Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

પરમાણુ હથિયાર છોડવા તૈયાર છે ઇરાન, અમેરિકા સાથે કરશે ડીલ

ટ્રમ્પનો સૌથી મોટો દાવો

ટ્રમ્પના મતે, અમેરિકાની સૈન્ય કાર્યવાહીઓએ તેહરાનની સૈન્ય ક્ષમતાઓને પાયમાલ કરી દીધી હોવાથી ઇરાન હવે નમવા મજબૂર બન્યું છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
વૉશિગ્ટન, તા.૯ જૂન ૨૦૨૬ — અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઇરાન પરમાણુ હથિયારો મેળવવાની તેની જીદ છોડવા અને યુનાઇટેડ સ્ટેટ્‌સ સાથે એક મોટી ડીલ પર હસ્તાક્ષર કરવા તૈયાર થઈ ગયું છે. ટ્રમ્પના મતે, અમેરિકાની સૈન્ય કાર્યવાહીઓએ તેહરાનની સૈન્ય ક્ષમતાઓને પાયમાલ કરી દીધી હોવાથી ઇરાન હવે નમવા મજબૂર બન્યું છે.સાઉથ કેરોલિનાના સેનેટર લિન્ડસે ગ્રેહામ માટે આયોજિત એક વર્ચ્યુઅલ ટેલિ-રેલી દરમિયાન સંબોધન કરતા ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન, ચાલી રહેલી વાટાઘાટો અને મધ્ય-પૂર્વની સુરક્ષા સ્થિતિ પર વિસ્તારપૂર્વક વાત કરી હતી. તેમણે જણાવ્યું કે અમે અત્યારે વાટાઘાટો કરી રહ્યા છીએ અને ઇરાન એક બહુ જ સારી ડીલ કરવા ઈચ્છે છે. તેઓ આપણને બધું જ આપવા માટે તૈયાર છે. તેઓ પરમાણુ હથિયાર ન રાખવાની શરત સ્વીકારવા પણ તૈયાર છે. ઇરાન પાસે પરમાણુ હથિયાર હોઈ જ ન શકે અને આ બાબત બહુ સરળ અને સ્પષ્ટ છે. પોતાની આક્રમક શૈલીમાં બોલતા પ્રમુખ ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે અમેરિકન સૈન્ય કાર્યવાહીએ ઇરાનના સૈન્ય ઇન્ળાસ્ટ્રક્ચરને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. તેમણે ઉમેર્યું કે, અમે તેમના સૈન્યને તોડી પાડ્યું છે. અમે તેમની નેતાગીરી સહિત જે પણ કંઈ બરબાદ થઈ શકે તેમ હતું તે બધું જ નેસ્તનાબૂદ કરી દીધું છે. તેમની નેવી હવે સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ છે. તેમની પાસે ૧૫૯ જહાજો હતા અને અત્યારે દરેક જહાજ પાણીની અંદર છે. ટ્રમ્પે આ વાટાઘાટોમાંથી ખૂબ જ સાનુકૂળ પરિણામ આવવાની ભવિષ્યવાણી કરી છે અને કહ્યું છે કે ટૂંક સમયમાં જ સત્તાવાર રીતે વિજયની જાહેરાત થઈ શકે છે. ટ્રમ્પે કહ્યું કે, હું માનું છું કે આપણે આ લડાઈ જીતી રહ્યા છીએ, પરંતુ આગામી ૨ અઠવાડિયામાં જ્યારે આપણે સંપૂર્ણ વિજય જાહેર કરીશું ત્યારે આપણે સાચા અર્થમાં જીતીશું. જે બાદ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો પણ નીચે આવી જશે.

Related posts

રશિયા-યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ, ૧૫ લોકોના મોત

Master Admin

‘અમે ટ્રમ્પને મારી નાખીશું’, ઈરાને બેનર લગાવી આપી ખુલ્લી ધમકી

Master Admin

મિડલ ઈસ્ટ સંઘર્ષ અંગે મોદીની શાંતિ અને સંવાદની અપીલ

Master Admin

Leave a Comment

Translate »