વિશ્વને ૮૮૦ લાખ કરોડનું જોખમ
એક જ હેકરે એઆઈ ‘એજન્ટ્સ’ની ફોજ ઊભી કરીને અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને જાપાનની કંપનીઓના સર્વરમાં સફળતાપૂર્વક ગાબડું પાડયું
(સંપૂર્ણ સમાચાર સેવા)
બેઈજિંગ, તા.૨૦ ઓક્ટોબર ૨૦૨૬ — વિશ્વભરની સુરક્ષા એજન્સીઓ અને આઇટી નિષ્ણાતો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. આટફિશિયલ ઇન્ટેલિજન્સ હવે માત્ર કમ્પ્યુટર કોડિંગ કે કન્ટેન્ટ લખવા પૂરતું મર્યાદિત નથી રહ્યું, પરંતુ તેનો ઉપયોગ સ્વાયત્ત હેકિંગ માટે થવા લાગ્યો છે. વૈશ્વિક અહેવાલ મુજબ, એક જ હેકરે એઆઈ ‘એજન્ટ્સ’ની ફોજ ઊભી કરીને અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને જાપાનની ૧૦૦થી વધુ અગ્રણી કંપનીઓના સર્વરમાં સફળતાપૂર્વક ગાબડું પાડયું છે.સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ મિશન માટે હેકરે કોઈ મોટા ટેકનિકલ નેટવર્ક કે કરોડો રૂપિયાના ફંડિંગની જરૂર પડી નહોતી. માત્ર ૫,૦૦૦ ડોલર (આશરે રૂ. ૪.૨૦ લાખ) કિંમતના એઆઈ કમ્પ્યુટિંગ ટોકન્સ’ વાપરીને આટફિશિયલ ઇન્ટેલિજન્સ મોડેલ્સને સક્રિય કરવામાં આવ્યા હતા. આ એઆઈ બાટ્સે જાતે જ કંપનીઓના કમ્પ્યુટર સિસ્ટમમાં રહેલી ખામીઓ શોધી, પોતાની ભૂલો જાતે સુધારી અને મશીનની ઝડપે ૧,૦૦૦થી વધુ સર્વર પર હુમલા કર્યા. સરેરાશ ગણતરી કરીએ તો, માત્ર રૂ. ૪,૨૦૦ (ઇં૫૦) ના નજીવા ખર્ચે એક મોટું કમ્પ્યુટર સર્વર હેક થઈ ગયું.વૈશ્વિક રિસર્ચ સંસ્થા ‘સાયબર સિક્યુરિટી વેન્ચર્સ’ના ડેટા અનુસાર, સાયબર ક્રાઇમના કારણે વિશ્વની અર્થવ્યવસ્થાને વાષક ૧૦.૫ ટ્રિલિયન ડોલર (આશરે રૂ.૮૮૦ લાખ કરોડ) નું નુકસાન થઈ રહ્યું છે. જો સાયબર ગુનાખોરીને એક દેશ ગણવામાં આવે, તો તે અમેરિકા અને ચીન પછી વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જાય એટલું મોટું સામ્રાજ્ય ધરાવે છે.
