Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessnational

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2026 દરમિયાન નવરાત્રી, દુર્ગા પૂજા અને દશેરા માટે ટોચની ડીલ્સ સાથે ખરીદી વધુ આનંદપ્રદ બની

  • SBI ક્રેડિટ કાર્ડ્સ, ડેબિટ કાર્ડ્સ અને ક્રેડિટ કાર્ડ EMI પર 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવો. Amazon Pay ICICI બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા પર અમર્યાદિત 5% કૅશબેક
  • પ્રાઇમ મેમ્બરોને લાખો ઉત્પાદનો પર વધારાની બચત ઓફર કરતા અમારા અત્યાર સુધીના સૌથી મોટા સિલેક્શન પર વધારાનું 5% ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ. વૈકલ્પિક રીતે, પ્રાઇમ મેમ્બરો ₹2500ની કિંમતના ઉત્પાદનો સાથે તેમની શોપિંગ કાર્ટ બનાવી શકે છે અને ₹250* પાછા મેળવી શકે છે
  • એમેઝોન નાઉ પર છેલ્લી ઘડીની નવરાત્રી, દુર્ગા પૂજા અને દશેરા માટેની જરૂરી વસ્તુઓ પર 80% સુધીની છૂટ મેળવો, જેમાં ઉત્સવની સજાવટ, પૂજા માટેની આવશ્યક વસ્તુઓ, ફૂલો, દાંડિયા અને બીજી કેટલીય વસ્તુઓ સામેલ છે – 120થી વધુ શહેરોમાં થોડી મિનિટોમાં જ ડિલિવરી ઉપલબ્ધ
  • સજાવટ, લાઇટિંગ, રંગોળી, તોરણ, દીવા, પૂજા માટે જરૂરી વસ્તુઓ અને વધુ સહિત તહેવારોમાં ઘર માટે જરૂરી વસ્તુઓ જેવા એક લાખથી વધુ ઉત્પાદનો પર 50% સુધીની છૂટ મેળવો
  • મીઠાઈઓ, સૂકા મેવા, પીણાં, ઉપવાસમાં જરૂરી વસ્તુઓ અને રોજિંદી રસોઈની જરૂરિયાતો સહિત તહેવારોની મનપસંદ વાનગીઓ પર 70% સુધીની છૂટ મેળવો
  • સાડી, ચણિયા ચોળી, કુર્તા સેટ, એથનિક વસ્ત્રો, ઝવેરાત, ફૂટવેર, એસેસરીઝ અને વધુ સહિત તહેવારમાં ફેશનની ચીજો પર 80% સુધીની છૂટ મેળવો
  • એમેઝોન બજારમાં ધાર્મિક પુસ્તકો, પૂજા માટે જરૂરી ચીજવસ્તુઓ, ઘરની સજાવટ અને વધુ સહિત, તહેવારો માટે સસ્તી વસ્તુઓ શોધો
  • તહેવારોની આ સિઝનમાં રુફસ, લેન્સ AI, AI રિવ્યૂ હાઇલાઇટ્સ, પ્રાઇસ હિસ્ટ્રી, વોચ હાઇલાઇટ્સ, ક્વિક વ્યૂ, ક્વિક લર્ન અને બાયિંગ ગાઇડ્સ જેવા AI-સંચાલિત ટૂલ્સની મદદથી વધુ સ્માર્ટ ખરીદી કરો, જે ઉત્પાદનો શોધવામાં, વ્યક્તિગત ભલામણો મેળવવામાં, વિકલ્પોનું મૂલ્યાંકન કરવામાં, કિંમતો ટ્રેક કરવામાં અને વધુ આત્મવિશ્વાસપૂર્વક ખરીદીના નિર્ણયો લેવામાં ગ્રાહકોને મદદ કરશે

બેંગલુરુ | ૧૩ ઓક્ટોબર ૨૦૨૬ | Amazon.in તહેવારોની ફેશન, પૂજા માટે જરૂરી ચીજવસ્તુઓ, ઘરની સજાવટ, મીઠાઈઓ, સૂકા મેવા, ગિફ્ટ આપવાના વિકલ્પો અને વધુ સહિત તહેવારો માટે જરૂરી ચીજવસ્તુઓના વિશાળ સિલેક્શનમાં મોટી બચતનો લાભ લાવી રહ્યું છે. ગ્રાહકો Amazon.in પર વિવિધ શ્રેણીઓમાં ગ્રેટ ડીલ્સ સાથે પરિવાર અને પ્રિયજનો સાથે તહેવારોની મોસમ ઉજવવા માટે જરૂરી બધું જ શોધી શકે છે. તહેવારમાં પહેરવા માટેના પોશાક અને એસેસરીઝ સાથે ગરબા અને નોરતાની રાતો માટે તૈયારી કરવાથી લઈને પૂજાની સામગ્રી, દીવા, ધૂપ, ફૂલો, રંગોળી કરવાના રંગો અને તહેવારની સજાવટ સાથે દુર્ગા પૂજા અને દશેરા માટે ઘર તૈયાર કરવા સુધીનું બધુ જ – ગ્રાહકો Amazon.in પર દરેક ઉજવણી માટે ઉત્પાદનો શોધી શકે છે. ગ્રાહકો તહેવારના ભોજન અને પ્રસાદ તૈયાર કરવા માટેની વસ્તુઓની સાથે જ મીઠાઈઓ, સૂકા મેવા અને નમકીન જેવી ઉત્સવની વાનગીઓ પણ શોધી શકે છે.

ગ્રાહકો ઓર્ડર આપ્યાના દિવસે, બીજા દિવસે અને થોડા કલાકોમાં ડિલિવરીનો પણ લાભ મેળવી શકે છે. આ ઉપરાંત, પ્રાઇમ મેમ્બરો 2 લાખથી વધુ ઉત્પાદનો પર વધારાનું 5% ડિસ્કાઉન્ટ મેળવીને વધુ લાભ ઉઠાવી શકે છે. દરેક ખરીદી પર તમારી બચતને મહત્તમ કરવા માટે પ્રાઇમ સાથે જોડાઓ. તહેવારોમાં ઉભી થતી છેલ્લી ઘડીની જરૂરિયાતો માટે, એમેઝોન નાઉ 120+ શહેરોમાં ગણતરીની મિનિટોમાં હજારો ઉત્પાદનોની ડિલિવરી સેવા પૂરી પાડે છે. સિલેક્શનમાં તહેવારોની સજાવટ, પૂજા માટે જરૂરી વસ્તુઓ, ફૂલો, દાંડિયા લાકડીઓ, દીવા, રંગોળીના રંગો, મીઠાઈઓ, સૂકા મેવા અને અન્ય રોજિંદા તહેવારોની આવશ્યક વસ્તુઓનો સમાવેશ થાય છે, જે તહેવારોમાં છેલ્લી ઘડીની તૈયારીઓને સરળ બનાવવામાં મદદ કરે છે.

તહેવારના શોપિંગના સ્માર્ટ અનુભવ માટે AI-સંચાલિત શોધ

Amazon.in આ તહેવારોની મોસમમાં ખરીદીને સરળ તથા વધુ સાહજિક બનાવી રહ્યું છે, જેમાં AI-સંચાલિત ટૂલ્સનો ઉપયોગ ઝડપથી શોધખોળ કરવા અને સ્માર્ટ નિર્ણય લેવા માટે કરવામાં આવ્યો છે. રુફસની મદદથી, ગ્રાહકો “મને ₹1,000 થી ઓછી કિંમતે નવરાત્રીનો શણગાર બતાવો” જેવા સહજ સંકેતો આપીને વ્યક્તિગત ભલામણો મેળવી શકે છે, તેમજ લેન્સ AIની મદદથી ગ્રાહકો બસ ઑનલાઇન અથવા ઑફલાઇન ફોટો ખેંચીને તરત જ ઉત્પાદનો શોધી શકે છે. રુફસ 30 થી 90-દિવસના ભાવ ઇતિહાસ ટ્રેકર સાથે સ્માર્ટ ભાવ ટ્રેકિંગને પણ સક્ષમ કરે છે અને ઇચ્છિત વસ્તુ તેમના પ્રાઇઝ ટાર્ગેટ સુધી પહોંચે ત્યારે તમારી ખરીદી પૂર્ણ કરવા માટે એલર્ટ મોકલે છે. વધુમાં, AI સમીક્ષા હાઇલાઇટ્સ, વોચ હાઇલાઇટ્સ, ક્વિક વ્યૂ, ક્વિક લર્ન અને બાયિંગ ગાઇડ્સ જેવી સુવિધાઓ મૂલ્યાંકન અને વિઝ્યુલાઇઝેશનને વધુ સરળ બનાવે છે, જ્યારે વધુ વ્યક્તિગત હોમપેજ વ્યક્તિગત પસંદગીઓના આધારે અનુરૂપ ઉત્પાદન શોધની ખાતરી કરે છે.

 

 

ઉત્સવની આવશ્યક ચીજો સાથે ગરબા અને દાંડિયાની રાતો માટે તૈયાર થઈ જાઓ

પરંપરાગત જરૂરી વસ્તુઓ સાથે પૂજાની તૈયારી કરો

પંડાલમાં ફરવા અને નવરાત્રી માટે તમારા વસ્ત્રોના કબાટને રિફ્રેશ કરો

તહેવારના આયોજન માટે તમારા રસોડાને અપગ્રેડ કરો

ઉપવાસ અને પ્રસાદની આવશ્યક વસ્તુઓ

  1. DADEV હની કાચો ઓર્ગેનિક મધ જેવા કુદરતી મીઠાશવાળા ખોરાકનો સ્ટોક ₹465માં 500 ગ્રામની કિંમતે કરો, જે કાચા, પ્રોસેસ કર્યા વગરના જંગનલમાંથી મેળવેલા મધથી બનાવવામાં આવે છે અને તેમાં સહેજ પણ ખાંડ હોતી નથી
  2. ઉપવાસ માટે અનુકૂળ નાસ્તાના વિકલ્પો હાથવગા રાખવા માટે, હેપ્પીલો પ્રીમિયમ ઇન્ટરનેશનલ ઓમાની ખજૂર ₹149માં 250 ગ્રામના ભાવે ઉપલબ્ધ છે જે એક કુદરતી રીતે મીઠો નાસ્તો અને તેમાં કોઈ પ્રિઝર્વેટિવ્સ નથી. તમારા ઉપવાસ મેનૂમાં ₹172માં 100 ગ્રામની કિંમતે ઉપલબ્ધ MOM પ્રીમિયમ કાચા મખાનાનો ક્રન્ચી વિકલ્પ ઉમેરો, જે કાચા કમળના બીજમાંથી બનેલો છે
  3. તહેવારોના દિવસોમાં પૌષ્ટિક નાસ્તા માટે, ઓમે ફૂડ્સ સીડ્સ એન્ડ બેરી ટ્રેઇલ મિક્સ ₹276માં 180 ગ્રામ મેળવો, જેમાં શેકેલા બીજ અને સૂકા બેરીનો સમાવેશ થાય છે અને ખાંડ ઉમેરી ન હોવાથી અજમાવી શકાય તેવો વિકલ્પ છે

નાની ઉજવણી માટે કંજક ગિફ્ટની પસંદગીઓ

ઘરે ઉત્સવની ચમક લાવો

તહેવારોનો ઉત્સાહ જીવંત રાખો

  • દુર્ગા ચાલીસા પોકેટ સાઇઝ બુકની મદદથી દેવી દુર્ગાની વાર્તાઓ અને ઉપદેશોમાં ઓતપ્રોત થઈ જાઓ, જે 31% ડિસ્કાઉન્ટ સાથે ₹133માં ઉપલબ્ધ છે. આ પુસ્તકમાં દુર્ગા સ્તુતિ, દુર્ગા આરતી અને માતા દુર્ગાના 108 નામો છે
  • મહાભાગવત (દેવી પુરાણ) સાથે શક્તિ ઉપાસનાની સમૃદ્ધ પરંપરાઓ શોધો, જે ₹200માં ઉપલબ્ધ છે. તેમાં દિવ્ય માતાની વાર્તાઓ અને ઉપદેશો સામેલ છે.
  • બાળકો માટે વાર્તા પુસ્તકો – પૌરાણિક કથાઓનો 10 સેટ 30% ડિસ્કાઉન્ટ સાથે ₹263માં ઉપલબ્ધ છે. તેમાં કૃષ્ણ, ગણેશ, હનુમાન, દુર્ગા તેમજ અન્યની રંગબેરંગી વાર્તાઓ સામેલ છે. આ વાર્તાઓથી બાળકોને ભારતીય પૌરાણિક કથાઓનો પરિચય કરાવો.
  • દેવી મહાત્મ્યના 700 શ્લોક અને પરંપરાગત ચિત્રો સાથે પવિત્ર ગ્રંથ શ્રી દુર્ગાસપ્તશતી સચિત્રનું હિન્દી સંસ્કરણ મેળવીને ભક્તિને વધુ ગાઢ બનાવો

પ્રસંગ જેવી જ ઉજવણી તહેવારોમાં કરવા માટે ગિફ્ટનો સંગાથ

એમેઝોન કારીગર અને સહેલી

ભારતના કારીગરો અને મહિલા ઉદ્યમીઓ સ્માર્ટ ક્રાફ્ટ ફર્નિચર અને ઘર સજાવટ પર 75% સુધીની છૂટ, ઓઇશાની સાડી ઘોરની ફેસ્ટિવ સાડીઓ પર 85% સુધીની છૂટ, હેન્ડલૂમ સાડીઓ પર 65% સુધીની છૂટ અને દુર્ગા હેન્ડલૂમ્સના કોટન ડ્રેસ મટિરિયલ્સ પર 35% સુધીની છૂટ, ફેસ્ટિવ સ્પેશિયલ ઘર સજાવટની ચીજો પર 75% સુધીની છૂટ અને સત્પુરુષના ઘર અને રસોડામાં 85% સુધીની છૂટ સાથે બીજી કેટલીય ચીજો ઉપલબ્ધ છે.

 

એમેઝોન પે

એમેઝોન પે દરેક પગલે તહેવારોની ખરીદીને વધુ ફળદાયી બનાવે છે; એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહેલા ગ્રાહકો પ્રાઇમ મેમ્બર તરીકે અમર્યાદિત 5% અને નોન-પ્રાઇમ મેમ્બર તરીકે 3% કૅશબેકનો લાભ ઉઠાવી શકે છે, સાથે જ INR 2,500 સુધીના વેલકમ રિવોર્ડ્સ અને ઝીરો જોઇનિંગ ફી અને વાર્ષિક ફીનો લાભ પણ મળે છે. એમેઝોન પે લેટરની મદદથી, ગ્રાહકો વિવિધ ખરીદીઓ પર 10% કૅશબેક મેળવી શકે છે અને INR 1,500 અને તેથી વધુના કાર્ટ મૂલ્ય પર 3 વ્યાજમુક્ત EMIમાં શૂન્ય પ્રોસેસિંગ ફી સાથે ચુકવણી કરી શકે છે. રોજિંદા ખર્ચમાં તેનાથી પણ વધુ લાભ મળે છે, ફેશન, બ્યૂટી, હોમ અને કિચન કેટેગરીમાં INR 300 અને તેથી વધુના એમેઝોન પે બેલેન્સ ઓર્ડર પર ફ્લેટ INR 20 કૅશબેક સાથે, બિલ ચુકવણી પર પહેલી વાર ખરીદનારાઓ માટે INR 500 સુધીના રિવોર્ડ્સ અને રિચાર્જ તેમજ બિલ પર INR 50 સુધીના કૅશબેકનો લાભ ઉપલબ્ધ છે. તહેવારોની રજાઓનું પ્લાનિંગ કરી રહેલા ગ્રાહકોની વાત કરીએ તો, એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહેલા પ્રાઇમ મેમ્બરોને ફ્લાઇટ્સ અને હોટલ પર 5% કૅશબેક સાથે 15% સુધીની છૂટનો આનંદ માણવા મળે છે. ગ્રાહકો એમેઝોન પે સાથે તેમની તહેવારોની મુસાફરીનું આયોજન પણ કરી શકે છે અને ફ્લાઇટ્સ, હોટલ અને બસો પર શ્રેષ્ઠ ડીલ્સનો આનંદ માણી શકે છે, જેમાં ફ્લાઇટ બુકિંગ પર 23% સુધીની બચત, હોટેલ બુકિંગ પર 75% સુધીની છૂટ અને બસ બુકિંગ પર 17% સુધીની છૂટ ઉપરાંત INR 100 કૅશબેકનો સમાવેશ થાય છે, સાથે જ ફ્લેશ સેલ પણ છે જે તમામ ગ્રાહકોને પસંદગીની તારીખો અને સમયે આ ડીલ્સ ઓફર કરે છે.

એમેઝોન ઇન્ડિયાએ એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2026 માટેની તૈયારીઓ વધુ વેગવંતી કરી

તહેવારોની સિઝન પહેલાં એમેઝોન ઇન્ડિયાએ સમગ્ર દેશમાં ફેલાયેલા પોતાના ઓપરેશન્સ નેટવર્કમાં 1,60,000થી વધુ સીઝનલ કામોની તકો ઊભી કરી છે. આ નેટવર્ક 400થી વધુ શહેરોમાં ફેલાયેલું છે, જેમાં મોટા મેટ્રો શહેરોની સાથે વારાણસી, કોચી, જલંધર, ગાઝિયાબાદ, રાંચી, સેલમ અને ગોરખપુર જેવા ટિયર-2 અને ટિયર-3 શહેરોનો પણ સમાવેશ થાય છે. આ તકોમાં હજારો મહિલાઓ અને દિવ્યાંગ એસોસિએટ્સ માટેની રોજગાર તકો પણ સામેલ છે. એમેઝોન ઇન્ડિયાએ તેના નેટવર્કના અત્યાર સુધીના સૌથી મોટા વિસ્તરણની પણ જાહેરાત કરી છે. આ અંતર્ગત, 118 શહેરોમાં 20 નવા ફુલફિલમેન્ટ સેન્ટર્સ, 6 નવા સૉર્ટ સેન્ટર્સ અને 150 નવા લાસ્ટ-માઇલ ડીલિવરી સ્ટેશન્સ ઉમેરવામાં આવશે, જેના પરિણામે તેની કુલ સ્ટોરેજ ક્ષમતામાં 50%નો વધારો કરીને તેને 64 મિલિયન ક્યુબિક ફીટ કરવામાં આવશે, જેથી ટિયર-2 અને ટિયર-3 શહેરો સુધી ડીલિવરીની વધુ ઝડપી અને ભરોસાપાત્ર સુવિધા પૂરી પાડી શકાય. આ નેટવર્કના વિસ્તરણની સાથે ઓછી સેલિંગ ફી અને એઆઈ આધારિત સેલર ટૂલ્સને કારણે એમેઝોન ઇન્ડિયાના સેલર્સની સંખ્યા 20 લાખને પાર થઈ ગઈ છે. તેમાં 3 લાખથી વધુ નવા સેલર્સ જોડાયા છે, જે છેલ્લા ત્રણ વર્ષમાં સેલર્સની સંખ્યામાં થયેલો સૌથી મોટો વધારો દર્શાવે છે.

 

*તમામ ડીલ્સ અને ઑફર્સ જોવા માટે એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સ્ટોરફ્રન્ટની મુલાકાત લો.

== સમાપ્ત ==

Related posts

મિશેલિન ગાઇડ દુબઈની પાંચમી આવૃત્તિમાં ટ્રેસિન્ડ સ્ટુડિયો અને બ્યોર્ન ફ્રાન્ટઝેને ત્રણ મિશેલિન સ્ટાર જાળવી રાખ્યા

Master Admin

Nuvoco Launches First-of-its-Kind ‘Mera Bharosa ZERO M IWC+’ Campaign, Appointing 300 Dealers as Brand Ambassadors

Reporter1

૧૪.૨ કિલોગ્રામના ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં રૂ.૬૦નો વધારો

Master Admin

Leave a Comment

Translate »