Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

પાણીની ટાંકીમાંથી મરેલો વાંદરો મળતાં ૫૨ વિદ્યાર્થીઓની તબિયત બગડી

આસામની હોસ્ટેલમાં દૂષિત પાણીથી વિદ્યાર્થીઓ બીમાર

દુર્ગંધયુક્ત પાણીની ફરિયાદ છતાં તંત્રએ ધ્યાન ન આપ્યું, ત્રણ વિદ્યાર્થીઓને વધુ તપાસ માટે ખસેડાયા

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુવાહાટી, તા.૪ નવેમ્બર ૨૦૨૬ — આસામમાં ગુવાહાટીની કોલેજમાં આવેલા હોસ્ટેલમાં દૂષિત પાણી પીવાના કારણે ૫૨ વિદ્યાર્થીની તબિયત લથડી હોવાનું જાણવા મળ્યું છે. અત્યારે આ વિદ્યાર્થીઓની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. અચાનક આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની તબિયત ખરાબ થઈ જતા અનેક પ્રકારની શંકાઓ થવા લાગી હતી. જેથી આ કેસમાં તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. આ ઘટના ગુવાહાટીમાં આવેલ જાલુકબારીની એક કોલેજની હોસ્ટેલમાં બની છે. વિગતે વાત કરવામાં આવે તો, દૂર્ગાપૂજામાંથી પાછા આવ્યાં બાદ આ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ પાણીમાંથી દૂર્ગધ આવતી હોવાની ફરિયાદ કરી હતી. બાદમાં જ્યારે પાણીની ટાંકીની તપાસ કરવામાં આવી ત્યારે તેમાંથી મરેલો વાંદરો મળી આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ પાણી પીવાના કારણે વિદ્યાર્થીઓને પેટમાં દુઃખવું, ઉલટી થવી અને તાવ આવ્યો હોવાની ફરિયાદો થવા લાગી હતી. જેથી કુલ ૫૨ વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. આમાંથી ત્રણ વિદ્યાર્થીઓને વધારે તપાસ માટે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે તેમાંથી કોઈને પણ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી ન હતી અને તમામ ૫૨ વિદ્યાર્થીઓની તબિયત સ્થિર છે. તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. પરંતુ હોસ્ટેલ દ્વારા આવી બેદરકારી દાખવવામાં આવી તેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં વધારે રોષ ફેલાયો છે. કારણ કે, વિદ્યાર્થીઓ દ્વારા વારંવાર પાણી અંગે ફરિયાદ કરવામાં આવી હતી, તેમ છતાં પણ કોઈ તપાસ કે કાર્યવાહી કરવામાં આવી નહોતી. આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવ્યાં બાદ કોલેજના આચાર્યે કહ્યું કે, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં બિમાર પડ્યા તેની જાણકારી મળ્યાં બાદ તંત્ર દ્વારા પાણીની ટાંકી સાફ કરાવી દેવામાં આવી છે. જ્યારે આ હોસ્ટેલના વિદ્યાર્થીઓને અન્ય હોસ્ટેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યાં છે. જો કે, મૂળ પ્રશ્ન એ છે કે, શા માટે ટાંકીની નિયમિત રીતે સફાઈ કરાવમાં નથી આવતી? વિદ્યાર્થીઓનું કહેવું છે કે, પાણીમાંથી દૂર્ગધ આવતી હોવાની ફરિયાદ કર્યા બાદ પણ કોઈ ઉકેલ આવ્યો નહોતો. વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી તે પછી પણ ટાંકીની તપાસ કેમ કરવામાં ના આવી? વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે આ પ્રકારે ચેડા કરવામાં આવ્યાં તે ખરેખર ગંભીર બાબત છે.

Related posts

ભારે હંગામા વચ્ચે એન્ટી પેપરલીક સંશોધન બિલ લોકસભામાં ધ્વનીમતથી પાસ થયું

Master Admin

ઉત્તર પ્રદેશમાં આંધી તોફાનનો કહેર, ૫૪ લોકોના મોત

Master Admin

ઈન્ટરનેશનલ ફ્લાઇટ્‌સના જેટ ફ્યુઅલના ભાવમાં મોટો ઘટાડો

Master Admin

Leave a Comment

Translate »