Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

આંતરરાષ્ટ્રીય ફલક ઉપર નવલી નવરાત્રિ અને ગરવી ગુજરાતનો વૈશ્વિક ગરબો!

સુનીલ રાજેન્દ્ર બર્મન(સંત સુરા)
ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત
મો ૯૪૨૭૮ ૩૧૨૧૩

ગુજરાત એટલે ગરબો અને ગરબો એટલે ગુજરાત. આ સૂત્ર હવે માત્ર ગુજરાત પૂરતું સીમિત નથી રહ્યું. આજે ગુજરાતનો ગરબો આંતરરાષ્ટ્રીય ફલક ઉપર ગુંજી રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્રની સાંસ્કૃતિક સંસ્થા યુનેસ્કોએ ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક વારસો (ૈંહંટ્ઠહખ્તૈહ્વઙ્મી ઝ્રેઙ્મેંટ્ઠિઙ્મ ૐીિૈંટ્ઠખ્તી) તરીકે માન્યતા આપ્યા બાદ ગરબો વૈશ્વિક બન્યો છે. આ ગુજરાત માટે જ નહીં, સમગ્ર ભારત માટે ગૌરવની ક્ષણ છે.

નવરાત્રિ એટલે નવલી નવરાત્રિ. નવ દિવસ સુધી શક્તિની આરાધના. માં અંબાજી, માં બહુચરાજી, માં કાલિકાના ચાચર ચોકમાં ગવાતો ગરબો આજે ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેરથી લઈને લંડનના ટ્રફાલ્ગર સ્ક્વેર, ટોરન્ટોથી લઈને સિડની અને દુબઈ સુધી રમાઈ રહ્યો છે. વિદેશમાં વસતા ૬૫ લાખથી વધુ ગુજરાતીઓએ ગરબાને જીવંત રાખ્યો છે.

એક સમય હતો જ્યારે નવરાત્રિમાં માત્ર માટીના ગરબામાં દીવો પ્રગટાવીને માં ની આરાધના થતી. આજે એ જ ગરબો લેસર લાઈટ, સાઉન્ડ સિસ્ટમ અને આંતરરાષ્ટ્રીય સ્ટેજ ઉપર પહોંચ્યો છે. પરંતુ તેનો મૂળ ભાવ એ જ છે, શક્તિની ઉપાસના.
આંતરરાષ્ટ્રીય સ્તરે ગરબાની લોકપ્રિયતાના ત્રણ મુખ્ય કારણો છે.

પહેલું કારણ, તેની સમાવેશકતા. ગરબામાં કોઈ નાનું મોટું નથી. અમીર ગરીબ, જ્ઞાતિ જાતિના ભેદ વગર સૌ સાથે ગોળ ગોળ ફરે છે. વર્તુળ એટલે બ્રહ્માંડ અને વચ્ચે રહેલી શક્તિ એટલે આદ્યશક્તિ. આ ફિલોસોફી વિદેશીઓને પણ આકર્ષે છે.
બીજું કારણ, તેની ઉર્જા. ત્રણ તાલી, બે તાલી, હીંચ, દોઢીયું. ગરબાના તાલ એવા છે કે પગ આપોઆપ ઉપડે. વિદેશમાં યુનિવર્સિટીઓમાં ગરબા વર્કશોપ યોજાય છે. અમેરિકાની હાર્વર્ડ અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પણ નવરાત્રિ દરમિયાન ગરબા નાઈટ થાય છે.

ત્રીજું અને સૌથી મહત્વનું કારણ, ગુજરાતી ડાયસ્પોરા. અમેરિકામાં દર વર્ષે ૫૦૦થી વધુ મોટા ગરબા ઇવેન્ટ થાય છે. ન્યુ જર્સીમાં તો એક સાથે ૩૦ હજાર લોકો ગરબે ઘૂમે છે. દુબઈમાં શેખોના પરિવાર પણ ગરબા જોવા આવે છે. લંડનમાં મેયર ઓફ લંડન પોતે નવરાત્રિનું ઉદ્ઘાટન કરે છે.

સુરત, વડોદરા, અમદાવાદ અને રાજકોટના ગરબા આજે વૈશ્વિક બ્રાન્ડ બન્યા છે. વડોદરાની યુનાઈટેડ વે, અમદાવાદની માણેકચોક, સુરતના ભાગળના પોળના ગરબાની વાતો વિદેશ સુધી પહોંચી છે. સુરતના માં અંબાજી પ્રાચીન મંદિર જેવા સ્થળોએ આજે પણ પ્રાચીન પરંપરા મુજબ ગરબો ગવાય છે, જ્યાં ડોલરના હારથી માં નો શણગાર થાય છે ત્યારે ખબર પડે છે કે માં ની આરાધના હવે ગ્લોબલ થઈ છે.

નવલી નવરાત્રિ હવે માત્ર ધર્મ નથી, અર્થતંત્ર પણ છે. એક અંદાજ મુજબ નવરાત્રિના નવ દિવસમાં ગુજરાતમાં ૫૦૦૦ કરોડથી વધુનો બિઝનેસ થાય છે. ચણિયાચોળી, જ્વેલરી, સાઉન્ડ, લાઈટ, ઈવેન્ટ મેનેજમેન્ટ. હવે તો આ બિઝનેસ વિદેશ સુધી પહોંચ્યો છે. અમેરિકામાં ચણિયાચોળીની દુકાનો વર્ષભર કમાણી નવરાત્રિ માટે કરે છે.

પરંતુ આંતરરાષ્ટ્રીયતા વચ્ચે આપણે મૂળને ભૂલવું ન જોઈએ. ગરબો એટલે માત્ર ડીજે ઉપર કૂદવું નહીં. ગરબો એટલે ગર્ભદીપ. ગર્ભમાં રહેલો દીવો એટલે આપણામાં રહેલી શક્તિ. જ્યારે આપણે ગરબાની આસપાસ ફરીએ છીએ ત્યારે આપણે આપણી અંદર રહેલી માં ને પ્રદક્ષિણા કરીએ છીએ.

આજે જરૂર છે કે આપણે નવી પેઢીને આ સાચો ગરબો શીખવીએ. ફેશન સાથે પરંપરા જોડીએ. જેથી ગરવી ગુજરાતનો ગરબો આંતરરાષ્ટ્રીય ફલક ઉપર માત્ર નાચ તરીકે નહીં, પણ એક આધ્યાત્મિક શક્તિ તરીકે ઓળખાય.
ગરબો ગુજરાતની ઓળખ છે અને ઓળખ ક્યારેય ભૂંસાતી નથી. જય અંબે!

Related posts

ભવિષ્યમાં, જ્યારે એઆઈ માનવ જીવનના દરેક પાસાને પ્રભાવિત કરશે, ત્યારે આ મહાકુંભને તે પરિવર્તનશીલ યાત્રાના પાયાના પથ્થર તરીકે યાદ કરવામાં આવશે.

Master Admin

Honourable South African Minister of Tourism, Ms. Patricia de Lille, to Visit India in December 2024  

Reporter1

હું સંકલ્પનું ગંગાજળ હાથમાં લઈને કહું છું: રામાયણ અને મહાભારત રાખો અને તમને કંઈ મુશ્કેલી પડે તો અડિયો દડિયો મારા ઉપર!”-બાપુ

Reporter1

Leave a Comment

Translate »