Nirmal Metro Gujarati News
article

બોસ ઈવેન્ટ દ્વારા પ્રસ્તુત નવલી નોરતાના ગરબે ઝૂમવા થઈ જાઓ તૈયાર

 

 

“ગરબા ગ્રુવ”માં ખેલૈયાઓને ૧૦ દિવસ સદાય યાદ રહી જશે તેવો અનુભવ મળશે

 

બાહુબલીના સેટઅપ સાથે, અમદાવાદની પોળની ઝલક “ગરબા ગ્રુવ”માં જોવા મળશે

 

 

શક્તિ અને ભક્તિના પાવન પર્વ એવા નવલા નોરતાને માત્ર ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ખેલૈયાઓ ગરબે ઝૂમવા અને ગરબાના આયોજકો ખેલૈયાઓને ગરબે ઝુમાવવા ખૂબ જ આતુર છે. ૨૨ સપ્ટેમ્બરથી ૧ લી ઓક્ટોબર એમ ૧૦ દિવસ ચાલનારા નવરાત્રિ મહોત્સવમાં ગરબા ગ્રુવ ખાતે ગુજરાતી એક્ટર મૌલિક ચૌહાણ હોસ્ટ તરીકે જોડાવા જઈ રહ્યાં છે.

 

બોસ ઈવેન્ટના આયોજક દીપક સેઠિયા, મયુર ઠક્કર, આશિષ પંચોરી, મિતેષ પરમાર અને નીલ શાહે નવરાત્રિ અંગે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, સિટીમાં તમામ ખેલૈયાઓને દૂર ન પડે તે માટે અમે સિટીની મધ્યમાં આવેલા R K ફાર્મ & પાર્ટી પ્લૉટમાં ગરબાનું આયોજન કરવા જઈ રહ્યાં છીએ. વધુમાં તેમણે ગરબા ગ્રુવ વિશે વાત કરતા જણાવ્યું કે, અમારા ત્યાં એન્ટ્રીથી લઈને છેક એન્ડ સુધી તમામ પ્રકારની વેરાઈટી જોવા મળશે. જેમકે, ગરબા ગ્રુવમાં બાહુબલી નો વિશાળ સેટ પણ ઉભો કરવામાં આવ્યો છે સાથે જેમ તમે અંદર આવશો તેમ તમને નવી સિટીમાં શહેરની પોળ જેવી ફિલ અનુભવાશે. ગરબા ગ્રુવ ખાતે અમે અમદાવાદની પોળની થીમ લઈને આવ્યા છે. સાથે અંદર ખૂબ વૈભવી અને વિશાળ ડેકૉરેશન સાથે અમે ગરબા ગ્રુવના છેલ્લા ઝોનમાં “રીલ” ઝોન તૈયાર કર્યું છે, જેમાં ગરબાપ્રેમીઓ “રીલ” પણ બનાવી શકશે. સાથે ગરબા કરતી વખતે કોઈ અનિચ્છનીય બનાવ બને તો તાત્કાલિક સારવાર માટે ત્રિશા હોસ્પટિલના ડોક્ટર્સની ટીમ ગરબા ગ્રાઉન્ડની અંદર જ સેવા આપશે. સાથે એ ગુજરાતનાં તમામ જાણીતા ફૂડની લિજ્જત ગરબા ગ્રુવ ખાતે ખેલૈયાઓ માણી શકશે. ગરબા ગ્રુવ ખાતે ૧૦ દિવસમાં ગુજરાતનાં ખ્યાતનામ કલાકારો, સેલિબ્રિટીઓ તેમજ અન્ય મહાનુભવો ૧૦ દિવસ “ગરબા ગ્રુવ”માં આવવા જઈ રહ્યા છે. આ સાથે, રાત્રે ૧૨ વાગ્યા પછી અમે મંડલી ગરબા સ્ટાઈલના ગરબા પણ કરવા જઈ રહ્યાછીએ.

 

 

 

Related posts

City to host Aabra Ka Dabra Kids Carnival: A unique blend of fun and social impact

Reporter1

Pratham IVF & Urology Clinic hosts get together, celebrating Christmas with IVF kids

Reporter1

આશ્રિતનો વૈભવ જોઈને હર્ષિત જરૂર થાય છે પણ ભ્રમિત થતો નથી

Reporter1
Translate »