Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessCity Newsentertainment

સાચી એન્ટરટેઇનમેન્ટ અને પાર્શ્વ જ્વેલરી હાઉસ દ્વારા સિટીના રોકસ્ટાર જીગરદાન ગઢવીના સૂરે ‘સાચી નવરાત્રી 2026’નું ભવ્ય આયોજન

ગરબા સાથે ભક્તિ અને પરંપરા સાથે પ્રીમિયમ અનુભવનો અનોખો સંગમ એટલે “સાચી નવરાત્રી”

અમદાવાદ, ગુજરાત | ૦૭ ઓક્ટોબર ૨૦૨૬ | નવરાત્રીના પાવન પર્વને વધુ ભવ્ય, આધ્યાત્મિક અને પ્રીમિયમ અનુભવ સાથે ઉજવવા માટે સાચી એન્ટરટેઇનમેન્ટ અને પાર્શ્વ જ્વેલરી હાઉસ દ્વારા ‘સાચી નવરાત્રી 2026’નું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન 10 ઑક્ટોબરથી 19 ઑક્ટોબર 2026 દરમિયાન ન્યૂ સાયન્સ સિટી રોડ, અમદાવાદ ખાતે કરવામાં આવશે.

‘સાચી નવરાત્રી 2026’ની સૌથી વિશેષ વાત એ છે કે જાણીતા ગુજરાતી ગાયક અને સિટીના રોકસ્ટાર જિગરદાન ગઢવી નવલી નવરાતના 10 દિવસ દરમિયાન માં અંબાના ગરબા ગાઈને શક્તિ અને ભક્તિના રંગમાં રંગાઈને ખેલૈયાઓને ગરબે ઝૂમાવશે, સાચી નવરાત્રિમાં જિગરદાન ગઢવીના સૂર દ્વારા ગરબા પ્રેમીઓને 10 દિવસ સુધી સંગીત અને ગરબાનો ખાસ અનુભવ મળશે.

બોક્સ : શક્તિપીઠ દર્શન બનશે આધ્યાત્મિક આકર્ષણ

‘સાચી નવરાત્રી 2026’માં 51 શક્તિપીઠ દર્શન ખાસ આધ્યાત્મિક આકર્ષણ તરીકે રજૂ કરવામાં આવશે. નવરાત્રીના પાવન દિવસોમાં ભક્તિ અને શક્તિની અનુભૂતિ કરાવતો આ વિશેષ અનુભવ કાર્યક્રમને અન્ય ગરબા આયોજનો કરતાં અલગ બનાવશે.

સંપૂર્ણ AC ડોમમાં પ્રીમિયમ ગરબાનો અનુભવ

ગરબા પ્રેમીઓ માટે અહીં ગુજરાતના સૌથી મોટા સંપૂર્ણ એર-કન્ડિશન્ડ (AC) ડોમ ગરબા અનુભવોમાંનો એક તૈયાર કરવામાં આવી રહ્યો છે. વિશાળ અને પ્રીમિયમ ફુલ્લી AC ગરબા ડોમ સાથે ગરબાની મજા આરામદાયક વાતાવરણમાં માણી શકાશે.

આ ઉપરાંત, મુલાકાતીઓ માટે અલગથી સંપૂર્ણ એર-કન્ડિશન્ડ ફૂડ ડોમની પણ વ્યવસ્થા કરવામાં આવશે, જ્યાં વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ ફૂડનો આનંદ લઈ શકાશે.

પ્રી-નવરાત્રીની ખાસ ઉજવણી

નવરાત્રીના મુખ્ય દિવસો પહેલાં 10 ઑક્ટોબર 2026ના રોજ ખાસ પ્રી-નવરાત્રી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે ‘સાચી નવરાત્રી 2026’ના ભવ્ય મહોત્સવનો પ્રારંભ થશે.

પાર્કિંગની વિશેષ સુવિધા

મહેમાનોની સુવિધાને ધ્યાનમાં રાખીને વિશાળ પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. VIP મહેમાનો માટે વેલેટ પાર્કિંગની વ્યવસ્થા રહેશે, જ્યારે અન્ય ઉપસ્થિત લોકો માટે પ્રી-બુક કરી શકાય તેવા પાર્કિંગ સ્લોટ્સની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. ‘સાચી નવરાત્રી 2026’નો ઉદ્દેશ માત્ર ગરબાનું આયોજન કરવાનો નથી, પરંતુ ગરબા, ભક્તિ, સંગીત, સ્વાદિષ્ટ ભોજન અને આરામદાયક પ્રીમિયમ સુવિધાઓને એક જ સ્થળે એકત્રિત કરીને એક યાદગાર નવરાત્રી અનુભવ આપવાનો છે.

== સમાપ્ત ==

Related posts

કોઈનસ્વિચ કેર્સની જાહેરાત: ક્રિપ્ટો લૉસ રિકવરી માટે ₹600 કરોડ

Reporter1

એલડીએલ કોલેસ્ટ્રોલ અંગેની 5 સામાન્ય માન્યતાઓનો પર્દાફાશ: ‘સારું લાગવું’ એનો અર્થ એ નથી કે તમારું હૃદય સુરક્ષિત છે

Master Admin

શું શીખવું તે અનુમાન કરીને કંટાળી ગયા છો? તમારી કારકિર્દીમાં અલગ દેખાવા માટે અહીં 5 કૌશલ્યના સ્ટેક્સ છે: LinkedIn

Master Admin

Leave a Comment

Translate »