Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

દેશની સૌથી મોટી બેંક SBI ના ગ્રાહકોનો ડેટા ડાર્ક વેબ પર લીક થવાની આશંકા

મોબાઈલ નંબરથી લઈને સરનામા સુધી લીક

સીઈઆરટી-ઇન પાસેથી એલર્ટ મળ્યા બાદ હડકંપ મચી ગયો છે, મામલાની ગંભીરતા જોતા સ્વતંત્ર તપાસ શરૂ કરવામાં આવી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૧ ઓક્ટોબર ૨૦૨૬ — ભારતની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) સાથે જોડાયેલા ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એસબીઆઈના ગ્રાહકોનો મહત્વનો ડેટા ડાર્ક વેબ પર લીક થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બેંક દ્વારા ૨૧ ઓક્ટોબરે શેર બજારને આ મામલાની જાણ કરવામાં આવી છે. આ સમાચાર સામે આવ્યા બાદ બેન્કિંગ સેક્ટરમાં હલચલ વધી ગઈ છે. પરંતુ બેંકએ મામલાની ગંભીરતા સમજતા તત્કાલ તપાસ શરૂ કરી છે. સાયબર સુરક્ષા મજબૂત કરવા માટે બેંક તરફથી તમામ જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યાં છે.
એસબીઆઈને આ સંભવિત ડેટા લીક વિશે ૧૬ ઓક્ટોબર ૨૦૨૬ના સૌથી પહેલા જાણકારી મળી હતી. બેંકને પોતાની થ્રેટ ઈન્ટેલિજન્સ સેવા પ્રદાતા, રક્ષા સાયબર એજન્સીની સાથે-સાથે સીઈઆરટી-ઇન (ઝ્રઈઇ્‌-ૈંહ) પાસેથી આ સંબંધમાં ખાસ એલર્ટ મળ્યા હતા. આ એલર્ટ મળ્યા બાદ બેંકે તત્કાલ પોતાની શરૂઆતી તપાસ શરૂ કરી. પ્રાથમિક તપાસમાં બેંક ટીમે લગભગ ૩.૭૫ લાખ રેકોર્ડની તપાસ કરી. આ સઘન વિશ્લેષણમાં એક પરેશાન કરનારી વાત સામે આવી. તપાસમાં જાણવા મળ્યું કે ૩૮૭૯ ગ્રાહકોના રેકોર્ડમાં વ્યક્તિગત ઓળખ સંબંધિત જાણકારી ઉપલબ્ધ હતી. આ તે અંગત જાણકારી હોય છે, જેનાથી કોઈપણ વ્યક્તિની ઓળખ સરળતાથી ઉજાગર થઈ શકે છે.

આ સંભવિત લીક ડેટામાં ગ્રાહકોના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર, જન્મતારીખ, નામ, જેન્ડર, ઈમેલ આઈડીથી લઈને તેના ઘરનું સરનામું પણ સામેલ છે. વાત માત્ર અહીં નથી અટકતી. આ સિવાય બેંકની બ્રાન્ચનું નામ, સીઆઈએફ ઓળખ નંબરની સાથે લોન રેકોર્ડનો મેટાડેટા પણ ડાર્ક વેબ પર ઉપલબ્ધ છે. જ્યારે કોઈ વ્યક્તિની આટલી જાણકારી એક સાથે ઈન્ટરનેટના ડાર્ક વિભાગમાં પહોંચી જાય છે, તો તેની સાથે કોઈ પ્રકારની સાયબર છેતરપિંડી કે ફિશિંગ હુમલાનો ખતરો ખુબ વધી જાય છે.

ડેટા લીકનું એલર્ટ મળતા બેંકે વિલંબ કર્યાં વગર કાર્યવાહી કરી છે. એસબીઆઈએ સાયબર ઘટનાનો સામનો કરવા તમામ મહત્વના પ્રોટોકોલ એક્ટિવ કરી દીધા છે. આ મામલાની નિષ્પક્ષ તપાસ માટે એક સ્વતંત્ર સાયબર સુરક્ષા એજન્સીની નિમણૂંક કરવામાં આવી છે. આ એજન્સી સીઈઆરટી-નિની સત્તાવાર પેનલમાં સામેલ છે. આ વિસ્તૃત તપાસનો ઉદ્દેશ્ય તે જાણવાનો છે કે જે ડેટા ડાર્ક વેબ પર ઉજાગર થયો છે, તે કેટલો સાચો અને પ્રામાણિક છે. આ સાથે તપાસ ટીમ તે પણ જાણી રહી છે કે આ ડેટા ક્યાંથી લીક થયો છે, તેનો અસલી સ્ત્રોત શું છે. બેંક સંપૂર્ણ રીતે તે ખાતરી કરવા ઈચ્છે છે કે ગ્રાહકોની સામે ભવિષ્યમાં કોઈ જોખમ પેદા ન થાય.

આ સમાચાર સામે આવ્યા બાદ ગ્રાહકોના મનમાં ડર પેદા થઈ શકે છે કે શું તેના પૈસા સુરક્ષિત છે.

એસબીઆઈએ પોતાના સત્તાવાર નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે આ ઘટનાથી બેંકના મુખ્ય કારોબારી કામકાજ પર કોઈ ખરાબ અસર પડી નથી. બેંકનું નાણાકીય પ્રદર્શન કે તેની વ્યાવસાયિક ગતિવિધિઓ સામાન્ય રીતે ચાલી રહી છે. સામાન્ય ગ્રાહકોએ પરેશાન થવાની જરૂર નથી, કારણ કે બેન્કિંગ સેવાઓ કોઈ સમસ્યા વગર યથાવત છે. બેંક દ્વારા ગ્રાહકોને ભરોસો આપવામાં આવ્યો કે તે સ્થિતિ પર નજર રાખી રહી છે.

Related posts

ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજી સામે FIR દાખલ

Master Admin

ઓછી વીજળી વાપરનારાઓનું પણ લાઈટ બિલ હવે વધી જશે

Master Admin

પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલનો વારો : કોંગ્રેસ

Master Admin

Leave a Comment

Translate »