Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gov. of GujaratGujaratPolitics

પીએમ મોદીની મુલાકાત બાદ ગુજરાત ભાજપ એક્શન મોડમાં

મિશન ૨૦૨૭નો રોડમેપ તૈયાર

આદિવાસી મતદારોને રીઝવવાથી લઈ યુવા મોરચાના જનજાગૃતિ અભિયાન સુધીના ચાર મોટા નિર્ણયો લેવાયા

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૧૬ નવેમ્બર ૨૦૨૬ — પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના તાજેતરના ગુજરાત પ્રવાસ અને ગાંધીનગરમાં મંત્રીઓ તથા વરિષ્ઠ નેતાઓ સાથે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક બાદ ગુજરાત ભાજપમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે.
આગામી ડિસેમ્બર ૨૦૨૭માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજયનો નવો રેકોર્ડ સ્થાપવા માટે સરકાર અને સંગઠને અત્યારથી જ કમર કસી છે. પીએમ મોદી સાથેની ચર્ચા બાદ પાર્ટીએ આગામી કાર્યક્રમોનો એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે.

પાર્ટી દ્વારા સોમવારે (૧૬ નવેમ્બર) સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ પ્રભારી તરૂણ ચૂગ સહિતના અગ્રણીઓ હાજર રહી કાર્યકરો સાથે સીધો સંવાદ સાધશે અને આગામી ચૂંટણીની રણનીતિનો રોડમેપ રજૂ કરશે.

રાજ્યમાં ઉજવાઈ રહેલા આદિવાસી ગૌરવ સપ્તાહ અને આદિવાસી મતદારોમાં પકડ વધુ મજબૂત કરવા સરકાર સક્રિય બની છે. જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી ૧૮થી ૨૦ નવેમ્બર દરમિયાન ગુજરાતના આદિવાસી વિસ્તારોના ૭૨ કલાકના વિશેષ પ્રવાસે જશે. આ દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી સ્થાનિક નાગરિકોના પ્રશ્નો સાંભળશે.
ચૂંટણી પંચ અને ’જીૈંઇ’ની કામગીરી પર વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવી રહેલા સવાલો અને વિરોધનો જવાબ આપવા ભારતીય જનતા યુવા મોરચાને મેદાનમાં ઉતારાયો છે. યુવા મોરચો રાજ્યની તમામ વિધાનસભા બેઠકો પર જનજાગૃતિ અભિયાન ચલાવશે, જેમાં યુવાનો સાથે સંવાદ તેમજ શાળા-કોલેજોમાં ક્વિઝ અને વકૃત્વ સ્પર્ધાઓ યોજી લોકોની શંકાઓ દૂર કરવામાં આવશે. શુક્રવારે મોડી રાત્રે ગાંધીનગરમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ સરકાર અને સંગઠન એક જ દિશામાં આગળ વધે તે માટે સંકલન પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેથી ૨૦૨૨ની ઐતિહાસિક જીત બાદ ૨૦૨૭માં પણ પાર્ટીનું પ્રદર્શન વધુ મજબૂત બનાવી શકાય.

Related posts

ટીસીઆઈ સી-વેઝના કાફલામાં 500 ટીઈયુ ક્ષમતાનું કન્ટેનર જહાજ ‘ટીસીઆઈ સેતુ’ ઉમેરાયું

Master Admin

AAP છોડતા જ રાઘવ ચઢ્ઢાને ભાજપે આપ્યું ઈનામ

Master Admin

થ્રેડ્સ ઓફ બિકમિંગ: ભારતીય સાડીની શાશ્વત સુંદરતાને રશ્મિ કશ્યપની અંજલિ

Master Admin

Leave a Comment

Translate »