Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

ઓમાન નજીક ઓઇલ ટેન્કર પર હુમલો, ૨૪ કલાકમાં ચોથી ઘટના

હોર્મુઝમાં ઓઇલ ટેન્કર પર વધુ એક હુમલો

જહાજ પર થયેલા હુમલા અંગે ઈરાની સેનાએ કહ્યું કે, આ જહાજ પ્રતિબંધિત વિસ્તારમાં નેવિગેશન બંધ કરીને પસાર થઈ રહ્યું હતું

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૭ નવેમ્બર ૨૦૨૬ | અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર વૈશ્વિક લેવલે જોવા મળી રહી છે. તેમાં સમુદ્રી માર્ગો પણ હવે સુરક્ષીત નથી રહ્યા. હવે ફરી એકવાર હોર્મુજ સ્ટેટમાંથી પસાર થઈ રહેલા જહાજ પર હુમલાની ઘટના સામે આવી છે. સામે આવેલી માહિતી અનુસાર ઓમનની પાસે સ્ટ્રેટ ઓફ હોર્મુજ પાસેથી પસાર થઈ રહેલું એક તેલ ટેન્કર નૌસૈનિક બારુદી સુરંગ સાથે અથડાયું હતું જે બાદ તેમાં આગ ફાટી નિકળી હતી. આ વાતની માહિતી ેંદ્ભસ્ર્‌ં એ એક્સ પર આપી હતી. આ વિસ્તારમાં હુમલા સતત વધી રહ્યા છે. આ પહેલા પણ આવી ઘટના સામે આવી ચૂકી છે.ઈરાન આ પહેલા ઘણી વખત ચેતવણી આપી ચૂક્યું છે. ખાસ કરીને શિપિંગ ઓપરેટરોને કડક ચેતવણી આપી હતી તેઓ આ વિસ્તારમાં પ્રવેશ ન કરે. જ્યારથી અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ શરુ થયું ત્યારથી આ વિસ્તાર યુદ્ધનો અખાડો બની ગયું છે.જહાજ પર થયેલા હુમલા અંગે ઈરાની સેનાએ કહ્યું કે, આ જહાજ પ્રતિબંધિત વિસ્તારમાં નેવિગેશન બંધ કરીને પસાર થઈ રહ્યું હતું. નિયમોનો ભંગ કરીને આ જહાજ સ્ટ્રેટ ઓફ હોર્મુજના પૂર્વમાંથી પસાર થઈ રહ્યું હતું. તો બીજી તરફ ઈરાની નૌસેનાએ કહ્યું કે, આ હુમલામાં જહાજને ભારે નુકસાન થયું છે. તેમના એન્જીનમાં આગ લાગી ગઈ છે. જોકે કોઈના મોતના અહેવાલ નથી.બ્રિટનના સમુદ્રી વેપાર સંગઠને કહ્યું કે, છેલ્લા ૨૪ કલાકમાં આ વિસ્તારમાં જહાજો પર હુમલાની આ ચોથી ઘટના બની છે. તમને જણાવી દઈએ કે, ઈરાન અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. જેના કારણે તેલના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. ભારત પણ આ જ રસ્તેથી વિપુલ પ્રમાણમાં તેલની આયાત કરે છે. ઈરાન પર ટ્રમ્પે કરેલા હુમલાની અસર વૈશ્વિક બજારો પર પડી છે.

Related posts

હુમલો થશે તો દરિયાઈ ઈન્ટરનેટ કેબલ તોડીશું, ઈરાનની અમેરિકા-ઈઝરાયેલને ચેતવણી

Master Admin

૧ એપ્રિલથી અન્ય દેશોને પેટ્રોલ વેચવાનું બંધ કરી દેશે રશિયા

Master Admin

રશિયાએ યુક્રેન પર ૪૫૦ લાંબા અંતરનાં ડ્રોન અને ૭૦ મિસાઇલ છોડી

Master Admin

Leave a Comment

Translate »