દરેક ઘરમાં એક વાર્તા હોય છે, કેટલીક સામે આવે છે તો કેટલીક વણસાંભળેલી રહી જાય છે. આપકા અપના ઝી,ની નવી ઓળખ હેઠળ ઝી ટીવી લઇને આવ્યું છે, કહાની હર ઘર કી, જે એક અલગ જ પ્રકારનું નોન-કાલ્પનિક ફોર્મેટ છે, જે ભારતીય મહિલાઓની અકથિત રહી ગયેલા સત્યને વર્ણવા માટે એક સુરક્ષિત, સહાયક સ્થાન પૂરું પાડે છે. ભાવનાત્મક ઉપેક્ષા તથા સામાજિક દબાણથી લઇને વૈવાહિક પડકારો તથા કારકીર્દીના સમાધાન સુધી, તે પ્રમાણિક, જજમેન્ટ ફ્રી, ચર્ચા માટે દરવાજો ખોલી આપે છે. દરેક એપિસોડમાં નિષ્ણાંતો, મનોવૈજ્ઞાનિક તથા સેલિબ્રિટી મહેમાનોના સલાહથી સમૃદ્ધ એખ શક્તિશાળી વાસ્તવિક જીવનને દર્શાવે છે, જે આપણને યાદ પણ અપાવે છે કે, કેટલીક વાર્તાઓ ફક્ત કહેવા માટે જ નહીં પણ સાંભળવાને પણ લાયક હોય છે.
એક કરૂણાપૂર્ણ પહેલના ભાગરૂપે શોએ એક ટોલ-ફ્રી નંબર- 1800 1212 671 રજૂ કર્યો છે, જેમાં કોઈપણ વ્યક્તિ ડર કે કોઈ જજમેન્ટ વગર ફોન કરીને પોતાની સમસ્યાને વર્ણવી શકે છે. કોલની બીજી તરફ કોઈ મશીન નહીં, પરંતુ એક વાસ્તવિક વ્યક્તિ હશે, તે એક એવી વ્યક્તિ છે, જે ધીરજ, હૂંફ તથા સહાનુભૂતિથી સાંભળશે અને કોઈને વાત કહેવામાં આવી છે, તેની શાંતિ પણ મળશે. કૉલ કરનાર વ્યક્તિઓ ખાનગીપૂર્વક તેમનો મનનો ભાર હળવો કરવાનું પસંદ કરી શકે છે અથવા તો, રાષ્ટ્રિય ટેલિવિઝન પર તેમની વાર્તા રજૂ થાય તે માટે નોંધણી પણ કરાવી શકે છે. આ સરળ છતા પણ એક અત્યંત ગહન પગલું છે, જે ખાતરી આપે છે કે, દરેક અવાજ ભલે ગમે તેટલો શાંત હોય પણ તેને સાંભળવા માટે પણ જગ્યા, આદર તથા હિંમત મળવી જોઈએ.
જુહી પરમાર કહે છે, “કહાની હર ઘર કીની સાથે, અમે ફક્ત એક શો નથી બનાવતા, પણ અમે એક એવી સલામત જગ્યા ઉભી કરી રહ્યા છીએ, જેમાં કોઈ ખરેખર તમને સાંભળે છે. ટોલ-ફ્રી નંબર એ એક પગલું આગળ વધવાનો અમારો ફક્ત રસ્તો છે. જ્યારે કોઈ ફોન કરે તો, તેઓ કોઈ મશિનની સાથે નહીં પણ વાસ્તવિક વ્યક્તિની સાથે વાત કરે છે, કેમકે દરેક અવાજ માટે એક હૂંફ, શાંતિ તથા સમજણ જરૂરી છે. ઘણા લોકો માટે એવું છે કે, પહેલી વખત તેમને થોડું મુશ્કેલ લાગે છે. તેથી જ આ પહેલ મારા દિલથી નજીક છે- આ એક પ્લેટફોર્મ નહીં પણ એક જીવનરેખા છે. એક સામાન્ય વાતથી પણ તમને એવી લાગણી કરાવે છે કે, કોઈ તમારી કાળજી લે છે. જ્યારે તમે એ નંબર ઉપર ફોન કરો છો, તો તમને એવું પણ લાગશે કે, તમે એકલા નથી અને અમે પણ એ રસ્તા પર તમારી સાથે ચાલવા તૈયાર છીએ. એટલું જ નહીં, આ નંબર પર ફોન કરવાથી તમને આ શોનો હિસ્સો બનવાનો પણ મોકો મળે છે.
ઝી ટીવી પર જલ્દી જ પ્રીમિયર થનાર કહાની હર ઘર કી એ એક શોથી વધુ, એક રોમાંચક દૈનિક અનુભવ બની રહેશે. કારણ કે દરેક ઘરમાં એક વાર્તા હોય છે અને કેટલીક વાર્તાઓ સાંભળવી જ જોઈએ.
વધુ જાણવા માટે જોતા રહો કહાની હર ઘર કી, જલ્દી આવી રહ્યું છે, ઝી ટીવી પર!