ડૉ. શ્રીરામ વૈદ્ય
Mob: ૯૮૨૫૦૦૯૨૪૧
Email: sgvaid19@outlook.com
કેટલાક લોકો પેટમાં એસીડીટી રોકવા અને છાતીમાં દુખાવો અને બળતરાના ઈલાજ માટે દવા લે છે પર વગર મેડિસિનને ઘરેલુ ઉપાય અને દેશી આયુર્વેદિક નુસખા થી આ સમસ્યા સરળતાથી દૂર કરી શકાય છે. છાતીમાં બળતરા થતી હોય, એસિડ વધારે બનવાનું સૌથી પહેલું કારણ છે ઘરનું ખાવાનું છોડીને ફાસ્ટ ફૂડ ખાવાનું. ઘર પર વધારે તળેલું, ખાટ્ટુ અને મસાલેદાર ખાવા થી પેટમાં એસિડ વધારે બનાવે છે. ચા, કોફી, ધુમ્રપાન, કોલ્ડ ડ્રિન્ક અને દારૂના વધારે સેવનથી પણ એસીડીટીની સમસ્યા થવા લાગે છે. છાતીમાં બળતરા કેમ થાય છે, આપણા પેટમાં એસિડ બને છે જે ખાવાને પચવામાં મદદ કરે છે પણ જયારે આ એસિડ વધારે બનવા લાગે એસીડીટી લે છે તે કારણે પેટ અને છાતીમાં બળતરાની સમસ્યા થતી રહે છે. પ્રેગ્નેસીમાં છાતીમાં દુઃખાવો અને બળતરાની ફરિયાદ હંમેશા ઘણી ગર્ભવતી મહિલાઓને થાય છે. વાત વાત પર દુઃખાવો દૂર કરનારી દવાઓનું સેવન થી પણ આ રોગ થાય છે. આના સિવાય લાંબા સમય સુધી ખાલી પેટ રહેવું અને ભૂખથી વધારે ખાવાનું ખાવાથી પણ આ સમસ્યા થવા લાગે છે. પેટમાં એસિડ બનવું, પેટ ફૂલવું, ગેસ થવો, મન ઘબરાવું, ગળા અને છાતીમાં બળતરા કે દુખાવો પેટમાં એસિડ વધારે બનવાથી છાતીમાં બળતરા વધવા લાગે છે જે પછી એસીડીટી બની જાય છે.
ઈલાજ માટે દવા અને ઉપાય કરવાની સાથે સાથે આ પણ જાણવાનું જરૂરી છે કે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ. આ રોગની પરેજીમાં વધારે મરચું ખાવા આવેલો આહાર, ફાસ્ટ ફૂડ, તળેલું ખાવાનું, કોલ્ડ ડ્રિન્ક, પકોડા, પુરી, પરાઠા, ચા, કોફી અને કાચા ફળ ખાવા નહિ. પેટમાં એસિડને નિયત્રિત કરવા માટે પાણી વધારે પીવો. એસીડીટીના કારણે પેટ ગળું અને છાતીમાં બળતરા રહે છે તો કેળું ખાઓ. કેળામાં એસીડ સામે લડવાની શક્તિ હોય છે. આહારમાં ખાટ્ટી વસ્તુનું સેવન કરો નહિ. ખાટી વસ્તુમાં એસિડની માત્રા વધારે હોય છે જેનાથી પેટમાં એસીડ બને છે. ઘરેલુ ઉપાય, એસિડ વધારે બનવા પર તુલસીના પાંદડા ખાવો કે પછી આને પાણીમાં ઉકાળીને પાણી પી લો. એસીડીટી દૂર કરવાના ઉપાયમાં ઠંડુ દૂધ ખુબ ફાયદાકારક છે. ઠંડુ દૂધ પીવાથી તરત આરામ મળવા લાગે છે. દૂધ પેટમાં એસિડ બનવા દેતો નથી. છાતીમાં બળતરા અને દુખાવાનો ઈલાજ કરવા માટે ભોજન કરતા પહેલા એલોવેરા જ્યુસ પીવો અને એસીડીટી વધારે છે તો જમ્યાના અડધા કલાક પછી એલોવેરા જ્યુસ પીવો. આ ઉપચારથી એસોડીટી નો સ્થાઈ ઈલાજ કરી શકાય જમ્યા પછી ગોળ ખાવો જોઈએ આનાથી પાચન ક્રિયા માં સુધાર થાય છે. ઈલાયચી પાચન સારું કરવામાં મદદ કરે છે. જ્યારે પણ છાતીમાં બળતરા કે દુખાવો અને એસિડ બનવાના લક્ષણ દેખાય ૨ ઈલાયચી ખાઈ લો. આને પાણીમાં ઉકાળીને પીવાથી પણ આરામ મળે છે.
પેટમાં એસિડ ના ઉપચારમાં યોગ પણ ફાયદાકારક છે. કપાલભાતિ પ્રાણાયામ અને ભાસ્ત્રિકા પ્રાણાયામ દરરોજ કરવાથી એસિડથી બચાવ થઇ શકે છે. અમ્લપિત્તની પરિસ્થિતિ ઘણીવાર વિચિત્ર હોય છે. અમ્લપિત્તની બે પ્રકારની ગતિ માનવામાં આવે છે. એક ઉર્ધ્વગતિ, બીજી અધોગતિ. ઉર્ધ્વગતિના અમ્લપિત્તમાં કફનો અનુબંધ હોય છે અને અધોગતિના અમ્લપિત્તમાં વાયુનો અનુબંધ હોય છે. અમ્લપિત્તમાં પિત્તની સાથે કફનો અનુબંધ હોય છે, ત્યારે સફેદ, લીલી, પીળી, કથ્થઈ કે લાલ રંગની ઊલટીઓ થાય છે. આમાંથી કથ્થઈ અને લાલ રંગની ઊલટીઓ અમ્લપિત્ત સાથે આમાશય જઠરવ્રણની સૂચના આપે છે અને તાબડતોબ ઉપચાર કરવો જોઈએ. અમ્લપિત્તમાં ખાટી ઊલટીઓથી ઘણી વાર દાંત પણ અંબાઈ જાય છે. અમ્લપિત્તની પરિસ્થિતિ ઘણીવાર વિચિત્ર હોય છે. ઘણીવાર તો ખાધા પીધા વગર પણ ખાટી અને કડવી ઊલટીઓ થાય છે. આહારનું પાચન થવાથી પણ આવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. આ પ્રકારની ઊલટીઓ અને ઓડકારથી પેટની ઉપરના ભાગમાં છાતીમાં અને છેક ગળા સુધી બળતરા થાય છે અને ખાધેલા આહારના ઉછાળા આવે છે. આ સાથે ઘણા દર્દીઓને માથાનો સખત દુખાવો થાય છે. માથાનો આવો દુખાવો ઊલટીઓ થયા પછી શાંત થઈ જાય છે.
આયુર્વેદીય મતે પિત્ત બે પ્રકારનું હોય છે. એક પાકૃતપિત્ત અને બીજું વિદગ્ધ પિત્ત. અહીં વિદગ્ધનો અર્થ થાય બગડેલું. પિત્તનો તીખો સ્વાદ આરોગ્યનું પ્રતીક છે, અને તેનો ખાટો સ્વાદ એ રોગનું પ્રતીક છે. આ દ્રષ્ટિએ વિરુદ્ધ આહાર કરવાથી વિકૃત કે વિદાહી અને પિત્તને પ્રકૃપિત્ત કરનાર આહાર દ્રવ્યોનું અતિસેવન કરવાથી પિત્ત દૂષિત અને કુપિત થઈ જાય છે અથવા તે કાચું અપકવ રહી જાય છે. તે પૂર્ણરૂપે પરિપક્વ ન થવાથી ખાટું હોય છે અને પૂર્ણરૂપે પરિપક્વ થવાથી તે તીખા સ્વાદવાળું બને છે. તેને ઉત્તમ અને સ્વસ્થ અથવા પ્રાકૃત પિત્ત કહેવામાં આવે છે. અમ્લ પિત્તમાં જ્યારે પિત્તનો પ્રકોપ થાય, ત્યારે ખાટા કડવા અને તીખા ઓડકાર આવે છે અથવા આવા સ્વાદવાળી ઊલ્ટીઓ થાય છે. અમ્લપિત્તમાં સૌ પ્રથમ વમન વિરેચન દ્વારા શુદ્ધિ કરાવી લેવી. અમ્લપિત્તમાં વમન વિરેચન હલકું હોવું જોઈએ પિત્ત શુદ્ધિ પછી, પિત્તશામક આહાર-વિહાર અને ઔષધો પ્રયોજવા જોઈએ. સૂતશેખર રસ એક ટેબ્લેટ સવારે, બપોરે અને રાત્રે લેવી અથવા લક્ષ્મીવિલાસ રસની ટેબ્લેટ પણ લઈ શકાય. અમ્લપિત્તના રોગીએ પિત્તશામક ઔષધોમાં અવિપત્તિકર ચૂર્ણ અડધીથી એક ચમચી જેટલું એક ગ્લાસ દૂધ સાથે દિવસમાં ત્રણથી ચાર વખતે લેવું જોઈએ. રાત્રે જો ઊંઘ ઊડી જાય તો રાત્રે પણ લેવું જોઈએ.
દૂધ, સાકર, ઘી અને શતાવરી આ ચારે દ્રવ્યો પિત્તશામક છે. એટલે એક ગ્લાસ દૂધમાં એક ચમચી સાકર એક ચમચી શતાવરી ચૂર્ણ અને બે ચમચી શુદ્ધ ઘી નાંખી સવારે અને રાત્રે પીવું જોઈએ. સિંધાલુણ ૧૦ ગ્રામ, ગંઠોડા ૨૦ ગ્રામ લીંડીપીપર ૩૦ ગ્રામ, ચવક ૪૦ ગ્રામ, ચિત્રક ૫૦ , સૂંઠ ૩૦ ગ્રામ, હીમેજ ૭૦ ગ્રામ, આ બધાં ઔષધોને ખૂબ ખાંડી ચૂર્ણ બનાવી લેવું. આનું નામ વડવાનલ ચૂર્ણ. અડધીથી એક ચમચી જેટલું આ ચૂર્ણ સવારે અને રાત્રે લેવાથી અજીર્ણ મટે છે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. આહાર પચવામાં હલકો, દ્રવ, શીતળ, તાજો અને સુપાચ્ય હોવો જોઈએ. તળેલી, તીખી, ખાટી, ખારી, વાસી, ઉષ્ણ, તીક્ષ્ણ અને સૂક્ષ્મ ગુણોવાળી ચીજો ખાવી નહીં. ટેન્શન, ઉજાગરા, બચવું. એસીડીટીમાં પરેજી ખારા, ખાટા અને તીખા પદાર્થોનું સેવન ઓછું કરવું. વાસી ખોરાક અને માદક પદાર્થો ન લેવા. દરેક વસ્તુ ચાવી ચાવીને ખાવી. હળવા-પ્રસન્ન ચીત્તે રહેવું અને વ્યસન છોડી દેવાં. બદામ, પીસ્તા, અખરોટ, મગફળી જેવો સુકો મેવો થોડા પ્રમાણમાં ખાવાથી એસીડીટીની અસર જતી રહે છે અને આ બધામાં કેલ્શીયમ હોવાથી દાંત મજબુત થાય છે. આમળાનો મુરબ્બો કે આમળાનું શરબત લેવાથી અમ્લપીત્તમાં લાભ થાય છે. લીંબુના ફુલ અને સંચળને આદુના રસમાં પીવાથી અમ્લપીત્ત મટે છે. સંતકૃપા ચુર્ણ પાણી અથવા લીંબુના શરબતમાં લેવાથી અમ્લપીત્તમાં લાભ થાય છે. અમ્લપીત્ત અને અલ્સર એ પીત્તનો રોગ હોવાથી દરેક જાતના ખાટા પદાર્થો- દહીં, છાશ, ટામેટાં, આમલી, કોકમ, લીંબુ, કાચી કેરી, કોઠું, ખાટાં ફળો,હાંડવો, ઢોકળાં, ઈડલી, ઢોંસા, બ્રેડ વગેરે આથાવાળા પદાર્થો બીલકુલ બંધ કરવા.
તળેલા, વાસી, ભારે, વાયડા, ચીકણાપદાર્થો, મરચું, મરી, લસણ, ડુંગળી, સુંઠ, પીપર, ગંઠોડા, આથાણું, રાયતું, પાપડ, સાકર, વરીયાળી, કાળી દ્રાક્ષ, ધાણા, જીરુ, પાકાં કેળાં, નાળીયેરનું પાણી- વગેરે બધું જ બંધ કરવું. દરરોજ ભોજન બાદ એક એક ચમચી હરડેનું ચુર્ણ મધ સાથે ચાટવાથી ચારેક દીવસમાં એસીડીટી મટે છે. લાંબા સમય સુધી પ્રયોગ કરવાથી એસીડીટી જડમુળથી જતી રહે છે. આખાં આમળાંને વરાળથી બાફી સાકરની ચાસણીમાં ડુબાડી રાખવાં. તેમાંથી રોજ એક આમળું સવારે ખાવાથી અમ્લપીત્ત મટે છે. કડવા પરવળ એટલે પટોલનાં પાનનો રસ પીવાથી એસીડીટી તરત જ શાંત થાય છે.
અરડુસી, ગળો, પીત્તપાપડો, લીમડાનીઅંતર્છાલ, કરીયાતુ, ભાંગરો, ત્રીફળા અને પરવળનાં પાન સરખા વજને લઈ અધકચરાં ખાંડી અડધા કપ મીશ્રણને બે ગ્લાસ પાણીમાં ઉકાળી અડધો કપ બાકી રહે ત્યારે ગાળી ઠંડુ પાડી મધ સાથે પીવાથી અમ્લપીત્ત મટે છે. આ ઉકાળામાં દશ ઔષધો હોવાથી એને દશાંગ ક્વાથ કહે છે. કાળી દ્રાક્ષ, સાકર, વરીયાળી અને ધાણાને પાણીમાં પલાળી ખુબ ચોળી, ગાળીને રાત્રે પીવાથી અમ્લપીત્તમાં ફાયદો થાય છે. અમ્લપીત્તને લીધે માથું એકદમ દુખતું હોય તો સાકરનું પાણી પીવાથી તરત જ ફાયદો થાય છે. શતાવરીનું ચુર્ણ ગાયના દુધમાં ઉકાળી એલચી અને સાકર નાખી પીવાથી અમ્લપીત્ત મટે છે. એસીડીટીની ફરીયાદ હોય તો દીવસમાં ત્રણ-ચાર વાર નાળીયેરનું પાણી પીવું.

