Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
CrimeGujarat

સાયબર ઠગોએ ગેસ બિલના નામે છેતરપિંડી કરવાની નવી તરકીબ અપનાવી

ગેસ કનેક્શન કાપી નાખવાની ધમકી

ખાતામાંથી કુલ ૪.૫૧ લાખ ઉપડી ગયા હતા. આ મામલે નારોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૨૪ ઓક્ટોબર ૨૦૨૬ — અમદાવાદ શહેરમાં સાયબર ઠગોએ ગેસ બિલના નામે છેતરપિંડી કરવાની નવી તરકીબ અપનાવી છે. ઇસનપુરમાં ક્લિનિક ધરાવતા ૬૭ વર્ષીય ડૉક્ટરને માત્ર ૧૩નું ગેસ બિલ બાકી હોવાનું કહી નિશાન બનાવવામાં આવ્યા હતા. વ્હોટ્‌સએપ પર મોકલવામાં આવેલી છઁદ્ભ ફાઇલ ડાઉનલોડ કરીને તેમાં બેંક કાર્ડની વિગતો ભર્યા બાદ તેમના ખાતામાંથી કુલ ૪.૫૧ લાખ ઉપડી ગયા હતા. આ મામલે નારોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ ફરિયાદ અનુસાર, ઇસનપુર-વટવા રોડ પર રહેતા અને ઇસનપુરમાં ક્લિનિક ધરાવતા ૬૭ વર્ષીય પ્રકાશ દરજીને ૪ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ અજાણ્યા નંબર પરથી વ્હોટ્‌સએપ કોલ આવ્યો હતો. કોલ કરનારે અદાણી ગેસનું બિલ બાકી હોવાનું જણાવી તાત્કાલિક ચુકવણી નહીં કરવામાં આવે તો ગેસ કનેક્શન બંધ કરી દેવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, ત્રણ મહિના સુધી કનેક્શન નહીં મળે તેવી વાત કરીને ડૉક્ટર પર દબાણ ઊભું કર્યું હતું.

ત્યારબાદ ઠગે વ્હોટ્‌સએપ પર અદાણી ગેસના લોગોવાળી નોટિસ અને બિલ ભરવા માટેની છઁદ્ભ ફાઇલ મોકલી હતી. ગેસનું બિલ બાકી ન હોવા છતાં માત્ર ૧૩ની ચુકવણી બાકી હોવાનું કહી ડૉક્ટરને એપ્લિકેશન ડાઉનલોડ કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.

ડૉક્ટરે ફાઇલ ખોલીને તેમાં સર્વિસ નંબર અને બેંક ઑફ બરોડાના ડેબિટ કાર્ડની વિગતો દાખલ કરી હતી. આ દરમિયાન તેમનો મોબાઇલ અચાનક હેંગ થઈ ગયો હતો અને લગભગ દોઢથી બે કલાક સુધી યોગ્ય રીતે કામ કરતો નહોતો.
મોબાઇલમાં થયેલી અસામાન્ય પ્રવૃત્તિથી શંકા જતાં ડૉક્ટર એટીએમ પર પહોંચ્યા હતા અને બેંક ખાતાની ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી તપાસી હતી. તપાસ દરમિયાન અલગ-અલગ ટ્રાન્ઝેક્શન મારફતે તેમના ખાતામાંથી કુલ ૪.૫૧ લાખ ઉપડી ગયા હોવાનું જાણવા મળ્યું હતું.

ત્યારબાદ તેમણે સાયબર હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર ફરિયાદ નોંધાવી હતી. હવે નારોલ પોલીસે આ મામલે સંબંધિત કાયદા હેઠળ ગુનો નોંધી છેતરપિંડી કરનાર શખસને શોધવા તપાસ શરૂ કરી છે.

સાયબર ઠગો ઘણી વખત ગેસ, વીજળી કે અન્ય બિલ બાકી હોવાની ખોટી ધમકી આપીને લોકોને અજાણી છઁદ્ભ ફાઇલ ડાઉનલોડ કરાવે છે. આવી ફાઇલ મોબાઇલમાં નુકસાનકારક એપ ઇન્સ્ટોલ કરી શકે છે અને સંવેદનશીલ માહિતી જોખમમાં મૂકી શકે છે.

ગેસ કે વીજળીનું બિલ ભરવા માટે વ્હોટ્‌સએપ પર આવેલી અજાણી છઁદ્ભ ફાઇલ ક્યારેય ડાઉનલોડ ન કરો. બિલની ખરાઈ સંબંધિત કંપનીની સત્તાવાર એપ અથવા વેબસાઇટ પરથી જ કરો. બેંક કાર્ડની વિગતાર્ ં્‌ઁ કે ૈઁંદ્ગ અજાણ્યા વ્યક્તિ સાથે શેર ન કરો. જો સાયબર છેતરપિંડી થાય, તો તાત્કાલિક બેંકનો સંપર્ક કરીને ટ્રાન્ઝેક્શન રોકાવવાનો પ્રયાસ કરો અને ૧૯૩૦ પર ફરિયાદ નોંધાવો.

Related posts

૧૮ અત્યાધુનિક હથિયારો સાથે ૯ શખ્સોની ધરપકડ

Master Admin

અનુપમ મિશનની ઐતિહાસિક સિદ્ધિ

Reporter1

ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની દિલ્હીમાં બેઠક

Master Admin

Leave a Comment

Translate »