Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, ત્રણના મોત

૨૧ અન્ય ઘાયલ થયા હતા

આ હુમલામાં રેસ્ટોરન્ટના આઉટડોર ટેરેસ પર એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપી રહેલા મહેમાનોને નિશાન બનાવાયા

(સંપૂર્ણ સમાચાર સેવા)
મોસ્કો, તા.૨ ઓગસ્ટ ૨૦૨૬ — રશિયાની રાજધાની મોસ્કોમાં શનિવારે (૧ ઓગસ્ટ) સાંજે એક રેસ્ટોરન્ટ નજીક થયેલા વિસ્ફોટમાં ૩ લોકોના મોત થયા છે, જ્યારે ૨૧ લોકો ઘાયલ થયા છે. રશિયન અધિકારીઓના જણાવ્યા મુજબ, મધ્ય મોસ્કોમાં એક ખાનગી કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે આ વિસ્ફોટ થયો હતો. ઘટના દરમિયાન ઘરેલું રીતે તૈયાર કરાયેલા બોમ્બ સાથે પહોંચેલી એક મહિલાનું પણ ઘટનાસ્થળે મોત થયું હતું.

રોયટર્સ દ્વારા રશિયન સમાચાર એજન્સી RIA Novostiને ટાંકીને જણાવાયું છે કે, દેશની નેશનલ એન્ટી-ટેરરિઝમ કમિટીએ જણાવ્યું હતું કે એક અજાણી મહિલા કુદ્રિન્સ્કાયા સ્ક્વેર સ્થિત બાલ્ઝી રૉસી રેસ્ટોરન્ટમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહી હતી. જોકે, સુરક્ષા ગાર્ડે તેને રોકી હતી. મહિલા પાસે ઇમ્પ્રોવાઇઝ્‌ડ એક્સપ્લોસિવ ડિવાઇસ (IED) હતું, જે રેસ્ટોરન્ટમાં પ્રવેશતા પહેલાં જ ફાટી ગયું. વિસ્ફોટમાં મહિલા, તેને રોકનાર સુરક્ષા ગાર્ડ અને એક ગ્રાહકના મોત થયા હતા.

રશિયન અધિકારીઓએ મહિલાની ઓળખ જાહેર કરી નથી અને તેણે આ પગલું શા માટે ભર્યું તે અંગે પણ કોઈ માહિતી આપી નથી. તેમજ તેણે જાણબૂઝીને વિસ્ફોટ કર્યો હતો કે નહીં તે પણ હજુ સ્પષ્ટ નથી. શરૂઆતમાં કેટલાક મીડિયા અહેવાલોમાં વિસ્ફોટનું કારણ ગેસ સિલિન્ડર ફાટવું હોવાનું જણાવાયું હતું, પરંતુ બાદમાં રશિયન એન્ટી-ટેરરિઝમ કમિટીએ સ્પષ્ટ કર્યું કે આ ૈંઈડ્ઢનો વિસ્ફોટ હતો. રશિયાના બિઝનેસ અખબાર કોમર્સેન્ટના અહેવાલ મુજબ, હુમલાનું નિશાન રેસ્ટોરન્ટની બહારની ટેરેસ પર યોજાયેલા એક ખાનગી કાર્યક્રમમાં હાજર મહેમાનો હતા. અખબારે સૂત્રોના હવાલાથી જણાવ્યું કે કાર્યક્રમ દરમિયાન સુરક્ષાના કડક બંદોબસ્તને કારણે વધુ મોટી જાનહાનિ ટળી હતી.

અહેવાલ અનુસાર, મહિલા એક બોક્સ લઈને આવી હતી, જેના પર સુરક્ષા ગાર્ડને શંકા ગઈ હતી. પૂછપરછ દરમિયાન મહિલાએ જણાવ્યું હતું કે તેમાં ભેટ (ગિફ્ટ) છે. ગાર્ડે તેની તપાસ કરવાનો પ્રયાસ કરતાં જ તે ડિવાઇસમાં વિસ્ફોટ થયો. તપાસકર્તાઓનું માનવું છે કે બોમ્બને દૂરથી સક્રિય કરીને વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. અહેવાલમાં એવું પણ જણાવાયું છે કે મહિલાને કદાચ એ વાતની જાણ નહોતી કે તે પેકેજની અંદર શું હતું.

Related posts

કેટલો ખતરનાક છે ઇબોલા વાયરસ, જેનાથી કોંગોમાં ૮૦ લોકોના મોત

Master Admin

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ દુનિયા પર ભારે પડી રહ્યું છે

Master Admin

ગાઝા બોર્ડ ઓફ પીસ બોર્ડમાં સામેલ થવા ફ્રાસ અને કેનેડાનો ઇનકાર

Master Admin

Leave a Comment

Translate »