Nirmal Metro Gujarati News
article

એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને એકાવન લાખની સહાય

 

 

તારીખ ૧૨/૬/૨૫ નો દીવસ ભારતીય વિમાની સેવા માટે અત્યંત ગોઝારો સાબિત થયો. વિશ્વની વિમાની દુઘર્ટનાની તવારીખમાં આ દીવસ કયારેય નહીં ભૂલાય. અમદાવાદ થી લંડન જવા ટેકઓફ થયેલી ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૨૭૦ લોકોનાં કરુણ મોત નિપજયા છે. ઘટના સમગ્ર વિશ્વ માટે આઘાતજનક છે. પૂજ્ય મોરારીબાપુ આ કરુણ બનાવથી વ્યથિત થયા હતા. તારીખ ૧૩/૬/૨૫ નાં રોજ તલગાજરડા ખાતે અત્યંત સાદગીપૂર્ણ રીતે એક ભંડારાનું આયોજન કરાયું હતું અને તે ભંડારો પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને સમર્પિત કર્યો હતો. એ ઉપરાંત પૂજ્ય બાપુએ આ દુઃખદ કરુણાતિકામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી અને તેમના પરિવારજનોને રુપિયા ૫૧,૦૦,૦૦૦ (એકાવન લાખની) સહાય પરેષિત કરી છે. આ રાશિ એર ઈન્ડિયાના સતાવાળાઓ પાસેથી વિગતો મેળવી શ્રી ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ દ્વારા પહોંચતી કરવામાં આવશે. વિતિય સેવા લંડન સ્થિત રામકથાના શ્રોતા શ્રી રમેશભાઈ સચદેવની છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે શ્રી હનુમાનજીનાં ચરણોમાં પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

 

 

 

Related posts

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન દ્વારા ભવ્ય બ્રોઘર સ્કાયલાઇન ગરબાનું આયોજન કરવામાં આવ્યું

Reporter1

દેવભૂમિ-તપોભૂમિ ઋષિકેશમાં ગંગા તટ પર નવા વરસની પહેલી કથાનાં શ્રી ગણેશ થયા

Master Admin

રાજસ્થાનની શાળા દુર્ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

Reporter1
Translate »