Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

આ પપ્પુ ક્યારેય પાસ ન થઈ શકે

હું બોલું તો તમે બોલશો કે બોલે છે
સંજય શ્રીવાસ્તવ
(મો) ૭૦૦૦૫ ૮૬૬૫૨

ઇન્ડિયન એક્સપ્રેસના એક સમાચાર મુખ્તવે વિપક્ષી દળોને નરેન્દ્ર મોદી સામે એક સંજીવની પૂરી પાડી દીધી. ચૂંટણી પંચના બે સભ્યોએ અખબારને આપેલા પોતાના ઇન્ટરવ્યુમાં જે ખુલાસા કર્યા તે સરકારી નિયમોના વિરુદ્ધ છે. કારણ કે તમામ સરકારી અધિકારીઓએ પોતાના કાર્યની ગોપનીયતા જાળવી રાખવાની હોય છે. જો તેમને મુખ્ય ચૂંટણી કમિશનર સાથે અસહમતી હતી તો તેમણે પોતાના સ્તરે એનો ઉકેલ લાવવાનો હતો. ચૂંટણી કમિશનરે પણ આ વાત જોવાની હતી કે કોઈ પણ નિર્ણય સર્વસંમતિથી થાય.

ફોર્મ ૬ માં કોઈ પણ રીતે ફેરફાર તો કરી જ શકાતો નથી. એસ આર આઈ ની પ્રક્રિયામાં કેટલીક ખામી બી એલ ઓ ના સ્તરે ચોક્કસ થઈ છે. કેટલાક લોકોના નામ ચોક્કસ રહી ગયા છે. ઘણા બધા લોકોને બિનજરૂરી આ વાતનું પ્રમાણ આપવું પડ્યું કે તેમના માતા-પિતા ૨૦ વર્ષ પહેલાં મતદાર યાદીમાં હતા. આ ખામીઓને સુધારી શકાય છે અને ચૂંટણી પંચ તેને સુધારવાનું કામ પણ કરી રહ્યું છે અને તે આવનારા દિવસોમાં પૂરું પણ થઈ જશે. કોઈ પણ વ્યવસ્થામાં થોડી ઘણી ખામી રહી જ જતી હોય છે અને તેમાં છાતી પીટવાથી કંઈ હાસલ નહીં થાય. મોટા ભાગના લોકોના મતદાર કાર્ડ બની ગયા છે અને જે કોઈ કારણસર રહી ગયા છે તેના માટે ચૂંટણી પંચ પ્રયાસ કરી રહ્યું છે કે તે બધાના નામ પણ જોડાઈ જાય.

પરંતુ આ વાતોને લઈને જે રીતે વિપક્ષી દળો અને ખાસ કરીને રાહુલ ગાંધી દિલ્હીના રસ્તાઓ પર ઉત્પાત મચાવી રહ્યા છે તેનાથી તેમના માનસિક દિવાળિયાપણાની ખબર પડે છે. આ વ્યક્તિ પાસે સરકાર સામે કોઈ મુદ્દો જ રહ્યો નથી. રાહુલ ગાંધીએ આજ સુધી જે પણ મુદ્દા ઉઠાવ્યા તે બધા જ ફેલ થઈ ગયા તે ભલે રાફેલનો હોય કે વીમા કંપનીના નુકસાનનો હોય બધા જ ટાંય ટાંય ફીસ થઈ ગયા. ખબર નહીં આ વ્યક્તિને કોણ જ્ઞાન આપે છે. કમાલની વાત એ છે કે આ બેવકૂફ વ્યક્તિની પાછળ આખો વિપક્ષ પણ ઊભો રહી જાય છે. આ વ્યક્તિ પોતે કહે છે કે તેની પાસે કોઈ પ્લાનિંગ નથી. આ વ્યક્તિ પૂરી રીતે અરાજક છે. અરાજકતા તેના લોહીમાં વણાઈ ગઈ છે.

આવી જ રીતે કોકરોચ જનતા પાર્ટી પણ ઇન્ડિયન એક્સપ્રેસવાળા મુદ્દાને લપકી લીધો છે. પરંતુ આ વખતે સરકાર પણ પૂરી રીતે સતર્ક હતી. જે રીતે દૂધનો બળ્યો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે છે તે જ રીતે સરકાર પણ આ વખતે તેમને કોઈ અરાજકતા ફેલાવે તે પહેલાં જ તેમનો ઇલાજ કરી દીધો. પિછલી વખતે સરકારની કેટલીક ભૂલોના કારણે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવું પડ્યું હતું. એમેય સરકાર પણ એ જ ઇચ્છતી હતી કારણ કે યુ જી સી ના મામલે જ તેઓ મોદીની નજરોમાં ચડી ગયા હતા. કોકરોચ તો એક બહાનું હતું.

આ વખતે સરકાર પોતાની તરફથી પૂરી તૈયારી કરી રાખી છે. હવે જંતર મંતરને પણ પ્રદર્શન સ્થળથી બહાર કરી દેવામાં આવ્યું છે. બાકી જે ત્રણ જગ્યાઓ નિર્ધારિત કરવામાં આવી છે તેના માટે ઘણી ભીડ ભેગી કરવી પડશે જે રાહુલ ગાંધીના વશમાં નથી. જંતર મંતર પર પાંચ હજારની ભીડ પણ ઘણી લાગવા માંડે છે. દિલ્હીમાં એમ પણ તમાશાબીનોની સંખ્યા આપોઆપ થઈ જાય છે. કેટલાક લોકોને એ પણ ખબર નથી હોતી કે ત્યાં પ્રદર્શન કઈ વાત માટે થઈ રહ્યું છે. ફક્ત ભીડનો હિસ્સો બનવા આવી જાય છે. પિછલી વખતે કેટલાય લોકો તો ફક્ત બિરયાની ખાવાની લાલચમાં જંતર મંતર પર આવતા હતા. માત્ર એક કપ ચા મફતમાં મળતી હોય તો ત્યાં પણ ભીડ ભેગી થઈ જાય છે. શાહીન બાગવાળું પ્રદર્શન દિલ્હીના લોકોને યાદ હશે. તે સમયે પણ ફક્ત બિરયાનીની લાલચમાં ભીડ એકઠી થતી હતી.

ચૂંટણી કમિશનરનું રાજીનામું કોઈ પણ સંજોગોમાં થવા જઈ રહ્યું નથી. જોકે મુખ્ય ચૂંટણી કમિશનર સિવાય જે બે સજ્જન બેઠા છે કદાચ તેમના પર કોઈ ગાજ ચોક્કસ પડી શકે છે. હાઇકોર્ટમાં મામલો વિચારાધીન છે અને તેમાં ઘણો સમય લાગવાનો છે ત્યાં સુધીમાં પાંચ રાજ્યોની ચૂંટણી સંપન્ન થઈ જશે.

રાહુલ ગાંધી કોંગ્રેસને ત્યાં સુધી ખતમ નહીં કરી દે ત્યાં સુધી તે જંપવા નહીં દે. આ વ્યક્તિની જગ્યા સીધી રીતે પાગલખાનામાં જ હોવી જોઈએ. વિશ્વાસ રાખો જો ૨૦૨૯ માં બીજેપી જીતે છે તો આ વ્યક્તિ નિશ્ચિતપણે પાગલખાનામાં જ નજરે પડવાનો છે. આશ્ચર્ય થાય છે કે એક રાજકીય ઘરાનાની વ્યક્તિ આટલી અપરિપક્વ કેવી રીતે હોઈ શકે. આની પાસે કોઈ વિઝન જ નથી. જ્યારે બિહારમાં એસ આઈ આર નો મુદ્દો ખરાબ રીતે પીટાઈ ગયો હતો. હવે આ મુદ્દાને ઉઠાવવાનો શો ફાયદો છે.

ચૂંટણી જીતવા માટે એક અલગ પ્રકારનું નેરેટિવ ઘડવું પડે છે. બીજેપીએ રાષ્ટ્રવાદનો મુદ્દો પસંદ કરી લીધો છે અને આ મુદ્દો તેના માટે રામબાણ છે. આ મુદ્દાને પછાડવો મુશ્કેલ જ નહીં અશક્ય છે. કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળો મુસ્લિમ અને દલિત વોટો પર પૂરી રીતે નિર્ભર રહી ગયા છે. જાતીય સમીકરણને બીજેપી પણ સાધી રહી છે પરંતુ તેની સાથે રાષ્ટ્રવાદ પણ જોડાઈ ગયો છે તેથી બીજેપીનું પલડું હંમેશા ભારે પડી રહ્યું છે. કોંગ્રેસ જે રીતે ભારતની બંધારણીય સંસ્થાઓને ચોટ પહોંચાડી રહી છે તે તેમના માટે વધુ ઘાતક છે.

જ્યારે કોકરોચ જનતા પાર્ટીએ પેપર લીકનો મુદ્દો ઉઠાવ્યો હતો તે સમયે સરકાર વાસ્તવમાં બેકફૂટ પર હતી. તેથી તે સમયે તે આંદોલન સફળ રહ્યું. પરંતુ ચૂંટણી પંચ સામેના આંદોલનમાં કોઈ દમ નથી. આ આંદોલનમાં જનતાનો કોઈ સાથ નથી. અને જનસમર્થન વગર કોઈ પણ આંદોલન સફળ થઈ શકે નહીં. ફક્ત વોટ્‌સએપના દમ પર ભારત જેવા વિશાળ દેશમાં કોઈ પણ આંદોલન શક્ય નથી. કોકરોચ જનતા પાર્ટીનું જે પિછલું આંદોલન ધર્મેન્દ્ર પ્રધાન સામે હતું તેમાં અહમ ભૂમિકા સોનમ વાંગચુકની હતી જે ઘણા દિવસો સુધી ભૂખ હડતાળ પર હતા. જો એવું ન થયું હોત તો તે સમયે પણ તેમનું આંદોલન ફ્લોપ થઈ જાત. અન્નાનું જે આંદોલન સફળ થયું તેમાં અન્ના દ્વારા ભૂખ હડતાળ કરવામાં આવી હતી. આપ બર્ગર અને સેન્ડવિચ ખાઈને કોઈ આંદોલનને સફળ ન કરી શકો. અને બીજી વાત કોઈ જન મુદ્દા વગર આપ કોઈ આંદોલન ઊભું ન કરી શકો.

આજે મોદી સરકારને દેશભરમાં અપાર જનસમર્થન પ્રાપ્ત છે. જેમને રાષ્ટ્રની ચિંતા છે તેઓ સરકારના પક્ષમાં છે. એ પણ સત્ય છે કે સરકાર સામે પણ કેટલાક લોકો રહેશે પરંતુ એનો અર્થ એ કદાચ નથી કે સરકાર સામે દેશમાં કોઈ હવા વાઈ રહી છે બીજેપી હજી દેશમાં બીજા ત્રીસ વર્ષ શાસન કરવા જઈ રહી છે ત્યાં સુધી રાહુલ ગાંધીનો પત્તો નહીં મળે.

કોંગ્રેસને પુનર્જીવિત કરવી હોય તો અત્યારથી લઈને સતત દસ વર્ષો સુધી કોંગ્રેસના કાર્યકરોએ રસ્તાની ખાખ છાણવી પડશે. એસી રૂમોમાં બેસીને રાજનીતિ ન કરી શકાય. રાહુલ ગાંધીને આપ યુક્રેન પર સવાલ પૂછી લેશો તો તેઓ બગલો ઝાંકવા લાગશે. આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ સાથે તેમને કોઈ લેવાદેવા નથી. તે વ્યક્તિને જે ચિઠ્ઠી પકડાવી દેવામાં આવે છે તેના પર જ દિવસભર બોલતો રહે છે.

તેની સરખામણીમાં બીજી તરફ નરેન્દ્ર મોદી છે જે કોઈ પણ જગ્યાએ જઈને કોઈ પણ મુદ્દા પર બેબાક બોલે છે. હું પણ ક્યારેક તેમના આઈ ક્યુ પર હેરાન થઈ જાઉં છું. રાહુલ ગાંધીએ પોતાના મોજૂદા ચાટુકારોની મંડળીથી છુટકારો મેળવવો પડશે પરંતુ આ શક્ય નથી તેમને ચાપલૂસોની અત્યંત જરૂર છે તેના વગર તેમનું કામ નથી ચાલવાનું. જ્યાં સુધી કે સી વેણુગોપાલ જેવા લોકો તેમની આસપાસ રહેશે તેમનું કોઈ ભલું કરી શકશે નહીં. આવી સ્થિતિમાં પપ્પુનું પાસ થવું ટેઢી ખીર છે.

Related posts

FromAsia Pacific to the World: The Luxury Group by Marriott International RevealsCulinary and Beverage Trends inThe Future of Food2025 Report

Reporter1

“રામાયણ અભણ થઈને વાંચજો”

Reporter1

Coke Studio Bharat Drops ‘Holo Lolo’, A Modern Take on Assam’s Musical Heritage

Reporter1

Leave a Comment

Translate »