Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
nationalPolitics

બેલેટ પેપરથી ચૂંટણી છતાં કોંગ્રેસનો કારમો પરાજય

MLCની ૧૨ બેઠકોમાંથી એકેય ન મળી

ભાજપ અને જનતા દળ (સેક્યુલર) એટલે કે JD(S) ના NDA ગઠબંધને ચારેય બેઠકો જીતીને કોંગ્રેસને ઝટકો આપ્યો હતો

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૮ ઓક્ટોબર ૨૦૨૬ — ચાર રાજ્યોમાં યોજાયેલી વિધાન પરિષદની ચૂંટણીમાં કોંગ્રેસને મોટો રાજકીય ફટકો પડ્યો છે. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને બિહારની કુલ ૨૮ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે ૧૨ બેઠકો પર ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા.

અહેવાલ મુજબ, કોંગ્રેસને અત્યાર સુધી એકેય બેઠક મળી નથી. ખાસ કરીને કર્ણાટકમાં સત્તામાં હોવા છતાં પક્ષને ચારેય બેઠકો પર હારનો સામનો કરવો પડ્યો છે.

કોંગ્રેસ લાંબા સમયથી દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ બેલેટ પેપરથી યોજવાની માગ કરી રહી છે. ત્યારે બેલેટ પેપરથી યોજાયેલી આ ચૂંટણીમાં પણ પક્ષને સફળતા ન મળતાં રાજકીય ચર્ચા તેજ બની છે. ભાજપે પણ આ પરિણામોને લઈને કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે.

કર્ણાટક વિધાન પરિષદની ચારેય બેઠકોનાં પરિણામ જાહેર થઈ ગયાં છે. ભાજપ અને જનતા દળ (સેક્યુલર) એટલે કે ત્નડ્ઢ(જી)ના દ્ગડ્ઢછ ગઠબંધને ચારેય બેઠકો જીતીને કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. આ બેઠકો સ્નાતક અને શિક્ષક મતવિસ્તારોની હતી.

ઉત્તર-પૂર્વ શિક્ષક મતવિસ્તારમાં કોંગ્રેસને સૌથી મોટો પરાજય સહન કરવો પડ્યો. આ મતવિસ્તારમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ગૃહ જિલ્લા કલબુર્ગીનો પણ સમાવેશ થાય છે. ભાજપના વર્તમાન વિધાન પરિષદ સભ્ય શશિલ જી. નમોશીએ કોંગ્રેસના ઉમેદવાર શરણપ્પા મત્તૂરને ૩,૨૯૭ મતથી હરાવ્યા હતા.

બિહારમાં કોંગ્રેસે પાંચ બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા, પરંતુ પક્ષને એકેય બેઠક મળી ન હોવાનું અહેવાલમાં જણાવાયું છે. આમ, બિહારમાં પણ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.

મહારાષ્ટ્રમાં કોંગ્રેસે ત્રણ બેઠકો પર ચૂંટણી લડી હતી. અહેવાલ લખાયો ત્યારે ત્રણેય બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો પાછળ ચાલી રહ્યા હતા અને મતગણતરી ચાલુ હતી. તેથી મહારાષ્ટ્રની બેઠકો અંગે અંતિમ પરિણામની પુષ્ટિ થવી બાકી હતી.
કોંગ્રેસની હારને લઈને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ પણ નિશાન સાધ્યું હતું. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે ૨૮ સ્ન્ઝ્ર બેઠકોની ચૂંટણી બેલેટ પેપરથી યોજાઈ હોવા છતાં રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ કોંગ્રેસને એકેય બેઠક મળી નથી.

આ પરિણામો બાદ કોંગ્રેસની ચૂંટણીલક્ષી વ્યૂહરચના અને વિવિધ રાજ્યોમાં પક્ષના સંગઠન અંગે રાજકીય ચર્ચા તેજ થવાની શક્યતા છે.

Related posts

દુબઈ ફરી ખુલ્લા આકાશ તળે: ઠંડી ઋતુનો ભરપૂર આનંદ માણવાની છ રીતો

Master Admin

ગુંડાગીરી નહીં, સન્માનથી વાત કરો; આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરો

Master Admin

ટ્રાય સિરીઝ ફાઈનલમાં ઈન્ડિયા-A ચેમ્પિયન, શ્રીલંકાને ૬૬ રનથી હરાવ્યું

Master Admin

Leave a Comment

Translate »