Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

ડઝનબંધ ફ્લાઈટ્‌સના રૂટ બદલાયા, યુરોપના એરપોર્ટ પર હાઈ એલર્ટ

યુરોપમાં બોમ્બની ધમકીઓથી હવાઈ સેવા ખોરવાઈ

બુખારેસ્ટ એરપોર્ટ પર તો એક ફ્લાઈટમાંથી લગભગ ૨૦૦થી વધુ પ્રવાસીને વિમાનમાંથી નીચે ઉતારવામાં આવ્યા

(સંપૂર્ણ સમાચાર સેવા)
લંડન, તા.૬ નવેમ્બર ૨૦૨૬ — યુરોપમાં વિવિધ દેશની ફ્લાઈટમાં બોમ્બની ધમકીને કારણે સમગ્ર યુરોપમાં ખળભળાટ મચી ગયો હતો. બોમ્બની ધમકીને કારણે લગભગ ડઝને વિમાનના રુટ બદલવામાં આવ્યા હતા, જ્યારે અનેક એરપોર્ટ પર ચેકિંગને કારણે અફડાતફડી અને ડરનો માહોલ પણ ઊભો થયો હતો. બુખારેસ્ટ એરપોર્ટ પર તો એક ફ્લાઈટમાંથી લગભગ ૨૦૦થી વધુ પ્રવાસીને વિમાનમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા.યુરોપમાં બોમ્બની ધમકીને કારણે આજે લગભગ ૧૨ જેટલા વિમાનના રુટ બદલવામાં આવ્યા હતા, જ્યારે અમુક વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. એક અઠવાડિયામાં સતત બીજી વખત આ પ્રકારની ધમકીના બનાવને કારણે સુરક્ષા તંત્રની પણ ઊઁઘ હરામ થઈ હતી.આયરિશ એરલાઈને એક નિવેદનમાં જણાવ્યું હતું કે ડબલીનથી રોમ જઈ રહેલી લિંગસ ફ્લાઈટને પણ સુરક્ષાના કારણોસર અચાનક રુટ બદલવો પડ્યો હતો, ત્યાર પછી પેરિસથી લગભગ ૧૦૦ કિલોમીટર અંતરેના ળાન્સના એવરેક્સ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. એ જ રીતે હેલન્સિકીથી રોમ જઈ રહેલા ફિનએરની એક ફ્લાઈટને રોમ ફિમિસિનો એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઈટાલિયન એરફોર્સનું ફાઈટર જેટ વિમાનથી સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી.મીડિયા રિપોર્ટ અનુસાર એક અધિકારીએ જણાવ્યું હતું કે સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યા પછી સંપૂર્ણ પરિસરમાં તપાસ કરવામાં આવી હતી, પરંતુ કોઈ વિસ્ફોટક વસ્તુ મળી નહોતી. સ્થાનિક મીડિયા અનુસાર કોપનહેગન અને મેડ્રિડથી આવનારી બે ફ્લાઈટ્‌સ સોફિયામાં લેન્ડ કરવામાં આવી હતી, જ્યારે લંડનથી આવનારી ત્રીજી એરક્રાફ્ટને પણ પ્લોવદિવમાં લેન્ડ કરવામાં આવ્યું હતું.ચેક રિપબ્લિકન પોલીસે જણાવ્યું હતું કે પ્રાગ જઈ રહેલા ચાર એરક્રાફ્ટને ઈમ્પ્રોવાઈઝ્‌ડ એક્સપ્લોસિવ ડિવાઈસ હોવાની ધમકી મળી હતી. તમામ સિક્યોરિટી ચેકિંગ પછી કંઈ શંકાસ્પદ મળ્યું નહોતું, ત્યાર પછી ઈન્સપેક્શન કરવામાં આવ્યું હતું. એના સિવાય મિલાનથી બુખારેસ્ટ જઈ રહેલી વિજ એરની એક ફ્લાઈટમાં પણ બોમ્બની ધમકી મળ્યા પછી ૨૦૦ પ્રવાસીને સુરક્ષિત ઉતારવામાં આવ્યા હતા. આ પ્રકારની ઘટના ઓછામાં ઓછી સાત ફ્લાઈટ્‌સ અને એક ક્રૂઝ શિપને બોમ્બની ધમકી મળ્યાના બે દિવસ પછી સમગ્ર યુરોપના એરપોર્ટમાં ઓપરેશનમાં અવરોધ આવ્યો હતો. બોમ્બની ધમકીને કારણે સમગ્ર યુરોપને હાઈ એલર્ટ કરવામાં આવ્યું છે.અત્યાર સુધીમાં બોમ્બ ધડાકાની ધમકી અંગે કોઈ પણ સંગઠને જવાબદારી સ્વીકારી નથી, પરંતુ યુરોપિયન અધિકારીઓને રશિયા અને ઈરાન સાથે કનેક્ટેડ હાઈબ્રિડ એટેક અથવા ભાગફોડિયો ષડયંત્ર તરીકે જોવામાં આવે છે. આ અગાઉ અજાણ્યા હેકર્સે યુરોપના અનેક સુપરમાર્કેટમાં રેફ્રિજરેશન સિસ્ટમ અને ફ્રાન્સની બ્લડ બેંકને નિશાન બનાવ્યા હતા, જેને કારણે તાપમાનમાં પણ વધારો થયો હતો.

Related posts

યુદ્ધ સમાપ્ત થવાના આરે… ડોનાલ્ડ ટ્રમ્પનો વધુ એક મોટો દાવો!

Master Admin

નાસાના રોવરે મંગળ પર અબજો વર્ષ પહેલા દટાયેલી નદી શોધી

Master Admin

“અમે સૈનિકોની રાહ જોઈ રહ્યા છીએ” : ઈરાનનો અમેરિકાને પડકાર

Master Admin

Leave a Comment

Translate »