Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

રશિયા-યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ, ૧૫ લોકોના મોત

ઓઈલના ઠેકાણાઓ પર હુમલા બાદ નવું ઊર્જા સંકટ

રશિયાએ કઝાકિસ્તાનની તેલ પાઇપલાઇન પર યુક્રેન દ્વારા કરવામાં આવેલા હુમલાને ઊર્જા આતંકવાદ ગણાવ્યો

(સંપૂર્ણ સમાચાર સેવા)
મોસ્કો, તા.૨૬ જુલાઈ ૨૦૨૬ –– રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હુમલાઓનો સિલસિલો યથાવત છે. તાજેતરના હુમલાઓમાં કુલ ૧૫ લોકોના મોત નીપજ્યા છે. શનિવારે રશિયાના કબજા હેઠળના ઝાપોરિઝિ્‌ઝયા વિસ્તારમાં આવેલા હોલિડે કેમ્પ પર યુક્રેને કરેલા હુમલામાં ૧૨ લોકોના મોત થયા હતા, જ્યારે યુક્રેનના ઉત્તર-પૂર્વીય સુમી વિસ્તારમાં રશિયન ડ્રોન હુમલામાં ૩ લોકોના મોત થયા હોવાનું સત્તાધીશોએ જણાવ્યું છે.

બીજી તરફ, રશિયાએ કઝાકિસ્તાનના કેસ્પિયન પાઇપલાઇન કન્સોર્ટિયમ (ઝ્રઁઝ્ર) પર યુક્રેન દ્વારા કરવામાં આવેલા હુમલાને ઊર્જા આતંકવાદ ગણાવ્યો છે.

રશિયાનું કહેવું છે કે ઈરાન યુદ્ધના કારણે પહેલેથી જ કાચા તેલના પુરવઠામાં ઘટાડો થયો છે, ત્યારે યુક્રેનના આ હુમલાથી મુશ્કેલીઓમાં વધુ વધારો થશે. ગુરુવારે યુક્રેને આ પાઇપલાઇન પર ડ્રોન હુમલો કર્યો હતો, જેના પછી તેલનો પુરવઠો ઘટાડી દેવામાં આવ્યો છે.

આ પાઇપલાઇનમાંથી વિશ્વના કુલ તેલ નિકાસના ૨ ટકા હિસ્સાનું વહન થાય છે. રશિયન પ્રમુખ કાર્યાલય ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે તેલ પુરવઠા માટે ઝ્રઁઝ્ર એ કઝાકિસ્તાન, રશિયા અને અમેરિકાનું સંયુક્ત સાહસ છે. શુક્રવારે કાળા સમુદ્રમાં (મ્ઙ્મટ્ઠષ્ઠા જીીટ્ઠ) સ્થિત આ તેલ નિકાસ ટર્મિનલને સંપૂર્ણપણે ઠપ કરી દેવામાં આવ્યું છે. આ ટર્મિનલ પરથી નિકાસ અટકવાને કારણે વૈશ્વિક તેલ બજાર પર મોટી અસર પડશે. રશિયાએ સ્પષ્ટ કર્યું છે કે યુક્રેનનું આ કૃત્ય વૈશ્વિક ઊર્જા સ્ત્રોતોને જોખમમાં મૂકતો આતંકવાદી હુમલો છે.

Related posts

હોર્મુઝ સ્ટ્રેટ અંગે ટ્રમ્પની નવી જાહેરાતથી દુનિયા સ્તબ્ધ

Master Admin

રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, ત્રણના મોત

Master Admin

‘જરાય શરમ રહી નથી, જોકરોનો શૉ ચાલી રહ્યો છે’ : ઓબામા

Master Admin

Leave a Comment

Translate »