Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

ડૉ. રૂપેશ વસાણી સ્વામિનારાયણ યુનિવર્સિટી, કલોલના કુલપતિ તરીકે નિમાયા

 

ગુજરાતના જાણીતા ટેકનિકલ શિક્ષણવિદ્, ઇનોવેશન અને સંશોધનમાં અગ્રગણ્ય યોગદાન આપનાર ડૉ. રૂપેશ પરમાનંદ વસાણીની સ્વામિનારાયણ યુનિવર્સિટી, કલોલના કુલપતિ, પ્રોવોસ્ટ તરીકે નિયુક્તિ થયેલી છે.

ડૉ. વસાણી પાસે 33 વર્ષથી વધુનો શિક્ષણ અને ઉદ્યોગ અનુભવ છે જેમાં 27 વર્ષ ઉચ્ચ શિક્ષણમાં અને 18 વર્ષથી વધુ સમય ડાયરેક્ટર-પ્રિન્સિપલ તરીકેનો સમાવેશ થાય છે. તેઓ SAL એજ્યુકેશન કેમ્પસ, અમદાવાદના ડિરેક્ટર રહી ચૂક્યા છે અને યુરોપિયન ઇન્ટરનેશનલ યુનિવર્સિટીના પ્રોફેસર એમેરિટસ તરીકે પણ સેવા આપે છે.

તેમણે અત્યારસુધીમાં:

300થી વધુ પેટન્ટ ફાઇલ, 135થી વધુ પબ્લિશ અને 8 ગ્રાન્ટેડ

150+ ટેક્નિકલ પેપર પબ્લિશ, 10 થી વધુ ટેક્નિકલ પુસ્તકો લખ્યા

પીએચ.ડી. વિદ્યાર્થીઓને પોસ્ટગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું છે

GTUમાં SSIP પોલિસી, ઇનોવેશન કાઉન્સિલ અને નવા કોર્સો શરૂ કરવાના માર્ગદર્શક

30+ દેશોમાં આંતરરાષ્ટ્રીય વ્યાખ્યાન આપેલા

તેમને “ગુજરાત આઈકન એવોર્ડ” (2020, 2022), ઓમ આશ્રમ રિસર્ચ એવોર્ડ, Limca Book of Records તથા IP Hall of Fame જેવા અનેક પુરસ્કારો દ્વારા નવાજવામાં આવ્યા છે.

ડૉ. વસાણીની નવી જવાબદારી સાથે સ્વામિનારાયણ યુનિવર્સિટીને વ્યાપક શૈક્ષણિક અને સંશોધન ક્ષેત્રે નેતૃત્વ કરીને યુનિવર્સિટીને નવી ઊંચાઈઓ પર લઈ જશે.

 

Related posts

જંગલ રાજથી વિકાસ રાજ સુધીઃ ઉત્તર પ્રદેશનો બદલાતો ચહેરો અને નવી આર્થિક શક્તિ બનવાની તેની સફર

Master Admin

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાઇરેક્ટ ટેક્સીસ (સી.બી.ડી.ટી.) ના ચેરમેન શ્રી રવિ અગરવાલની 3 દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ અને ઈન્ક્મટેક્સ બાર એસોશિએશન, અમદાવાદ ના પદાધિકારીઓ એ તેઓની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને મેમેન્ટો અને શાલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઓલ ગુજરાત ફેડરેશન ના પ્રમુખ સીએ (ડો.) વિશ્વેશ શાહ, માનદ્દ મંત્રી એડવોકેટ મૃદંગ વકીલ અને વરિષ્ઠ ઉપપ્રમુખ એડવોકેટ આશુતોષ ઠક્કર તેમજ ઇન્કમટેક્સ બાર એસોસિએશન ના પ્રમુખ સીએ શ્રીધર શાહ, માનદ્દ મંત્રી સીએ કેનન સત્યવાદી અને રિપ્રેઝન્ટેશન કમિટીના ચેરમેન એડવોકેટ (ડો.) ધ્રુવેન શાહ બંને સંસ્થા વતી ઉપસ્થિત રહ્યાં હતા. આવકવેરા વિભાગ તરફથી પ્રિન્સિપાલ ચીફ કમિશનર શ્રી યશવંત ચવાણ અને વિભાગના અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. બંને સંસ્થાના ડેલિગેશન દ્વારા ઇન્કમટેક્સના કાયદા અંગે સી.બી.ડી.ટી. દ્વારા લેવામાં આવેલ વિવિધ સરાહનીય પગલાંઓ તેમજ કરદાતાને પડતી મુશ્કેલીઓ અંગે વિચાર-વિમર્શ કરવામાં આવ્યા હતા. ચેરમેન શ્રી રવિ અગરવાલે કરદાતાને આવકવેરા ડિપાર્ટમેન્ટ સાથે જોડતા સેતુ તરીકે ટેક્સ પ્રોફેશનલ્સની ભૂમિકા અંગે સરાહના કરી હતી અને ખાતરી આપી કે આવનારા સુધારાઓ અંગે કરદાતા અને ટેક્સ પ્રોફેશનલ્સ દ્વારા રજૂ કરવામાં આવતા તમામ મુદ્દાને ધ્યાનમાં લેવામાં અને તે અંગે જોગવાઇમાં જરૂરી ફેરફારો કરવામાં આવશે. બંને સંસ્થા દ્વારા થઈ રહેલ કામગીરીની સરાહના કરતાં તેઓ એ બંને સંસ્થાઓના પ્રતિનિધિઓ તરફથી આવનારા નવા ઈન્કમટેકસ કોડ અંગે લગતા સૂચન આવકાર્યા હતા અને બંને સંસ્થા તેમાં મહત્વનો ભાગ ભજવી શકે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.

Reporter1

અવાજહીન લોકો પ્રત્યે ક્રૂરતા અને સભ્યતાની કસોટીઃ તેલંગાણામાં રખડતા કૂતરાઓની હત્યા કાયદા, કરુણા અને ભારતીય લોકશાહીના આત્મા વિશે પ્રશ્નો ઉભા કરે છે

Master Admin
Translate »