Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessnational

નવરાત્રીની ખરીદીમાં ભારતનો ઉત્સાહ: દાંડિયાના ઓર્ડર બમણા થયા, પૂજાની સામગ્રીની માંગમાં આશરે 70%નો વધારો

  • દાંડિયાના ઓર્ડરમાં ગયા વર્ષની સરખામણીએ આશરે 125%નો વધારો નોંધાયો, દર 83 સેકન્ડે દાંડિયાની એક જોડીનો ઓર્ડર મળ્યો.
  • પૂજાની સામગ્રીના ઓર્ડરમાં આશરે 70%નો વધારો થયો, જ્યારે ગોલુ ઢીંગલીઓના ઓર્ડરમાં તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણા અગ્રણી રાજ્યો રહ્યાં.
  • સુરતના વિક્રેતાઓએ લહેંગા ચોલી અને લહેંગાના કુલ ઓર્ડરમાંથી આશરે 85% ઓર્ડર પૂરા કર્યા.

અમદાવાદ, ગુજરાત | ૧૨મી ઓક્ટોબર ૨૦૨૬ | દેશભરમાં નવરાત્રીના નવ દિવસ ગરબા અને દાંડિયાની ઉજવણીની તૈયારીઓ વચ્ચે મીશો પર તહેવારોની ખરીદીમાં જોરદાર વધારો જોવા મળ્યો છે. નવરાત્રી પહેલાંના અઠવાડિયાઓ દરમિયાન મીશો પર દર 4.7 સેકન્ડે એક લહેંગા ચોલી અને દર 5.5 સેકન્ડે એક કુર્તાનો ઓર્ડર નોંધાયો હતો.

નવરાત્રી પહેલાંની ખરીદીમાં થયેલો વધારો મીશો પર તહેવારોની સીઝનમાં જોવા મળી રહેલા ઉત્સાહને દર્શાવે છે. વધુ ગ્રાહકો તહેવારો માટે કપડાં અને અન્ય વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે, જ્યારે તેમની માંગ પૂરી કરવા માટે વધુ વિક્રેતાઓ પણ પ્લેટફોર્મ સાથે જોડાઈ રહ્યા છે.

ગુજરાતના દાંડિયાથી લઈને દક્ષિણ ભારતની ગોલુ ઢીંગલીઓ સુધી ખરીદીમાં વધારો

ગરબાની ભૂમિ ગુજરાતમાં દાંડિયાના ઓર્ડરમાં ગયા વર્ષની સરખામણીએ આશરે 67%નો વધારો નોંધાયો હતો. મિરર વર્કવાળા બ્લાઉઝના ઓર્ડરમાં આશરે 45% અને ઓક્સિડાઇઝ્ડ જ્વેલરીના ઓર્ડરમાં આશરે 22%નો વધારો થયો હતો.

દક્ષિણ ભારતમાં નવરાત્રી દરમિયાન અનેક ઘરોમાં પગથિયાં પર ઢીંગલીઓ ગોઠવીને ‘ગોલુ’ની પરંપરા ઉજવવામાં આવે છે. આ વર્ષે તમિલનાડુમાં ગોલુ ઢીંગલીઓના ઓર્ડરમાં આશરે 94% અને કર્ણાટકમાં આશરે 68%નો વધારો નોંધાયો હતો. આ ઉપરાંત ગ્રાહકોએ તહેવારો માટે તોરણ, પિત્તળના દીવા અને બાળકો માટે પરંપરાગત પટ્ટુ પાવડાઈ તથા લંગા વોની જેવા વસ્ત્રોની પણ ખરીદી કરી હતી.

તહેવારોની ખરીદીમાં વિક્રેતાઓની ભાગીદારી વધી, લહેંગા ચોલીના વેચાણમાં સુરત અગ્રેસર

નવરાત્રી દરમિયાન લહેંગા ચોલી અને લહેંગાની માંગ પૂરી કરવામાં સુરતના વિક્રેતાઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. મીશો પર આ કેટેગરીના કુલ ઓર્ડરમાંથી આશરે 85% ઓર્ડર સુરતના વિક્રેતાઓએ પૂરા કર્યા હતા. આ આંકડો ગરબા માટેના પરંપરાગત વસ્ત્રોના મુખ્ય કેન્દ્ર તરીકે સુરતનું મહત્વ દર્શાવે છે.

પશ્ચિમ બંગાળનું હાવડા આ પ્રકારના વસ્ત્રો માટે બીજા સૌથી મોટા વિક્રેતા કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું હતું, જ્યાં ઓર્ડરમાં આશરે 37%નો વધારો નોંધાયો હતો. જ્યારે નજીકના બડકુલ્લાના વિક્રેતાઓને મળેલા ઓર્ડર બમણાથી પણ વધુ થયા હતા.

દાંડિયાના ઓર્ડરમાં 125% અને પૂજાની સામગ્રીમાં આશરે 70%નો વધારો

આ સમયગાળા દરમિયાન મીશો પર તહેવારોના વસ્ત્રોમાં સાડી સૌથી મોટી કેટેગરી રહી હતી. લહેંગા ચોલીની પણ સારી માંગ જોવા મળી હતી. જોકે સૌથી ઝડપી વૃદ્ધિ મેચિંગ કપડાંના સેટમાં જોવા મળી હતી. ગ્રાહકોએ દુપટ્ટા અને બોટમવેર સાથેના રેડી-ટુ-વેર કુર્તી સેટ તેમજ અન્ય કપડાંના સેટની મોટા પ્રમાણમાં ખરીદી કરી હતી.

દાંડિયાના ઓર્ડરમાં ગયા વર્ષની સરખામણીએ આશરે 125%નો વધારો નોંધાયો હતો અને દર 83 સેકન્ડે દાંડિયાની એક જોડીનો ઓર્ડર મળ્યો હતો. ખાસ કરીને LED લાઇટવાળા અને અંધારામાં ચમકતા દાંડિયા ગ્રાહકોમાં લોકપ્રિય રહ્યા હતા.

પૂજાની સામગ્રીના ઓર્ડરમાં પણ આશરે 70%નો વધારો જોવા મળ્યો હતો. ગ્રાહકોએ કળશ, પૂજાની થાળી, દીવા, અખંડ જ્યોત માટેના દીવા, માતાજીની ચૂંદડી, દુર્ગા માતાની મૂર્તિઓ, તોરણ અને હવન સામગ્રી જેવી વસ્તુઓની ખરીદી કરી હતી.

આ ઉપરાંત બંગડીઓના ઓર્ડર પાંચ ગણાથી વધુ વધ્યા હતા, જ્યારે બિંદીના ઓર્ડર બમણાથી વધુ થયા હતા. ઇયરિંગ્સ અને સ્ટડ્સના ઓર્ડરમાં આશરે 33%નો વધારો નોંધાયો હતો. ગ્રાહકોએ ઘૂંઘરાવાળી પાયલ, બાળકો માટે ચણિયા ચોલી અને દુર્ગા માતાના વેશભૂષાના કપડાં, વોટરપ્રૂફ કાજલ, મેકઅપ સેટિંગ સ્પ્રે તેમજ પગના દુખાવામાં રાહત આપતા સ્પ્રે અને જેલ કુશનની પણ ખરીદી કરી હતી.

તહેવારોની સીઝન આગળ વધી રહી છે તેમ મીશો પર ખરીદીનો ઉત્સાહ પણ સતત વધી રહ્યો છે. નવરાત્રી બાદ દશેરા અને દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે મીશો દેશભરના વધુ ગ્રાહકો અને નાના વેપારીઓને ઓનલાઇન ખરીદી અને વેચાણ સાથે જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.

== સમાપ્ત ==

Related posts

UNSCનું સભ્ય બનવા ભારતને મળ્યું મજબૂત સમર્થન

Master Admin

Samsung Galaxy S25 Series Off to a Flying Start in India as Customers Queue Up to Take Deliveries

Reporter1

Light + LED Expo India 2024 to shine a spotlight on smart, energy-efficient and human-centric lighting solutions for the diverse needs of India’s architecture, infrastructure and more

Master Admin

Leave a Comment

Translate »