Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City NewsEducation

જય જલિયાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા “સરસ્વતી સન્માન સમારંભ – ૨૦૨૬”નું ભવ્ય આયોજન

શૈક્ષણિક સિદ્ધિ મેળવનાર લોહાણા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન

અમદાવાદ, ગુજરાત | ૨૩મી ઓગસ્ટ ૨૦૨૬ | જય જલિયાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ – અમદાવાદ દ્વારા લોહાણા સમાજના ધોરણ ૧ થી ૧૨ના તેજસ્વી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે “સરસ્વતી સન્માન સમારંભ – ૨૦૨૬”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદના શ્રી મહેંદી નવાઝ જંગ હોલ, પાલડી ચાર રસ્તા, પાલડી ખાતે યોજાયેલા આ સમારંભમાં  સંતશ્રી ભાણ સાહેબનું સમાધિસ્થાન – કમીજલા ના ગુરુ ગાદીપતિ પૂજ્ય  સંતશ્રી જાનકીદાસ બાપુ –

શ્રી જ્યોતિબેન કોટક – ઓર્થોપેડિક સર્જન ડો. સુલય સચદેવ – શ્રી હિમાંશુભાઈ ઠક્કર – શ્રી નિરવભાઈ ઠક્કર – શ્રી મહેન્દ્રભાઈ રાયચા – શ્રી અંજનભાઈ કોટક તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ, સમાજના આગેવાનો, દાતાશ્રીઓ તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનો પ્રારંભ  દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ ક્ષેત્રે વધુ પ્રગતિ કરવા માટે પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સમારંભ દરમિયાન ધોરણ ૧ થી ૧૨માં શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું ટ્રોફી, પ્રમાણપત્ર તથા પુસ્તક દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવતા વક્તાઓએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય છે અને તેમને પ્રોત્સાહન આપવાથી સમાજ તથા રાષ્ટ્રની પ્રગતિનો માર્ગ વધુ મજબૂત બને છે.

સમારંભમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક અને પ્રેરણાદાયી કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા, જેને ઉપસ્થિત સૌએ ઉત્સાહપૂર્વક વધાવી લીધા હતા.

સમારંભને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓ, વાલીઓ, શિક્ષકો, સમાજના આગેવાનો, સ્વયંસેવકો તથા કાર્યક્રમ સાથે જોડાયેલા તમામ સહયોગીઓનો ટ્રસ્ટના હોદ્દેદારો દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં  આવ્યો હતો.

== સમાપ્ત ==

Related posts

મણીનગર ચેટીચંદ મહોત્સવ 2026ની ભવ્ય ઉજવણી, શોભાયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમો

Master Admin

અમદાવાદ ડિઝાઇન વીક 7.0નો શુભારંભ: ગ્લોબલ લીડર્સએ એથિકલ AI અને માનવ-કેન્દ્રિત ડિઝાઇન માટે આહ્વાન કર્યું

Master Admin

હિન્દુ સનાતન ધર્મના સંસ્કારો અને પરંપરાઓને ઉજાગર કરતો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાયો

Master Admin

Leave a Comment

Translate »