આધાર વેરિફિકેશનની પ્રક્રિયામાં મોટો બદલાવ
UIDAIની પેપરલેસ સુવિધાથી આધાર નંબર શેર કર્યા વગર ડિજિટલ ઓળખ ચકાસણી થશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૬ નવેમ્બર ૨૦૨૬ — આધાર કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર! હવે હોટલ અને હોસ્પિટલમાં ફોટોકોપી આપવાની જરૂર નહીં પડે, UIDAI લાવ્યું પેપરલેસ વેરિફિકેશન. આધાર કાર્ડનો ઉપયોગ કરતા કરોડો નાગરિકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. હવે હોટલમાં ચેક-ઇન કરતી વખતે, હોસ્પિટલમાં દાખલ થતી વખતે કે અન્ય સંસ્થાઓમાં ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડની ફોટોકોપી આપવાની મુશ્કેલીમાંથી રાહત મળી શકે છે. ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળ (UIDAI) દ્વારા ડિજિટલ ઓળખ ચકાસણીને પ્રોત્સાહન આપવા માટે નવી વ્યવસ્થા અમલમાં લાવવામાં આવી રહી છે.આધાર કાર્ડનો ઉપયોગ કરતા કરોડો નાગરિકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. હવે હોટલમાં ચેક-ઇન કરતી વખતે, હોસ્પિટલમાં દાખલ થતી વખતે કે અન્ય સંસ્થાઓમાં ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડની ફોટોકોપી આપવાની મુશ્કેલીમાંથી રાહત મળી શકે છે. ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળ (UIDAI) દ્વારા ડિજિટલ ઓળખ ચકાસણીને પ્રોત્સાહન આપવા માટે નવી વ્યવસ્થા અમલમાં લાવવામાં આવી રહી છે. આ પહેલ હેઠળ ૩૦૦થી વધુ સંસ્થાઓને ઓફલાઇન વેરિફિકેશન સિસ્ટમ સાથે જોડવામાં આવી છે. નવી વ્યવસ્થાનો મુખ્ય હેતુ કાગળની પ્રક્રિયા ઘટાડવાની સાથે નાગરિકોની અંગત માહિતીની સુરક્ષા મજબૂત કરવાનો છે. UIDAIએ હોટલ, હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ, ઇવેન્ટ મેનેજમેન્ટ અને ગિગ ઇકોનોમી સાથે સંકળાયેલી ૩૦૦થી વધુ સંસ્થાઓને ઓફલાઇન વેરિફિકેશન સીકિંગ એન્ટિટી (OVSE) તરીકે નોંધણીબદ્ધ કરી છે. આ વ્યવસ્થાથી ઓળખ સાબિત કરવા માટે આધાર કાર્ડની ઝેરોક્સ જમા કરાવવાને બદલે ડિજિટલ માધ્યમથી ચકાસણી કરી શકાશે. ખાસ કરીને હોટલમાં રોકાણ કરનારા પ્રવાસીઓ અને હોસ્પિટલમાં સારવાર માટે જતા દર્દીઓ માટે આ સુવિધા ઉપયોગી બની શકે છે. સાથે જ આધારની ફોટોકોપી ખોટા હાથમાં જવાથી થતી સંભવિત સમસ્યાઓ પણ ઘટાડી શકાશે.નવી વ્યવસ્થામાં આધાર એપ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જ્યારે કોઈ વ્યક્તિ હોટલ કે અન્ય સંસ્થામાં પોતાની ઓળખ આપશે ત્યારે એપ દ્વારા ડિજિટલ વેરિફિકેશન કરી શકાશે. આ પ્રક્રિયામાં નાગરિક પોતાની સંમતિથી જરૂરી માહિતી જ શેર કરી શકશે. ઉદાહરણ તરીકે, સંસ્થાને માત્ર નામ અને ફોટાની જરૂર હોય તો સંપૂર્ણ વિગતો આપવાની ફરજ રહેશે નહીં. સૌથી મહત્વની બાબત એ છે કે આ પ્રક્રિયામાં ૧૨ અંકનો આધાર નંબર સંબંધિત સંસ્થા સાથે શેર કરવાની જરૂર નહીં રહે. આ ઉપરાંત વેરિફિકેશન કરતી સંસ્થાઓને ેૈંંડ્ઢછૈંના કેન્દ્રીય ડેટાબેઝ સાથે સીધું જોડાવાની પણ જરૂર નહીં પડે.ેૈંંડ્ઢછૈંની માહિતી અનુસાર, આધાર એપના અત્યાર સુધીમાં ૭.૫ કરોડથી વધુ ડાઉનલોડ થયા છે. ૮૬ લાખથી વધુ લોકોએ એપ દ્વારા પોતાના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અપડેટ કર્યા છે. જ્યારે ૪.૬ કરોડથી વધુ વખત બાયોમેટ્રિક લોક અને અનલોક સુવિધાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સુવિધાથી આધાર સાથે જોડાયેલા ફિંગરપ્રિન્ટ અને આઇરિસ ડેટાને સુરક્ષિત રાખવામાં મદદ મળે છે.ેૈંંડ્ઢછૈંની આ પહેલ ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન (ડ્ઢઁડ્ઢઁ) એક્ટના સિદ્ધાંતોને અનુરૂપ હોવાનું જણાવાયું છે. આ વ્યવસ્થામાં નાગરિકની સંમતિ અને જરૂરી હોય તેટલી જ માહિતી શેર કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. જોકે, તમામ હોટલ, હોસ્પિટલ કે સંસ્થાઓમાં આ સુવિધા તાત્કાલિક ઉપલબ્ધ થઈ ગઈ છે એવું માનવું નહીં. સંબંધિત સંસ્થામાં ડિજિટલ વેરિફિકેશનની સુવિધા ઉપલબ્ધ છે કે નહીં તેની અગાઉથી ખાતરી કરવી જરૂરી છે.
