Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

ઓછી વીજળી વાપરનારાઓનું પણ લાઈટ બિલ હવે વધી જશે

ફિક્સ મંથલી ચાર્જમાં વધારો કરવામાં આવશે

સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (CEA) જે પ્રસ્તાવ મૂકયો છે, તેમાં તમારું ઈલેક્ટ્રસિટી બિલ વધી જશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૮ મે ૨૦૨૬ — દેશની જનતા પર મોંઘવારીનો હજી એક મોટો ફટકો પડવાનો છે. પેટ્રોલ, ડીઝલ અને સીએનજી બાદ હવે વીજળીના દરોમાં પણ સરકાર વધારો ઝીંકવાની તૈયારી કરી રહી છે. સીઈએ દ્વારા ઈલેક્ટ્રિસિટીના ફિક્સ્ડ મંથલી ચાર્જ વધારાવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (CEA) નો આ પ્રસ્તાવ પાસ થયો તો, વીજળીના ફિકસ્ડ મંથલી ચાર્જ વધી જશે. જેને કારણે તમારું લાઈટ બિલ પણ વધી જશે.

મિડલ ઈસ્ટથી આવેલા સંકટ બાદ હવે દેશ કારમી મોંઘવારી તરફ ધકેલાઈ ગયો છે. જીવનજરૂરિયાતી વસ્તુઓ પર સર્જિકલ સ્ટ્રાઈક પડી હોય તેમ એક એક કરીને તમામ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. પેટ્રોલ-ડીઝલ, સીએનજી, દૂધ બાદ હવે તમામ વસ્તુઓમાં ભાવ વધારા જોવા મળી રહ્યાં છે. ત્યારે હવે તમારું લાઈટ બિલ પણ વધી જશે. એક રિપોર્ટ અનુસાર, વીજળીનો ફિકસ્ડ મંથલી ચાર્જ ઓછો ઉપયોગ કરનારાઓનું પણ ઈલેક્ટ્રિસિટી બિલ વધી જશે. આવું કેવી રીતે થશે તે જાણો.

સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (CEA) એ જે પ્રસ્તાવ મૂક્યો છે તેમાં ફિક્સ મંથલી ચાર્જ વધી જશે. વીજળી વિતરણ કંપનીઓ પર પડતા ભાર અને વધુ પડતા ખર્ચને ભરપાઈ કરવા માટે આ પ્રકારનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જો પ્રસ્તાવ અમલમાં આવશે તો ફિકસ્ડ ચાર્જના રૂપમાં તોતિંગ બિલ ગ્રાહકો પાસેથી વસૂલાઈ શકે છે. આ પ્રસ્તાવનો સીધો અર્થ એ છે કે, તમારું વીજળીનો વપરાશ ઓછો હસે તો પણ વીજ ગ્રાહકોને દર મહિને ફિકસ્ડ ચાર્જ તો ચૂકવવો પડશે. આ રકમ હજી સુધી નક્કી કરવામાં આવી નથી.

CEAનો પ્રસ્તાવ શું છે

  • વિજળી બિલનો મોટો હિસ્સો ફિકસ્ડ ચાર્જનાં સ્વરૂપમાં લેવામાં આવશે
  • ડોમેસ્ટિક અને કૃષિ વપરાશકારો માટે ફિકસ્ડ ચાર્જ કુલ ખર્ચનાં ૨૫ ટકા સુધી કરવામાં આવી શકે છે
  • ઔદ્યોગિક, વાણિજય અને સંસ્થાકીય ગ્રાહકો માટે આ હિસ્સો ૨૦૩૦ સુધી ૧૦૦ ટકા સુધી પહોંચી શકે છે
  • CEA એ પ્રસ્તાવમાં ટાંક્યું કે, મોટી સંખ્યામાં ગ્રાહકો રુફટોપ સોલર સિસ્ટમ લગાવી રહ્યાં છે. તેમજ કેટલાય ઉદ્યોગો કેપેટિવ પાવર જનરેશનની પહેલ કરી ચૂક્યા છે.
  • આ જોતા ડિસ્કીમની આવક પર ભારણ વધી રહ્યું છે. આ કારણે વીજ બિલમાં ફિક્સ્ડ મંથલી ચાર્જમાં વધારો કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

Related posts

CISF દેશના મુખ્ય એરપોર્ટના ફેસિયલ રેકગ્નિશન ડેટાને એકત્ર કરશે

Master Admin

BJPએ રાજ્યસભાની ચૂંટણી માટે જાહેર કર્યા ૯ ઉમેદવાર

Master Admin

કૈલાશ માનસરોવર યાત્રાનો આગામી ૩૦ જૂન, ૨૦૨૬ થી પ્રારંભ

Master Admin

1 comment

John3138 May 19, 2026 at 2:07 am Reply

Leave a Comment

Translate »