Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gujarat

ઈ-મેઇલમાં ગુજરાતનાં ચાર મહત્ત્વનાં સ્થળોને બોમ્બથી ઉડાવવાની ધમકી

ધમકીભર્યા ઈ-મેઇલથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ

ગુજરાત હાઈકોર્ટ, CMO અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવવાની ધમકી : દિલજિત દોસાંઝના શોમાં IED બ્લાસ્ટની પણ ચેતવણી

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા. ૬ નવેમ્બર ૨૦૨૬ — ગુજરાતમાં ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ છે. ગુજરાત હાઈકોર્ટ ઉપરાંત મુખ્યમંત્રી કાર્યાલય (CMO), ગાંધીનગર સચિવાલય અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને નિશાન બનાવવાની ધમકીભર્યો ઈ-મેઇલ મળતાં પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું છે. એટલું જ નહીં, આગામી ૨૧ નવેમ્બરના રોજ યોજાનારા ગાયક દિલજિત દોસાંઝના કાર્યક્રમ દરમિયાન ૈંઈડ્ઢ બ્લાસ્ટ કરવાની પણ ધમકી આપવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, અજાણ્યા શખ્સ દ્વારા મોકલવામાં આવેલા ધમકીભર્યા ઈ-મેઇલમાં ગુજરાતનાં મહત્ત્વનાં સરકારી સ્થળો અને જાહેર કાર્યક્રમોને નિશાન બનાવવાની વાત કરવામાં આવી છે. ઈ-મેઇલમાં ખાલિસ્તાન નેશનલ આર્મી અને બબ્બર ખાલસા સંગઠનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશનાં અયોધ્યા, કાશી અને મથુરાનાં મંદિરોને પણ નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી છે.

ગુજરાત હાઈકોર્ટને ધમકીભર્યો ઈ-મેઇલ મળતાં જ સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે. ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા હાઈકોર્ટ પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસની ટીમો પણ સ્થળ પર પહોંચી તપાસમાં જોડાઈ છે. અન્ય સંભવિત સ્થળોની સુરક્ષા અંગે પણ સંબંધિત એજન્સીઓ સતર્ક બની છે.

ધમકીભર્યા ઈ-મેઇલમાં ૨૧ નવેમ્બરના રોજ દિલજિત દોસાંઝના કાર્યક્રમ દરમિયાન ૈંઈડ્ઢ વિસ્ફોટ કરવાની ચેતવણી આપવામાં આવી છે. આને પગલે કાર્યક્રમની સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ ચિંતા ઊભી થઈ છે. જોકે, ધમકીની વિશ્વસનીયતા અને તેના પાછળ કોણ જવાબદાર છે તે અંગે તપાસ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અગાઉ પણ અનેક વખત બોમ્બની ધમકીઓ મળી ચૂકી છે. ઓક્ટોબર મહિનામાં અમદાવાદની નારાયણ સ્કૂલ, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ, વિદ્યાભારતી સ્કૂલ અને સી.એન. વિદ્યાલય સહિતની શાળાઓને ધમકીભર્યા ઈ-મેઇલ મળ્યા હતા. તે સમયે નરેન્દ્ર મોદી સ્ટેડિયમને પણ નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી હતી. ધમકી મળતાં જ વાલીઓમાં ચિંતા ફેલાઈ હતી અને પોલીસ તથા બોમ્બ સ્ક્વોડે તપાસ હાથ ધરી હતી.

આ ઉપરાંત અમદાવાદ સહિત રાજ્યની વિવિધ જેલોને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જોકે, અગાઉના કેટલાક કિસ્સાઓમાં તપાસ દરમિયાન શંકાસ્પદ વિસ્ફોટક સામગ્રી મળી ન આવતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

હાલ તાજા ધમકીભર્યા ઈ-મેઇલને પગલે સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ અને ચકાસણીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઈ-મેઇલ મોકલનારની ઓળખ, ધમકીની ગંભીરતા અને સંભવિત જોખમ અંગે તપાસ બાદ જ વધુ સ્પષ્ટતા થશે.

Related posts

ગરીબ માણસને લાખોનું બિલ થમાવી દેતા પગ તળેથી જમીન સરકી ગઈ

Master Admin

ટાટા મોટર્સ ફાઉન્ડેશનનો ઇન્ટિગ્રેટેડ વિલેજ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ગુજરાતમાં 19,000 લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યો છે

Master Admin

ભાજપના કોર્પોરેટરે જ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડતા કોન્ટ્રાક્ટરે આપી ધમકી

Master Admin

Leave a Comment

Translate »