ફ્રાન્સમાં હિંસા વચ્ચે ટ્રમ્પનું નિવેદન
ફ્રાંસે પોતાની સરહદો બંધ કરવી જ જોઈએ અને બહુ મોડું થાય તે પહેલા પરિસ્થિતિ ઉપર કાબુ મેળવી લેવો જોઈએ
(સંપૂર્ણ સમાચાર સેવા)
વોશિગ્ટન, તા.૨૦ ઓક્ટોબર ૨૦૨૬ — ટ્રમ્પે પોતાના સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ ટ્્રૂથ-સોશ્યલ ઉપર લખ્યું કે ફ્રાંસ સળગી રહ્યું છે. તદ્દન જુદી દુનિયાથી આવેલા લોકો જેઓનાં હૃદયમાં નફરત ભરેલી છે, તેઓ એક સમયે મહાન ગણાતા દેશને તબાહ કરી રહ્યાં છે. ફ્રાંસે પોતાની સરહદો બંધ કરવી જ જોઈએ અને બહુ મોડું થાય તે પહેલા પરિસ્થિતિ ઉપર કાબુ મેળવી લેવો જોઈએ.ળાંસના ગૃહ પ્રધાન લૌરેન્ટ નુનેજે રવિવારે એક્સ પર જણાવ્યું હતું કે લગભગ ૧૮૦૦ લોકોની ધરપકડ થઇ છે. હવે તેઓની ઓળખ માટે કાર્યવાહી ચાલે છે, જેથી તેઓને ન્યાયના કઠેડામાં લાવી શકાય. પેરિસમાં પોલીસે જણાવ્યું કે, રેકોર્ડ ૮૫૫ લોકોને ગિરફતાર કરાયા છે. સડકો ઉપર સાઇકલો, ડસ્ટબિન્સ તથા અન્ય ચીજોથી બનાવાયેલા બેરિકેડસ જોવા મળે છે. પેરિસ અને અન્ય શહેરોમાં બુરખા પહેરેલા યુવાનોએ કેટલીએ દુકાનો લૂંટી છે, પોલીસો, ફાયર બ્રિગેડના માણસો તથા પેરા મેડિકલ સહિત ૫૦૦થી વધુ ઘાયલ થયા છે.ઉપપ્રમુખ જે.ડી. વેન્સે પણ કહ્યું હતું કે, ત્યાં પશ્ચિમી દેશોના ઉદારમતવાદીઓએ વિવિધતા અને કરૂણાના નામે ત્રીજી દુનિયાના લોકોને ફ્રાંસ અને અન્ય દેશોમાં વસાવી દીધા છે. તે વસાહતીઓએ જ સમાજમાં હળી મળીને રાખવા જેવી બાબતોને પુરેપુરી નજર અંદાજ કરી છે. આવા મુળભૂત પ્રશ્નો અંગે પહેલા જ ચેતવણી આપવામાં આવી હતી. પરંતુ તેમણે કોઇનું સાંભળ્યું જ નહીં. તેઓએ આગફ્ર કહ્યું, ફ્રાંસ જે અદ્ભૂત દેશ છે સંઘ દેશ છે તે પાગલપનને રોકે નહીં તો ત્યાંની મહત્વની ઐતિહાસિક ઇમારતો પણ ભસ્મ થઇ જશે.વાન્સે તો આ ગેરકાયદે વસાહતીઓને એક હુમલો કહ્યો હતો.
