નેશનલ, જૂન , 2025: ભારતની પ્રતીકાત્મક અબજ ડોલરની ઘરમાં વૃદ્ધિ પામેલી બ્રાન્ડ થમ્સ અપના ગૃહનું નવીનતમ સેન્સેશન થમ્સ અપ XForce દ્વારા ઝીરો-શુગર ડ્રિંક્સ શ્રેણીમાં અનોખી પહેલ કરતાં યુવા ગ્રાહકોને ઝીરો- શુગર પીણાનું સેવન કરવા માટે અત્યંત રોમાંચક અનુભવ આપે છે. તેની વિધિસર રિલીઝ પૂર્વે 1,00,000થી વધુ પ્રી- બુકિંગ્સ સાથે થમ્સ અપ XForceએ લોન્ચ પૂર્વ વ્યાપક ઉત્સુકતા જગાવી છે.
લોન્ચનાં 50 વર્ષ પછી પણ થમ્સ અપે ઈનોવેટિવ લોન્ચ અને માર્કેટિંગ વ્યૂહરચના સાથે શ્રેણીમાં અનોખી પહેલ કરવાનું ચાલુ રાખ્યું છે. થમ્સ અપ XForce પોતાના નિયમો પર જીવે તેમને માટે બનાવવામાં આવ્યું છે, જે G.O.A.T મેન્ટાલિટી સાથેના અસલી ટ્રેઈલબ્લેઝર્સ હંમેશાં કાંઈક નવું કરવા પર ભાર આપે છે. તેના બેજોડ, બોલ્ડ સ્વાદ અને પ્રતીકાત્મક ફિઝ સાથે થમ્સ અપ XForce “ઓલ ઠંડર”ના બ્રાન્ડના સિગ્નેચર જોશનું દ્યોતક છે, જે ગ્રાહકોને કોઈ પણ શુગર અથવા કેલરી વિના તે જ થમ્સ અપ અનુભવ પ્રદાન કરે છે.
જોકે XForce કેનની અંદર જે પણ છે તેટલા પૂરતું સીમિત નથી. સ્લીક, આધુનિક અને તુરંત ઓળખી શકાય તેવી તેની ધારદાર, યુવાપૂર્ણ ડિઝાઈન બોલ્ડ સ્ટેટમેન્ટ છે. પેકેજિંગ થમ્સ અપના સાહસિક વ્યક્તિત્વની ખૂબીને મઢી લેતાં થમ્સ અપ XForceને “ઠંડર ઈન અ કેન” તરીકે ઉચ્ચ સ્થાને મૂકે છે, જે ક્લાસિક થમ્સ અપના આત્મવિશ્વાસનું શક્તિશાળી પ્રતીક છે. તે સ્પષ્ટ રીતે એ સંદેશ આપે છે કે આ પીણું જીવનને પરિપૂર્ણ રીતે જીવે અને ઓછામાં ક્યારેય માનતા નથી અને હંમેશાં નવી ઊંચાઈ સર કરવા માગે તેમને માટે છે.
કોકા-કોલા ઈન્ડિયા અને સાઉથવેસ્ટ એશિયાના સ્પાર્કલિંગ ફ્લેવર્સના કેટેગરી હગેડ સુમેલી ચેટરજીએ જણાવ્યું હતું કે, “થમ્સ અપ XForce સાથે અમારી વ્યૂહરચના ખાસ કરીને બાંધછોડ વિના બોલ્ડ, અસલ અનુભવો માટે યુવા પુખ્તોની વધતી માગણી સાથે ગ્રાહકોના બદલાતા વર્તનને પ્રતિસાદ આપવા વિશે છે. અમારી ઘરમાં વૃદ્ધિ પામેલી બ્રાન્ડમાં ઈનોવેશન લાવીને અમે થમ્સ અપનો વારસો વિસ્તારી રહ્યા છીએ અને ઝડપથી વૃદ્ધિ પામતી ઝીરો શુગર શ્રેણીમાં આત્મવિશ્વાસ સાથે અંદર આવી રહ્યા છીએ. આ ગ્રાહક પ્રથમ વિચારધારા અમને આજની પેઢીની વધતી જીવનશૈલીની અગ્રતાઓને પહોંચી વળવા સાથે અસલી જોડાણ ધરાવતી પ્રોડક્ટ સાથે બજારમાં આગેવાની કરવામાં મદદરૂપ થાય છે.”
બજારમાં પદાર્પણ થયું ત્યારથી થમ્સ અપ XForceએ ડાયેટ અને લાઈટ બેવરેજ શ્રેણીમાં ભારતનું સૌથી મોટું પીણું બનવા તરફ મોટી છલાંગ લગાવી દીધી છે. આ નોંધનીય સિદ્ધિ બાંધછોડ વિના બોલ્ડ ફ્લેવર ચાહતા ગ્રાહકો સાથે જોડાવાની બ્રાન્ડની ક્ષમતા અધોરેખિત કરે છે.
તો કેન ખોલવા અને અલ્ટિમેટ બોલ્ડ અનુભવવા માટે તૈયાર થઈ જાઓ- બધું જ ઠંડર, કોઈ બાંધછોડ નહીં.