Film Link 1 ; Film Link 2; Film Link 3
નવી દિલ્હી, જુલાઈ, 2025: કોકા-કોલા ઈન્ડિયાની આઈકોનિક ઘરમાં વૃદ્ધિ પામેલું મેંગો ડ્રિંક માઝા દ્વારા ‘‘મેરી છોટીવાલી જીત’’ પહેલ રજૂ કરા છે, જે એઆઈ- પાવર્ડ મંચ મોટે ભાગે ધ્યાન બહાર રહી જતી રોજબરોજની જીતને જીવંત કરે છે. ઓગિલ્વી ઈન્ડિયા દ્વારા વિકસિત આ મંચ યુઝર્સને ફોટો અપલોડ કરવા અને તેમની ‘‘છોટીવાલી જીત’’નું ટૂંકું નરેશન શૅર કરવા માટે આમંત્રિત કરે છે. તેની સામે મંચ માઝા- સ્ટાઈલમાં તૈયાર એનિમેટેડ વિડિયો નિર્માણ કરે છે, જે રોજબરોજના અવસરને યાદગાર વાર્તાઓમાં ફેરવી નાખે છે.
ભવ્ય સિદ્ધિઓ પર મોટે કેન્દ્રિત દુનિયામાં માઝાએ અલગ રાહ અપનાવી છે. લાંબા બાકી કામો પર આખરે ટિક કરવાનું હોય, ગિટાર પર નવું ગીત શીખવાનું હોય કે ઓફિસમાં ઉત્તમ પ્રેઝેન્ટેશન આપવાનું હોય, માઝા માને છે કે દરેક નાની જીત તેના અવસરની હકદાર હોય છે. અને તે અવસર આવે ત્યારે વારુ, માઝા હો જાયે.
કોકા-કોલા ઈન્ડિયા અને સાઉથવેસ્ટ એશિયા ન્યુટ્રિશન કેટેગરી માર્કેટિંગના ડાયરેક્ટર અઝય કોનાલેએ જણાવ્યું હતું કે, “અગાઉ આ વર્ષે અમે માઝા માટે નવું પોઝિશનિંગ રજૂ કર્યું હતું, જેથી તે રોજબરોજની નાની જીત માટે મજેદાર ટ્રીટ બની ગઈ છે. હવે ‘મેરી છોટીવાલી જીત’ મંચના લોન્ચ સાથે અમે તે જ્ઞાનાકાર, મજેદાર અને સામાજિક રીતે આદાનપ્રદાન કરી શકાય તેવી નવા યુગની ફોર્મેટમાં ગ્રાહકોનો સહભાગ વધુ વધારવા તેને આગળ લઈ જઈ રહ્યા છીએ. અમારા ગ્રાહકોનું ડિજિટલ જીવન ઉત્ક્રાંતિ પામી રહ્યું છે ત્યારે માઝા તેમના નાના પરંતુ મહત્ત્વના અવસરોનું સન્માન કરીને નિર્ભેળ ખુશી પ્રદાન કરવા તેનાં મૂળિયાંને સાર્થક ઠરાવવા સાથે ઉત્ક્રાંતિ પામી છે.’’
અંગત અને ઘરની નિકટ હોય તેવા અવસરોમાં મૂળિયાં ધરાવતી માઝાએ બોર્ડ એક્ટર કપલ જેનેલિયા અને રિતેશ દેશમુખને કેમ્પેઈનની આગેવાની સોંપી છે. એકબીજાને ચિયર કરવા હોય કે નાની બાબતો માટે મોજૂદગી હોય, તેઓ તે જ અકથિત સમજ લાવે છે, જે માઝા તેના દર્શકો સાથે આદાનપ્રદાન કરે છે.
જેનેલિયા દેશમુખ કહે છે, “જીવનમાં અમુક સૌથી સુંદર અવસરો મોટા માઈલસ્ટોન્સ વિશે નથી, પરંતુ નાની, અણધારી જીત વિશે છે, જેમ કે, મારા બાળકોને નવા ડાન્સ સ્ટેપ શીખવવું અથવા આખરે પેઈન્ટિંગ ફિનિશ કરવું. તે જ ‘મેરી છોટીવાલી જીત’ છે. માતા અને કામ કરતી મહિલા તરીકે અમે દરેક નાની જીતની ખુશી મેળવવાનું શીખ્યું છે. આ મંચ તે નાની નાની જીતની ઉજવણી કરવાની આવી મીઠી રીત છે, જે મોટે ભાગે ધ્યાન બહાર જાય છે, પરંતુ દુનિયા માટે મહત્ત્વની હોય છે.’’
રિતેશ દેશમુખ કહે છે, “આપણે એવી દુનિયામાં રહીએ છીએ જ્યાં મોટા અવસરો તરફ જ ધ્યાન ખેંચાય છે. જોકે નિખાલસતાથી કહું તો તે નાના અવસરો, જેમ કે, રેસિપી નેઈલિંગ કરવું અથવા નવી ફૂટબોલ ટ્રિક શીખવી તે ખરેખર તમારા જોશને વધારે છે. મારે માટે આ રોજબરોજની જીતનું આદાનપ્રદાન જીવનને વધુ અસલ, વધુ કનેક્ટેડ બનાવે છે. મને એ વાત ગમે છે કે માઝા જીત ગમે તેટલી નાની હોય છતાં દરેક જણને પોતાની મેળે ઉજવણી કરવા માટે પ્રોત્સાહન આપે છે.’’
આ કેમ્પેઈનની સંકલ્પના ડબ્લ્યુપીપીના ઓપનએક્સના ભાગરૂપે ઓગિલ્વી ઈન્ડિયા દ્વારા કરાઈ છે. ઓગિલ્વી ઈન્ડિયાના સીસીઓ સુકેશ નાયક કહે છે, “માઝાનો નાની જીતની ઉજવણી સાથે સહયોગ એ સીધાસા વિચારમાંથી આવે છે કે આ વધુ ને વધુ કોમ્પ્લેક્સ દુનિયામાં માઝા સાદી ખુશીઓ આપણા જીવનને સમૃદ્ધ બનાવવાની શક્તિમાં માને છે. આ મંચ સાધારણના સૌંદર્ય માટે ડિજિટલ સ્વર્ગ છે, જે દરેકને તેમને ખરા અર્થમાં સ્મિત કરાવતા અવસરો ઓળખવા, સરાહના કરવા અને આદાનપ્રદાન કરવા માટે આમંત્રિત કરે છે. આ દરેક નાની જીતનું સન્માન સુખાકારી અને ખુશીના વધુ ભાનમાં યોગદાન આપે છે.
અસલી રસદાર હાફુસ કેરીઓની સારપ સાથે માઝા દાયકાઓથી ભારતનું મનગમતું મેંગો ડ્રિંક છે. આ નવા ડિજિટલ અનુભવ સાથે બ્રાન્ડે ગ્રાહકોને પોતાને અને તેમની રોજબરોજની જીતને સ્પોટલાઈટમાં જોવાની નવી રીત આપીને તેનું જોડાણ વધુ મજબૂત બનાવ્યું છે.