સેવક બનશે અને નાગરિક જાગૃત બનશે.

આ ૧૫મી ઓગસ્ટે તિરંગાને સલામ કરવાની સાથે પોતાને પણ એક સવાલ પૂછીએઃ “હું દેશ માટે શું કર્યું?”
“સ્વરાજ એટલે સ્વ-શાસન, અને સ્વ-શાસન એટલે સ્વ-અનુશાસન” – ગાંધીજીનું આ સ્વપ્ન હજુ બાકી છે.
આપણે તે પૂરું કરીશું. વંદે માતરમ્‌!ભારત માતા કી જય! જય હિન્દ!

Related posts

South African Tourism Announces 10th Edition of Learn SA, Eyes Growth from Emerging Indian Cities

Reporter1

“સન્માનના અધિકારી નહોતા, એટલે નામ નહીં લીધું, રજનીશનો સભામાં ચાબખો”!

Master Admin

પી એસ. એમ. હોસ્પિટલ અને સ્વામીનારાયણ મેડીકલ કોલેજ કલોલ દ્વારા ડાયાબિટીસ/બ્લડપ્રેશર અને મેદસ્વીતા(જાડાપણું) અંગે જન જનજાગૃતિ અભિયાન નો પ્રારંભ કરવામાં આવ્યો.

Master Admin

Leave a Comment

Translate »