Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessnational

ગ્રાહકો દ્વારા પસંદ કરાયેલ, એમેઝોન ઈન્ડિયાએ તેની ‘બેસ્ટ ઈન ટેક એવોર્ડ્સ 2026’ની બીજી આવૃત્તિના વિજેતાઓની ઘોષણા કરી

  • સ્માર્ટફોન, ટીવી, ટેબ્લેટ અને વેરેબલ્સ જેવા ઉપકરણોના વેચાણમાં સેમસંગ, શાઓમી અને વનપ્લસ એ મોટી સફળતા મેળવી છે, જેની સાથે જ સોની, LG, HP, લેનોવો, આસુસ, iQOO, હાઈસેન્સ, લ્યુમિયો અને લાવા એ પણ સારું વેચાણ નોંધાવ્યું.
  • ‘સ્માર્ટફોન ઓફ ધ યર’ તરીકે ગેલેક્સી S26 અલ્ટ્રા, ‘સૌથી વિશ્વસનીય ટીવી’ તરીકે સોની બ્રાવિઆ 2M2, ‘સ્માર્ટચોઇસ લેપટોપ’ તરીકે આસુસ ઝેનબુક 14, ‘શ્રેષ્ઠ હાઇ-પરફોર્મન્સ ટેબ્લેટ’ તરીકે વનપ્લસ પેડ 4 અને ‘રોજિંદા ઉપયોગ માટે શ્રેષ્ઠ સ્માર્ટવોચ’ તરીકે સેમસંજ ગેલેક્સી Watch9 ને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા.
  • કિચન અને લોન્ડ્રી, નવા રેફ્રિજરેટર અને AC માં વીજળીની બચત માટે બોશ, હાયર અને ડાઇકિને હોમ એપ્લાયન્સ વિજેતાઓ તરીકે ઉભરી આવ્યા.
  • ઓડીઓની વાત કરીએ તો એકોસ્ટિક શ્રેષ્ઠતા અને ઑડિઓફાઇલ સાઉન્ડ માટે બોસ અને સેન્હાઇઝરે સફળતા મેળવી, જ્યારે કેનનને વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી માટે શ્રેષ્ઠ કૅમેરાનો એવોર્ડ મળ્યો.
  • 8 ઓક્ટોબરથી શરૂ થતા ‘એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2026’ દરમિયાન ગ્રાહકો વર્ષની શ્રેષ્ઠ ટેક પ્રોડક્ટ્સની ખરીદી આકર્ષક કિંમતોએ કરી શકે છે.

બેંગલુરુ | ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૬ | એમેઝોન ઈન્ડિયાએ દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં તેના ‘બેસ્ટ ઈન ટેક એવોર્ડ્સ’ (BITA)ની બીજી આવૃત્તિના વિજેતાઓની ઘોષણા કરી. આ એવોર્ડ્સ સ્માર્ટફોન, TV, લેપટોપ, ટેબ્લેટ અને વેરેબલ્સ તેમજ ઓડિયો, કેમેરા અને હોમ એપ્લાયન્સિસ સહિત વર્ષની શ્રેષ્ઠ કન્ઝ્યુમર ટેક્નોલોજીને સન્માનિત કરે છે. વિજેતાઓ ત્રણ તબક્કામાં નક્કી કરવામાં આવ્યા હતા: બજારના વિશ્લેષણ દ્વારા દરેક શ્રેણીમાં સર્વોચ્ચ રેટિંગ ધરાવતા ઉત્પાદનોની ઓળખ કરવામાં આવી, જેના પછી એક જ્યુરીએ તેમનું મૂલ્યાંકન કરીને શોર્ટલિસ્ટ કર્યા અને ગ્રાહકોએ નિર્ણાયક મત આપ્યો. 8 ઓક્ટોબરથી શરૂ થતા ‘એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2026’ દરમિયાન ગ્રાહકો વર્ષના શ્રેષ્ઠ ટેક ઉત્પાદનોની ખરીદી આકર્ષક કિંમતોએ કરી શકે છે.

“ટૂંકા સમયમાં જ, ‘ધ બેસ્ટ ઇન ટેક એવોર્ડ્સ’ ભારતમાં કન્ઝ્યુમર ટેક્નોલોજી માટે એક માપદંડ બની ગયા છે. દરેક વિજેતાએ બે વખત પોતાનું સ્થાન મેળવ્યું છે—સૌપ્રથમ Amazon.in પર સૌથી વધુ રેટિંગ મેળવનાર ઉત્પાદનોમાંના એક તરીકે અને ત્યારબાદ ગ્રાહકોના મત દ્વારા. તેની માત્ર બીજી આવૃત્તિમાં જ, BITA એ ગ્રાહકોને પસંદ આવતા ઉત્પાદનોની ઉજવણી કરવા માટે ટેક્નોલોજી ક્ષેત્રના અગ્રણી નામોને એકસાથે લાવ્યા છે. તેમજ, ‘એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ’ને ધ્યાનમાં રાખીને, તે ગ્રાહકોને આ વર્ષે ખરીદવા માટેના શ્રેષ્ઠ ટેક ઉત્પાદનોની વિશ્વસનીય શોર્ટલિસ્ટ ઉપલબ્ધ કરાવે છે,” એમ ઝેબા ખાન, ડિરેક્ટર – કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, એમેઝોન ઇન્ડિયાએ જણાવ્યું.

આ વર્ષના વિજેતાઓમાં મુખ્ય ઉત્પાદનોના લોન્ચિંગથી લઈને રોજિંદા જીવનની પસંદગીની વસ્તુઓનો સમાવેશ થાય છે. સેમસંગ ગેલેક્સી S26 અલ્ટ્રાને ‘સ્માર્ટફોન ઓફ ધ યર’ જાહેર કરવામાં આવ્યો, ગેલેક્સી Z ફોલ્ડ8 એ ‘બેસ્ટ ફોલ્ડેબલ સ્માર્ટફોન’નો ખિતાબ મેળવ્યો અને શાઓમી 17 સિરીઝે ‘બેસ્ટ કેમેરા સ્માર્ટફોન’નો એવોર્ડ જીત્યો. TV ની વાત કરીએ તો, સોની બ્રાવિઆ 2M2 ને ‘મોસ્ટ ટ્રસ્ટેડ TV ઓફ ધ યર’ નો ખિતાબ મળ્યો, જ્યારે સ્થાનિક બ્રાન્ડ લુમીઓએ તેના Vision 9 માટે ‘મોસ્ટ ટ્રેન્ડિંગ TV ઓફ ધ યર’ નો એવોર્ડ જીત્યો. મેટા રે-બેન સ્માર્ટ ગ્લાસીસ (જનરેશન 2) ને ‘બ્રેકથ્રુ પ્રોડક્ટ ઓફ ધ યર’ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

નીચે ‘બેસ્ટ ઇન ટેક એવોર્ડ્સ 2026’ના મુખ્ય વિજેતાઓની યાદી આપવામાં આવી છે.

સ્માર્ટફોન્સ:

  • સ્માર્ટફોન ઓફ ધ યર: સેમસંગ ગેલેક્સી S26 અલ્ટ્રા
  • બેસ્ટ ફોલ્ડેબલ સ્માર્ટફોન: સેમસંગ ગેલેક્સી Z Fold8 5G
  • બેસ્ટ કેમેરા સ્માર્ટફોન: શાઓમી 17 સિરીઝ
  • બેસ્ટ ગેમિંગ સ્માર્ટફોન: iQOO 15R
  • એન્ડ્યુરન્સ ચેમ્પિયન – બેટરી પાવરહાઉસ: વનપ્લસ નોર્ડ 6
  • બેસ્ટ ડેબ્યૂ સ્માર્ટફોન સિરીઝ: વનપ્લસ N સિરીઝ
  • હિડન જેમ ઓફ ધ યર: લાવા બોલ્ડ N2 5G

લેપટોપ્સ અને ટેબ્લેટ્સ:

  • બેસ્ટ લેપટોપ ફોર સ્ટુડેંટ્સ: ડેલ 15, ઇન્ટેલ i5 13th Gen
  • બેસ્ટ હાઈ-પરફોર્મન્સ લેપટોપ (નોન-ગેમિંગ): HP ઓમ્નીબૂક 5, સ્નેપડ્રેગન X
  • અલ્ટીમેટ પરફોર્મન્સ ગેમિંગ લેપટોપ: HP HyperX Omen, RTX 5060
  • સ્માર્ટચોઈસ લેપટોપ ઓફ ધ યર: આસુસ ઝેનબુક 14, ઇન્ટેલ અલ્ટ્રા 9
  • બેસ્ટ હાઈ-પરફોર્મન્સ ટેબ્લેટ ઓફ ધ યર: વનપ્લસ પેડ 4
  • બ્રેક-થ્રુ પ્રોડક્ટ ઓફ ધ યર (ટેબ્લેટ): શાઓમી પેડ 8

TV અને હોમ એન્ટરટેઈનમેન્ટ:

  • બેસ્ટ વેલ્યુ-ફોર-મની ટીવી ઓફ ધ યર: શાઓમી 55 ઇંચ FX પ્રો QLED અલ્ટ્રા HD 4K સ્માર્ટ ફાયર TV
  • મોસ્ટ ટ્રસ્ટેડ TV ઓફ ધ યર: Sony 55-ઇંચ બ્રાવિઆ 2M2 સિરીઝ 4K અલ્ટ્રા HD સ્માર્ટ LED ગૂગલ TV
  • કૅસ્ટમર ચોઈસ TV ઓફ ધ યર: TCL 55 ઇંચ 4K UHD સ્માર્ટ QLED ગુગલ TV
  • AI ચેમ્પિયન ટીવી ઓફ ધ યર: LG 65 ઇંચ NU87 AI સિરીઝ નેનો 4K અલ્ટ્રા HD
  • બેસ્ટ લાર્જ સ્ક્રીન TV ઓફ ધ યર: હાઇસેન્સ 215 સેમી (85 ઇંચ) ULED મીનીએલઇડી સ્માર્ટ AI TV

વેરેબલ્સ:

  • રોજિંદા ઉપયોગ માટે બેસ્ટ સ્માર્ટવોચ: સેમસંગ ગેલેક્સી Watch9
  • બ્રેક-થ્રુ પ્રોડક્ટ ઓફ ધ યર: મેટા રે-બેન સ્માર્ટ ગ્લાસીસ (Gen 2)
  • બેસ્ટ સ્માર્ટ રિંગ ઓફ ધ યર: ઓરા રિંગ 4

પર્સનલ ઓડિયો:

  • બેસ્ટ વેલ્યુ ફોર મની TWS: બોટ એરડ્રોપ્સ 222
  • બેસ્ટ ઓલ-ઇન-વન TWS: સેમસંગ ગેલેક્સી બડસ કોર
  • બ્રેક થ્રુ પ્રોડક્ટ ઓફ ધ યર (TWS): વનપ્લસ બડસ 4
  • એકોસ્ટિક એક્સેલન્સ એવોર્ડ (TWS): બોસ ક્વાયટકમ્ફર્ટ અલ્ટ્રા 2
  • એકોસ્ટિક એક્સેલન્સ એવોર્ડ (હેડફોન્સ): સોની WH 1000X THE COLLEXION

ફોટોગ્રાફી:

  • સૌથી વધુ પસંદ કરાયેલ એક્શન કેમેરા: GoPro HERO12 વોટરપ્રૂફ એક્શન કેમેરા
  • બેસ્ટ પ્રીમિયમ એક્શન કેમેરા કિટ: DJI ઓસ્મો એક્શન 6 એડવેન્ચર કોમ્બો
  • વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી માટે બેસ્ટ કેમેરા: કેનન EOS R5 Mark II ફુલ-ફ્રેમ મિરરલેસ કેમેરા
  • બેસ્ટ વ્લોગિંગ કેમેરા ઓફ ધ યર: સોની આલ્ફા ZV-E10M2K મિરરલેસ વ્લોગ કેમેરા

હોમ એપ્લાયન્સિસ:

  • વિશ્વાસનું સુવર્ણ ધોરણ: LG
  • રેફ્રિજરેટર્સમાં શ્રેષ્ઠ મૂલ્ય અને નવીનતા: હાયર
  • શ્રેષ્ઠ કક્ષાના કિચન અને લોન્ડ્રી ઉપકરણો: બોશ

કાર્યક્રમના તમામ વિજેતાઓને જોવા માટે અહીં ક્લિક કરો.

મૂલ્યાંકન અગાઉ, Amazon.in એ ‘બેસ્ટ ઇન ટેક સર્વે’ હાથ ધર્યો હતો, જેમાં સ્માર્ટફોન, લેપટોપ, ટેબ્લેટ, સ્માર્ટ TV અને સ્માર્ટ એપ્લાયન્સિસ જેવા કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સની ખરીદી કરતી વખતે ગ્રાહકો કયા પરિબળોને ધ્યાનમાં લે છે તે સમજવા માટે 40,000થી વધુ ગ્રાહકોના જવાબ એકત્રિત કરવામાં આવ્યા હતા. આ સમજણથી ટેકનોલોજીની વિવિધ શ્રેણીઓમાં ગ્રાહકોની બદલાતી પસંદગીઓ વિશે ઊંડી સમજ પ્રાપ્ત થઈ.

શોર્ટલિસ્ટિંગ પ્રક્રિયાના ભાગરૂપે, Amazon.in પર ગ્રાહકોના ચકાસાયેલ રિવ્યૂ, રેટિંગ્સ અને ખરીદીની વર્તણૂકને આધારે ઉત્પાદનોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, ટેક્નોલોજીના નિષ્ણાતોની 10 સભ્યોની જ્યુરીએ શોર્ટલિસ્ટ કરાયેલા ઉત્પાદનોનું વાસ્તવિક કામગીરી, નવીનતા અને કિંમતના  આધારે મૂલ્યાંકન કર્યું. ત્યારબાદ મુખ્ય શ્રેણીઓમાં ગ્રાહકોએ વોટિંગ કર્યું, જેના દ્વારા વિજેતાઓની અંતિમ પસંદગીમાં ગ્રાહકોનો મત સામેલ કરવામાં આવ્યો.

== સમાપ્ત ==

Related posts

હયાત અમદાવાદ ખાતે આવેલી ‘મિસીસ મેજ’ રેસ્ટોરન્ટ, હયાત રીજન્સી દિલ્હીની ‘સિરાહ’ રેસ્ટોરન્ટના શેફ કરીમ સાથે લાવે છે લેવન્ટના સ્વાદિષ્ટ વ્યંજનો

Master Admin

હું રાજીનામું આપવા લોકભવન નહીં જઉં, અમે ચૂંટણી હાર્યા જ નથી

Master Admin

Made in India’ – દેશ બન્ધુ ગુપ્તા, લુપિન અને ભારતીય ફાર્માની કહાની પર આધારીત પુસ્તકનું મુંબઈમાં વિમોચન

Master Admin

Leave a Comment

Translate »