આપણી પરંપરામાં ચારનો મત મહત્વનો છે: સાધુમત,લોકમત,રાજમત અને વેદમત.
આજે દરેક ક્ષેત્રમાં સંવાદની જરૂર છે.
આ જગતમાં પરમાત્મા પછી કોઈ બળવાન તાકાતવાન હોય તો એ વિચાર છે.
અયોધ્યાકાંડની આ પંક્તિઓનાં મંગલ ગાન સાથે મહારાષ્ટ્રનાં યવતમાલ વિદર્ભ ખાતે મોરારિબાપુની ૯૬૩મી રામકથાનો આરંભ થયો.
સુનુ જનનિ સોઇ સુતુ બડભાગી;
જો પિતુ માતુ બચન અનુરાગી.
તનય માતુ પિતુ તોષનિહારા;
દુર્લભ જનનિ સકલ સંસારા.
કથાનાં મનોરથી ડો.વિજય દર્ડા,ડો.રાજેન્દ્ર દર્ડા અને દર્ડા પરિવાર છે.
કથા આરંભે જૈનાચાર્ય લોકેશ મુનિજી,મનોરથી પરિવાર તેમજ યવતમાલ પ્રશાસન અને સ્થાનિક રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય અને સ્વાગત ભાવ રજૂ થયા હતા.
મંગલમૂર્તિ ગણેશજીની અનંત ચતુર્દશીનાં પવિત્ર દિવસે મંગલમૂર્તિ હનુમાનજીની કૃપાથી,મંગલમૂર્તિ રામની કથાનો આરંભ કરી રહ્યા છીએ એમ કહી બાપુએ મહારાષ્ટ્રની બહુમૂલ્ય ચેતનાઓથી ભરેલી ભૂમિને અનેક પ્રણામ કર્યા.
અહીં સમર્થ સ્વામી રામદાસ,શિવાજી મહારાજ, જ્ઞાનેશ્વર,તુકારામજી,એકનાથ,નામદેવ,સંતો,વિદ્વાનો સંગીતજ્ઞો,કીર્તનાચાર્યો,વિનોબાજીની ભૂમિ,વારકરિ સંપ્રદાયની ભૂમિ,આવી અનેક પરમચેતનાઓની ભૂમિને વારંવાર પ્રણામ કરવાનું મન થાય.
સાથે એ પણ જણાવ્યું કે લોકેશ મુનિએ કહ્યું એમ ૧૭ થી ૨૫ જાન્યુઆરીએ દિલ્હીમાં માનસ સનાતન ધર્મ ઉપર કથાગાન કરવાનું છે.
આવતીકાલથી પિતૃ પક્ષ ચાલુ થાય છે.એને ધ્યાનમાં લઇને આ બે પંક્તિઓ-જેમાં માતા અને પિતા પક્ષ- આપણા પિતૃઓનું સ્મરણ અને વંદન કરીશું.
આપણી પરંપરામાં ચારનો મત મહત્વનો માનવામાં આવે છે:સાધુમત,લોકમત,રાજમત અને વેદમત. અહીં આપેલી પંક્તિમાં રામના મુખમાં કહેવાયું છે કે એ પુત્ર ખૂબ બડભાગી છે જે માતા-પિતાના વચનોને પ્રેમ કરે છે અને પોતાના માતા પિતાને સંતોષ આપે છે પાંડુરંગ દાદા કહેતા કે આ જગતમાં પરમાત્મા પછી કોઈ બળવાન તાકાતવાન હોય તો એ વિચાર છે. વિચાર અસુરને સુર બનાવી શકે અને સુરમાંથી અસુર પણ બનાવી શકે છે.
રામ રાજ્ય પાંચમી પેઢીમાં આવ્યું.એનો પિતૃ પક્ષ જોઈએ તો દિલીપ,એ પછી રઘુ,અજ,રાજા દશરથ અને પછી રામ આવે છે.
છત્રપતિ શિવાજી પણ પોતાના ગુરુ સમર્થ રામદાસજીને પૂછ્યા વગર કોઈ નિર્ણય ન કરતા. આપણે અહીં જેનું સ્મરણ કરશું એ આદિ માતા પિતા સૌ પ્રથમ શંકર-પાર્વતી સ્મરણમાં આવે.એ પછી સ્વયંભૂ મનુ અને શતરૂપા જેમાંથી આપણે મનુજ- મનુષ્ય આવ્યા છીએ.રાજા સત્યકેતુ જે પ્રતાપભાનુનાં પિતા છે.દશરથ અને કૌશલ્યા,જનક અને સુનયના,જટાયુ,વાલી અને તારા-જે વાનર કુળનાં માતા-પિતા છે.રાવણ અને મંદોદરી અસુર કુળમાં અને આપણા બધાના માતા-પિતા રામ અને સીતા તેમજ પવનદેવ અને અંજના મા જે હનુમાનજીનાં પિતા અને માતા છે તેનું આપણે સ્મરણ અને સંવાદ કરીશું.આજે દરેક ક્ષેત્રમાં સંવાદની જરૂર છે.
ગ્રંથ માહાત્મ્ય,વિવિધ વંદનાઓ,ગુરુવંદના બાદ હનુમંત વંદના પર આજે કથાને વિરામ અપાયો.
Box
શું છે યવતમાલનું વિશેષ મહત્વ?
યવતમાલ મહારાષ્ટ્રનાં વિદર્ભ ક્ષેત્રમાં આવેલું છે.યવતમાલ જિલ્લાનાં રાવેરીમાં ભગવાન રામના ધર્મપત્નિ સિતામાતાનું મંદિર આવેલું છે.
બીજી વખતનાં માતા સિતાનાં વનવાસ દરમિયાન વાલ્મિકી ઋષીનાં આશ્રમમાં સિતાજીએ બે પુત્રો લવ અને કુશનો જન્મ થયેલો એ આશ્રમ આજે પણ રાવેરી કહેવાય છે.રામાયણમાં પણ એનો ઉલ્લેખ મળે છે એ સિતામાતાનું અહીં મંદિર છ