Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City NewsCrime

અમદાવાદમાં ૪ યુવકોએ સગીરને નગ્ન કરી દોડાવ્યો

૨ મહિના પહેલા બનેલી ઘટનાનો લીધો તાલિબાની બદલો

આરોપીઓની ગણતરીના કલાકોમાં જ અટકાયત કરી લીધી છે અને અન્યની શોધખોળ હાથ ધરી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૯ જૂન ૨૦૨૬ — અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં બે મહિના અગાઉ થયેલી મારપીટનો બદલો લેવા માટે એક સગીરને જાહેરમાં નગ્ન કરી દોડાવવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે વાડજ પોલીસે ગુનો નોંધીને પાંચ પૈકીના બે આરોપીઓની ગણતરીના કલાકોમાં જ અટકાયત કરી લીધી છે અને અન્યની શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, દુધેશ્વર વિસ્તારમાં બે મહિના અગાઉ રોહિત (નામ બદલ્યું છે)નામના યુવકને એક સગીર સહિત કેટલાક શખસોએ જાહેરમાં પકડી લીધો હતો. તે સમયે મોહિતના શર્ટ-પેન્ટ કઢાવી, તેને નીચે બેસાડીને માફી મંગાવવામાં આવી હતી.

એટલું જ નહીં, રોહિતને દંડા અને બેલ્ટથી ફટકારી તેનો વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો,

જોકે, તે સમયે ડરના કારણે પોલીસ ફરિયાદ થઈ નહોતી. આ જ અપમાનનો બદલો લેવા રોહિત અને તેના મિત્રો મોકો શોધી રહ્યા હતા.

ગઈકાલે (આઠમી જૂન) રોહિત (નામ બદલ્યું છે)ને માર મારનારાઓમાંથી સગીરને ઇન્કમટેક્સ ચાર રસ્તા પાસે આવેલા એક પાન પાર્લર નજીક ઊભો હતો. આ દરમિયાન જૂની અદાવતની આક્રોશમાં રોહિત અને તેના ચાર મિત્રોએ સગીર પર હુમલો કરી દીધો હતો.

પાંચેય જણાએ સગીરને બેરહેમીથી ફટકારીને તેના કપડાં કાઢી નાખ્યા હતા અને તેને નગ્ન હાલતમાં રસ્તા પર દોડાવ્યો હતો. ભયભીત સગીર જીવ બચાવવા દોડ્યો તો આ ટોળકીએ પાછળ પડીને તેને માર માર્યો હતો. આસપાસના લોકો એકઠા થઈ જતાં આરોપીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. આ મામલે સગીરના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Related posts

ગુજરાતમાં 7 મે ‘ગૌ સમ્માન દિવસ’: 268 તાલુકાઓમાં પ્રાર્થના પત્ર અભિયાન, કેન્દ્રીય કાનૂનની ઉઠી માંગ

Master Admin

ઘીકાંટા વિસ્તારમાંથી ૧૨ લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે ઝડપાયા

Master Admin

રોકાણની સામે ૧૦ ટકા વળતરની લાલચમાં ચાંદખેડાના વૃદ્ધે રૂપિયા ૩૦ લાખ ગુમાવ્યા

Master Admin

Leave a Comment

Translate »