Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessnational

PI ઇન્ડસ્ટ્રીઝએ ભારતમાં સ્વદેશી ધોરણે શોધાયેલ ઇન્સેક્ટીસાઇડ મોલેક્યુલ ‘પાયોક્સેનિલીપ્રોલ’ રજૂ કર્યું

— દાયકાઓથી વધુ લાંબા ગાળાની આ સંશોધન સિદ્ધિ વિશ્વસ્તરીય કૃષિ વિજ્ઞાન અને મૌલિક આવિષ્કારોનું સર્જન કરવાની ભારતની ક્ષમતામાં એક નિર્ણાયક સીમાચિહ્નરૂપ છે.

નવી દિલ્હી | ૦૩ નવેમ્બર ૨૦૨૬ | ભારતીય કૃષિવિષયક વિજ્ઞાન માટે એક ઐતિહાસિક ક્ષણમાં PI ઇન્ડસ્ટ્રીઝએ આજે પાયોક્સેનિલીપ્રોલ (Pioxaniliprole) રજૂ કર્યું છે, જે ભારતનુ સૌપ્રથમ સ્વદેશી ધોરણે શોધાયેલ જંતુનાશક અણુ (ઇન્સેક્ટીસાઇડ મોલેક્યુલ) છે, જેનો દાયકાઓથી લાંબા ગાળાના સંશોધન, સતત રોકાણ અને વૈજ્ઞાનિક નવીનતા દ્વારા વિકસાવવામાં આવ્યું છે.

આ સફળતા PI અને ભારતના પાક રક્ષણ ઉદ્યોગ માટેના નિર્ણાયક સીમાચિહ્નને અંકિત કરે છે. પાયોક્સેનિલીપ્રોલ ઉમદા વૈજ્ઞાનિક શોધો અને પ્રોપરાઇટરી બૌદ્ધિક સંપદાનું સર્જન કરવાની દેશની વધતી જતી ક્ષમતાઓ દર્શાવે છે.

ભારત વિશ્વના સૌથી મોટા અને અત્યંત વૈવિધ્ય કૃષિવિષયક ઇકોસિસ્ટમના અનેક ઘરોમાંનું એક છે, જે વિવિધ પ્રકારના પાક, કૃષિ આબોહવાની સ્થિતિ અને વિકસતા પેસ્ટ દબાણોમાં ફેલાયેલું છે. આઠ દાયકાથી વધુના સમયમાં PIએ ભારતીય કૃષિ યુનિવર્સિટીઓ અને વૈજ્ઞાનિકો સાથે કામ કર્યુ છે, તે રીતે ખેડૂતોની અનેક પેઢીઓ સાથે સંકળાઇને ઊંડી સમજણનું નિર્માણ કર્યું છે.

પાયોક્સેનિલીપ્રોલ PIની એડવાન્સ્ડ વૈજ્ઞાનિક શોધની ક્ષમતાઓ સાથે ભારતીય કૃષિ વાસ્તવિકતાઓની આ સાથે સમજણ સાથે લાવે છે. વૈશ્વિક વૈજ્ઞાનિક ધોરણો અનુસાર વિકસાવવામાં આવેલ આ મોલેક્યુલ ભારતીય કૃષિ પરિસ્થિતિઓ હેઠળ સતત મૂલ્યાંકનમાંથી પસાર થયું છ, જેમાં અનેક સ્થળોએ આવેલ ખેતરની અજમાયશો, વૈજ્ઞાનિક મૂલ્યાંકનો અને નિયમનકારી અભ્યાસો સહિત રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ સાથે ભારતની કૃષિવિષયક સંશોધન ઇકોસિસ્ટમની ભાગીદારીનો સમાવેશ થાય છે.

પાયોક્સેનિલીપ્રોલએ ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય હેઠળના સેન્ટ્રોલ ઇન્સેક્ટીસાઇડ બોર્ડ એન્ડ રજિસ્ટ્રેશન કમિટી (CIB&RC) પાસેથી રજિસ્ટ્રેશન પ્રાપ્ત કર્યુ છે. આ કમિટીએ તેને ભારતમાં શોધાયેલ ઇન્સેક્ટીસાઇડ એક્ટીવ ઇનગ્રેડીયન્ટ હોવાનું ઔપચારીક રીતે ઓળખી કાઢ્યું છે.

PI ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડના વાઇસ ચેરપર્સન અને મેનેજિંગ ડિરેક્ટર મયંક સિંઘાલએ જણાવ્યુ હતું કે “એક દાયકાથી વધુ સમય પહેલા, અમે ભારતમાં અસલ પાક-રક્ષણ શોધી કાઢવાની ક્ષમતાનું નિર્માણ કરવાનુ નક્કી કર્યું હતું. આ માટે પરંપરાગત માન્યતાઓને પડકારવાની હિંમત, નોંધપાત્ર દીર્ઘકાલીન રોકાણ અને અગાઉ ક્યારેય પ્રાપ્ત ન થયું હોય તેવું કંઈક હાંસલ કરવાની દ્રઢતાની જરૂર હતી. આજે, ‘પાયોક્સેનિલીપ્રોલ’  જ્યારે ભારતીય કૃષિ વિશેની આપણી ઊંડી સમજ અને વિશ્વસ્તરીય વિજ્ઞાનનો સમન્વય થાય, ત્યારે શું શક્ય બની શકે છે એ દર્શાવે છે. આ PI અને ભારતીય કૃષિ ક્ષેત્રની નવીનતા માટે ગર્વની ક્ષણ છે. આ સિદ્ધિ ભારતમાંથી વિશ્વ માટે મૌલિક વિજ્ઞાન અને બૌદ્ધિક સંપદાનું સર્જન કરતી, નવીનતા-આધારિત વૈશ્વિક ‘લાઇફ સાયન્સિસ’ કંપની બનાવવાની અમારી મહત્વાકાંક્ષાને વધુ મજબૂત બનાવે છે.”

આ શોધ PIના મોલેક્યુલર શોધ, કેમિસ્ટ્રી, બાયોલોજી, ફોર્મ્યુલેશન વિજ્ઞાન, ટોક્સીકોલોજી, એગ્રોનોમી, પ્રોસેસ વિકાસ અને ઉત્પાદન સુધી ફેલાયેલ સંકલિત સંશોધન અને વિકાસકીય ઇકોસિસ્ટમમાં લાંબા ગાળાના રોકાણનું પ્રતિબિંબ પાડે છે.

700થી વધુ વૈજ્ઞાનિકો, 200થી વધુ પીએચડી અને 260 કરતા વધુ પેટન્ટના પોર્ટફોલિયો સાથે PIએ વિકાસ અને વ્યાપારીકરણ મારફતે અસલ શોધોને એડવાન્સ બનાવવા માટે વૈજ્ઞાનિક ઊંડાઇ અને આંતરમાળખાનું નિર્માણ કર્યું છે.

પાયોક્સેનિલીપ્રોલની મહત્ત્વતા એક મોલેક્યુલથી વધુ છે. આ PI ખાતેની એક વ્યાપક નવીનતા પ્રક્રિયાનું પ્રથમ પરિણામ છે, જેમાં કેમિસ્ટ્રી (રસાયણશાસ્ત્ર), બાયોલોજી (જીવવિજ્ઞાન) અને બાયો-કેમિકલ (જૈવ-રાસાયણિક) ઉકેલોનો સમાવેશ થાય છે. આ તમામ બાબતો ભારતની વધુ મોટી વૈજ્ઞાનિક આત્મનિર્ભરતા તરફની યાત્રામાં એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે; તે સ્વદેશી સંશોધન ક્ષમતાઓને મજબૂત બનાવે છે અને વૈશ્વિક મહત્વ ધરાવતા પડકારોનો સામનો કરવા માટે ભારતીય મૂળના કૃષિ-નવીનતાના અવસરોનું સર્જન કરે છે.

PI ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડના ચેરમેન નારાયણ કે. સેશાદ્રીએ જણાવ્યું હતું કે “પાયોક્સેનિલીપ્રોલ ભારતીય કૃષિ વિજ્ઞાનના વિકામાં એક અગત્યના સીમાચિહ્ન તરીકે રજૂ કરે છે. પ્રગતિશીલ નવીનતા માટે સ્થાપિત સીમાઓથી આગળ વિચારવાની ક્ષમતા જરૂરી છે, જે વૈજ્ઞાનિક ક્ષમતાઓ, ધૈયર્તાપૂર્ણ રોકાણ અને લાંબા ગાળાની પ્રતિબદ્ધતા દ્વારા સમર્થિત છે. PI ઇન્ડસ્ટ્રીઝ માટે, પાયોક્સેનિલીપ્રોલ આગામી પેઢીની શોધો માટે એક મહત્વપૂર્ણ પાયો રજૂ કરે છે. તે સતત નવીનતા પાઇપલાઇન બનાવવા, સ્વદેશી સંશોધન ક્ષમતાઓને આગળ વધારવા અને વૈશ્વિક કૃષિ માટે વિભિન્ન તકનીકો વિકસાવવા માટેની કંપનીની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.”

ભારતની પ્રથમ સ્વદેશી જંતુનાશક શોધથી લઈને આવતીકાલની શોધો સુધી, પાયોક્સેનિલીપ્રોલ PI અને ભારતીય કૃષિ નવીનતા માટેનો એક નવા અધ્યાયને ખુલ્લો મુકે છે.

== સમાપ્ત ==

Related posts

Toyota Kirloskar Motor Culminates Environment Month 2025  with Strong Emphasis on Sustainable Business Practices and Eco-Conscious Living

Reporter1

Tata Motors ‘Automotive Skill Labs’ initiative nurtures over 4000 students annually with future-ready automotive skills

Reporter1

MAI Labs Launches STOEX: Transforming RWA Ownership

Reporter1

Leave a Comment

Translate »