Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

૬૦ કલાકમાં પાકિસ્તાનમાં ધડાધડ ઉતર્યા ચીની-તુર્કીના લશ્કરી વિમાનો

ભારત માટે કેમ ચિંતાનું કારણ

પાકિસ્તાન ફાઇટર જેટ, એર-ડિફેન્સ સિસ્ટમ અને માનવરહિત પ્લેટફોર્મ જેવા લશ્કરી સાધનો માટે ચીન પર આધાર રાખે છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈસ્લામાબાદ, તા.૨૧ ઓગસ્ટ ૨૦૨૬ — પડોશી દેશ પાકિસ્તાન ફરી એકવાર ઓપરેશન સિંદૂરના સમયની યાદ અપાવે તેવો માહોલ સર્જાયો છે. સુરક્ષા સૂત્રોનો દાવો છે કે ૬૦ કલાકના સમયગાળામાં ચીન અને તુર્કીના ભારે મિલિટ્રી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટે પાકિસ્તાની એરબેઝ પર અનેક ઉડાન ભરી છે. ચીન અને તુર્કીના આ લશ્કરી વિમાનોની પ્રવૃત્તિએ પાકિસ્તાનમાં હલચલ મચાવી છે, જેના કારણે ભારતીય સુરક્ષા તંત્ર હાઇ એલર્ટ પર છે. આ કોઈ નિયમિત લશ્કરી પ્રવૃત્તિ તરીકે નહીં પરંતુ એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક લોજિસ્ટિકલ દબાણ તરીકે જોવામાં આવે છે.

ચીન અને તુર્કીથી પાકિસ્તાન તરફ લશ્કરી હવાઈ ટ્રાફિકમાં અચાનક વધારો એ ઇસ્લામાબાદમાં સંરક્ષણ સાધનોની સંભવિત ડિલિવરી અંગે નવા પ્રશ્નો ઉભા કર્યા છે. એક વરિષ્ઠ સુરક્ષા સોર્શને ટાંકીને, દ્ગીુજ૧૮ના અહેવાલમાં જણાવાયું છે કે ચીની લશ્કરી વિમાનો રાવલપિંડી નજીક પાકિસ્તાનના નૂર ખાન એરબેઝ અને કરાચીમાં મસરૂર એરબેઝ પર ઉતરતા જોવા મળ્યા હતા. તુર્કીના લશ્કરી પરિવહન વિમાનો પણ આમાં સામેલ હોવાના અહેવાલ છે.

સૂત્રોનો દાવો છે કે આ વિમાનોની ગતિવિધિઓ ડ્રોન અને અન્ય સંરક્ષણ સંબંધિત સામગ્રી જેવા સંરક્ષણ સાધનોના પુરવઠા સાથે જોડાયેલી હતી. આ પ્રવૃત્તિ પાકિસ્તાન, ચીન અને તુર્કી વચ્ચે વધતા ત્રિપક્ષીય સંરક્ષણ સંબંધો વચ્ચે થઈ રહી છે.

રિપોર્ટ સૂચવે છે કે ૬૦ કલાકના આ સઘન હવાઈ ઓપરેશનમાં ડ્રોન (ેંછફ) અને અન્ય ઘાતક લશ્કરી સાધનો પાકિસ્તાનને પહોંચાડવાનો સમાવેશ થાય છે. પાકિસ્તાન આધુનિક ચીની અને તુર્કી માનવરહિત હવાઈ વાહનો (ડ્રોન) પર તેની સેનાની નિર્ભરતા સતત વધારી રહ્યું છે. ગયા વર્ષે ઓપરેશન સિંદૂર દરમિયાન ચીન અને તુર્કીએ પણ પાકિસ્તાનને નોંધપાત્ર પ્રમાણમાં શસ્ત્રો પૂરા પાડ્યા હતા. તે સમયે ભારતે તુર્કી ડ્રોન અને ચીની મિસાઇલોને અસરકારક રીતે નિષ્ક્રિય કરી દીધા હતા.

આ અસામાન્ય ઘટનાક્રમ એવા સમયે થયો છે જ્યારે પાકિસ્તાન, તુર્કી અને સાઉદી અરેબિયાએ તાજેતરમાં મક્કા સંયુક્ત સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જેના હેઠળ ત્રણ દેશોમાંથી કોઈપણ એક પર લશ્કરી હુમલો તે બધા પર હુમલો માનવામાં આવશે. વધુમાં લગભગ ૨૦૦ પાકિસ્તાની એન્જિનિયરો પહેલાથી જ તુર્કીના અત્યાધુનિક દ્ભછછદ્ગ પાંચમી પેઢીના ફાઇટર જેટ પ્રોગ્રામ પર કામ કરી રહ્યા છે.

આ ઘટનાક્રમ ભારતીય સંરક્ષણ વિશ્લેષકો અને સુરક્ષા એજન્સીઓ માટે ખૂબ જ સંવેદનશીલ અને ચિંતાજનક છે. પાકિસ્તાન તેની ખોવાયેલી લશ્કરી ક્ષમતાઓને અપગ્રેડ કરવા ચીન અને તુર્કી સાથે તેની લશ્કરી જોડાણને સતત મજબૂત બનાવી રહ્યું છે.

ગયા વર્ષે ભારત-પાકિસ્તાન લશ્કરી મુકાબલા દરમિયાન પણ ચીની ઉડ્ડયન નિષ્ણાતોએ પાકિસ્તાનને સીધી તકનીકી સહાય પૂરી પાડી હતી. ચીન, તુર્કી અને પાકિસ્તાન વચ્ચેનું આ ત્રિપક્ષીય લશ્કરી જોડાણ, સરહદો નજીક વિમાનોનો જમાવડો સ્પષ્ટ સંદેશ આપે છે કે ભારતે તેની સુરક્ષા તૈયારીઓને વધુ મજબૂત બનાવવી જોઈએ.

Related posts

અમેરિકા હવે ઈરાન સામેનું યુદ્ધ સમેટી લેવા માગે છે?

Master Admin

પુતિનને વાતચીત કરી યુદ્ધ ખતમ કરવામાં જરાય રસ નહીં

Master Admin

‘ભારત-પાકિસ્તાન યુદ્ધ મેં અટકાવ્યું, નહીંતર કરોડો લોકો માર્યા ગયા હોત’

Master Admin

Leave a Comment

Translate »