Nirmal Metro Gujarati News
article

કોઈ પણ વ્યક્તિને માનસીક બિમારીની તીવ્રતા હોઈ શકે છે.

ડો. શ્રીરામ વૈદ્ય.  Mob: 9825009241  Email: sksvaid@outlook.com

વિશ્વભરમાં આજકાલ માનસીક બીમારી વધી રહી છે. દુનિયાની કુલ વસ્તિના લગભગ ૩૦ થી ૪૦% લોકો કોઇક ને કોઇક માનસીક સમસ્યા તેમજ બિમારીથીપીડાય છે. આમ જોવા જઇએ તો દર દશ વ્યક્તિમાંથી ત્રણ કે ચાર વ્યક્તિઓમાંમાનસીક અસ્વસ્થતા જણાય છે. માનસીકબિમારીની તીવ્રતા સામાન્યથી માંડીને ગંભીર હોઈ શકે છે અને આ ૩૦ થી ૪૦% લોકોમાં લગભગ ૧૦% લોકો ગંભીર માનસીક રોગથી પીડાય છે, કે જેઓનેમાનસીક સારવારની જરૂર હોય છે. દર દશ વ્યક્તિમાંથી ત્રણ કે ચાર વ્યક્તિઓમાંમાનસીક અસ્વસ્થતા જણાય છે. માનસીકબિમારીની તીવ્રતા સામાન્યથી માંડીને ગંભીર હોઈ શકે છે

સવાલ એ છે કે, કોઇપણ વ્યક્તિ માનસીક બીમારીથી પીડાય છે તે કેવી રીતે ખબર પડે? શરીરની બીમારી તો તરત ખબર પડી જાય છે. પરંતુ માનસીક બીમારી છે તે કેવી રીતે જાણવું. કદાચ આજ કારણસર માનસીક રોગની ખબર જલ્દી પડતી નથી. દા.ત. માથું દુખતું હોય તો કોઇ જલ્દીથી એમ નહિં કહે કે મને માનસીક તકલીફ છે. પહેલાં તો એવો જ વિચાર આવશે કે મગજની નસમાં તો કોઇ તકલીફ નહિં હોય ને ?  મગજમાં ગાંઠ જેવું તો કાંઈ નહિં હોય ને? મન ઉદાસ રહેતું હોય તો પહેલાં તો એવા જ વિચાર આવે કે થોડી હવાફેર કરી આવીએ. થોડો આરામ કરીશું. મટી જશે વિ.વિ. આમ માનસીક બીમારીમાં મોટેભાગે વ્યક્તિને અથવા અન્ય લોકોને શરૂઆતમાં કોઇ દેખીતો ફેરફાર જણાતો નથી અથવા તે બીમારીના લક્ષણો જોઇ શકાતાં નથી કે માપી શકાતા નથી. આમ શરૂઆતમાં કોઇને પણ ખબર પડતી નથી કે પોતાને માનસીક રોગ છે. ફક્ત અમુક જ માનસીક રોગ એવા છે જેમ કે સીઝોફ્રેનિયા કે જેમાં દર્દીનું વર્તન બદલાઈ જાય છે અને તે અન્ય લોકો જોઇ શકે છે.   મિત્રો, હાલમાં ધીરે ધીરેમાનસીક આરોગ્ય અંગેની જાગૃત્તિ લોકોમાં આવવાં લાગી છે પરંતુ માનસીક રોગના શરૂઆતનાં લક્ષણો શું હોય તેની જાણકારી હોતી નથી. માનસીક રોગના શરૂઆતના લક્ષણો એવું નથી કે મન ને લગતાં જ હોય. દા.ત. ચિંતા રહેવી, વિચારો આવવાં, માથું દુખવું, ઉદાસ રહેવું વિ.વિ. અંતમાં આજકાલ માનસીક રોગના લક્ષણો ફક્ત મગજ પુરતાં જ મર્યાદીત ન રહેતાં શારિરીકતકલીફો વધારે પ્રમાણમાં જોવા મળે છે. પરંતુ મુળમાં તો માનસીક બિમારી જ હોય.

આપણી માનસીક સ્વસ્થતા સારી રાખવા માટે આપણે જાતે પણ કંઈ કરી શકીએ તે માટે થોડાં સૂચનો નીચે પ્રમાણે છે : જીવનમાં નાની નાની વાતોની ખોટી ચિંતા છોડી દો. મોટા ભાગની વાતો નાની નાની જ હોય છે. તમે શું બોલો છો તેટલું જ મહત્ત્વ કેવી રીતે બોલો છો એનું છે. પોતાની વાત ચીસો પાડ્યા વગર શાંતીથી અને મૈત્રીભાવથી કરવાનો પ્રયાસ કરવો. આપણા મનમાં રોજ આવતા વીચારોની અસર આપણી લાગણીઓ feelings and emotions પર પડે છે. આપણામાંથી ઘણાને નકારાત્મક વિચાર અવારનવાર આવતા હોય છે. જેમ કે– મેં જીવનમાં કંઈ મેળવ્યું નહીં, હું એક નિષ્ફળ માણસ છું., ઑફીસમાં બીજા બધા મારી પાછળ મારી ઠેકડી ઉડાવે છે અથવા ખરાબ વાતો કરે છે., હું બહુ સ્થુળ છું., આનો ઉપાય દરરોજ પોતાની જાત સાથે સકારાત્મક વાતો કરવાની ટેવ પાડવી એ છે. જેમ કે– હું મારી જાતને માનથી જોઈશ. બીજા મારા માટે ગમે તે માને કે બોલે, એનાથી મારું કંઈ દાઝતું નથી, હું તેની પરવા નથી કરતો. ગુસ્સો આવે ત્યારે હોઠ થોડી વાર દબાવી રાખવા; પછી જરુર લાગે તો તમારી વાત સ્પષ્ટ અને શાંતીથી કરવી. મોં પર સ્મિત લાવી શકો તો પણ ગુસ્સો ગાયબ થશે, કેમ કે સ્મિત અને ગુસ્સો સાથે રહી શકતાં નથી. દરરોજ શારિરીક કસરત કરવી જોઈએ. શારિરીક કસરત મન માટે પણ સારી છે. કોઈ સાથે લાંબો વખત દલીલ ન કરવી. દલીલબાજીનેઅન્તે કોઈ પોતાનો અભિપ્રાય બદલતું નથી અને નકામી અશાંતિ ઉભી થાય છે. જીવનને વધારે ઉત્સાહમય બનાવવા માટે થોડા થોડા વખતે કંઈ મનગમતોપ્લાન કરવો, જેમ કે– મુવી જોવા કે સંગીતના કાર્યક્રમમાં જવું, પીકનીક પર જવું, મીત્રોને મળવા જવું અથવા ઘરે બોલાવવા, નવી જગ્યાએ વેકેશન પર જવું.

જે વસ્તુની ખોટી બીક પેસી ગઈ હોય તે દુર કરવી હોય તો તેનાથી ભાગતારહેવાને બદલે ધીમે ધીમે તેનો સામનો કરવો, જેમ કે– પાણીની બીક દુર કરવા પહેલાં માત્ર પાણીની સામે જોવાની ટેવ પાડવી; પછી માત્ર હાથ બોળવાથી ટેવાવું, પછી એક પગ બોળવો, પછી ધીમેથી પાણીમાં ઉતરવું. એ પ્રમાણે ધીમે ધીમે આગળ વધવાથી ડર ઓછો થશે. આ જ રીત અન્ય વિષયમાં લાગુ કરી શકાય. કોઈને કુતરાંનો ડર પેસી ગયો હોય તો પાળેલાકૂતરાં સાથે એના માલીકની હાજરીમાં કૂતરાં સાથે ઉપર મુજબ કરી શકાય.  નોકરી–ધંધામાંથી નિવૃત્ત થયા પછી માત્ર ઘરમાં બેસી રહેવાથી જીવન કંટાળાજનક બની જાય છે. કોઈ નવી હોબીશીખવા માટે વીચારવું.  બને તેટલો સમય તમારી આવડત પ્રમાણેની અને ગમતી પ્રવૃત્તીમાંગાળવાથી મન પ્રફુલ્લિત રહેશે.

સમગ્ર વિશ્વમાં સૌથી વધુ મૃત્યુ થનારઅકસ્માતોની સંખ્યા પછી માનસિક રોગોનીસારવારના અભાવે મોત થાય છે. વિશ્વમાં કુલ વસ્તિમાંવસ્તિના 1 ટકા જેટલા લોકો સ્કીઝોફ્રેનીયા એટલે કે વિચારવાયુ કે ચિત્તભ્રમ નાં રોગ થી પીડાય રહ્યા છે. પણ યોગ્ય સારવાર ન કરાવતા આ રોગનું પ્રમાણ વધી રહ્યું છે. જેમાં સ્કીઝોફ્રેનીયાએ માનસિક રોગ છે. જેની સારવાર શક્ય છે. આ રોગની દવા પ્રેમ હુંફ અને યોગ્ય સારવાર થી આ રોગ સારો થઈ શકે છે. આજે દોડભાગનીજીંદગીમાં માનવી પોતાના જીવનને જીવવામાં ખોવાયો છે અને પોતાના પરિવારના જીવનને ઉચું લાવવામાં પોતે ડીપ્રેશન હતાશામાં ઉતરી જાય છે અને માનસીકરોગોનો ભોગ બની રહ્યો છે પણ તેની સારવારને બદલે અન્ય શરીરને હાની થાય તેવા વ્યસનોની ઉપર ઉતરી જાય છે. અંતે ગંભીર બીમારી ઉભી કરી દે છે. જેમાં માનસિક રોગોનો ભોગ લોકો જાણે અજાણ્યે બની રહ્યા છે. જેમાં મુખ્ય માનસિક રોગો માં પ્રથમ સ્કીઝોફ્રેનીયા કે ચિત્ત ભ્રમ કે પછી વિચારવાયુ તરીકે ઓળખતા આ રોગનાંલક્ષણોથીપીડાય રહ્યા છે. અન્ય માનસિક રોગોમાં હતાશા રોગ ડીપ્રેશન, ચિંતારોગએક્ષાઇટી, ઓસીડીનામનાંરોગોથી લોકો પીડાય રહ્યા છે. તનની સારવાર શક્ય છે પણ મનના રોગોની સારવાર માટે થોડો સમય લાગી શકે છે.

ટીબી અને બીજી બીમારીઓની જેમ માનસિક રોગની દવાઓ પણ ચોક્કસ સમય માટે બહુ જરૂરી છે. સ્કીઝોફ્રેનીયારોગનાં રહ્યા આ લક્ષણો; સ્કીઝોફ્રેનીયા લક્ષણો જોવા જઈએ તો શંકા થવી , વહેમ થવો, એકલા બેસે ત્યારે ભણકારા સંભળાય, ડર લાગવો, કોઈ મારી નાંખશે તેવું લાગવું, કોઈ મારી પાછળ પડશે, એકલા એકલા વાતો કરવી. એકલું એકલુંહસ્યા કરવું, ઊંઘ ન આવવી, જ્યારે રોગ વધુ ગંભીર થાય ત્યારે દર્દીને પોતાના શરીરનું ખાવા પીવાનું શોચ ક્રિયા બાબતે નું ભાન ન રહેવું. સારવાર ન થાય તો માનસિક સંતુલન ખોરવાય છે. સ્કીઝોફ્રેનીયા એટલે કે વિચારવાયુ એ ગંભીર માનસિક રોગ છે. જેના લક્ષણો ઓળખાય તો તેની સારવાર ન થાય તો દર્દી માનસિક સંતુલન ખોઈ બેસે છે. રોગનો ઈલાજ શક્ય છે સંકોચ ન અનુભવવો પરંતુ તેની દવા કરાવવી જોઈએ. આ રોગનાં દર્દી હિંસક હોય એવું માનસો નહિ, કુટુબીજનોએહૂફ .લાગણી સાથે સારવાર કરાવવી જોઈએ. લગ્ન કરાવી દેવાથી આ રોગ સારો થશે તે ગેર માન્યતા છે માનસિક રોગોની સારવાર શક્ય છે.

આયુર્વેદેવર્ણવેલા અલગ અલગ સુગંધી ઔષધોમાં જટામાંસી એ નાડી તંત્રને ઉત્તેજિત કરનાર, પુષ્ટ કરનાર છે. જટામાંસી એ સુંગધીદાર વનસ્પતિ છે અને આ સુગંધ તેની અંદર રહેલઉડનશીલતેલને આભારી છે. જે મોટેભાગેનવમાંભાગનું હોય છે. તે લઘુ, સ્નિગ્ધ અને શીત ગુણયુક્ત છે. તેમજ સ્વાદે –કડવી, તૂરી અને કંઈક અંશે મધુર પણ છે. તે પચવામાં તીખી છે. જટામાંસી એ મુખ્યત્વે માનસ રોગ અને મસ્તિષ્ક્ના રોગમાં ખૂબ જ પ્રભાવી રીતે પરિણામ આપનાર એક દુર્લભ વનસ્પતિ છે. કર્મની દ્રષ્ટિએ વિચાર કરીએ તો તે સ્નિગધ, શીત વીર્ય અને કટુ વિપાકી એમ ત્રણેય દોષનો નાશ કરનાર હોવાથી ત્રિદોષહર છે. તેનાં વિવિધ આંતર–બાહ્ય પ્રયોગો એ અન્ય ઔષધોથી અલગ છે. . વાઈ – હિસ્ટીરિયા – અપસ્માર, હિસ્ટીરિયા, વાઈ જેવા રોગોમાં તથા ભૂતબાધા જેવા રોગોમાં જ્યાં રોગી નિષ્ચેષ્ટ બની જાય છે ત્યાં જટામાંસી સાથે સુગંધીવાળો, ગૂગળ, ચંદન, અગરુનો ધૂપ કરવાથી ચેષ્ટા આવે છે.  જટામાંસીનું નિત્ય ચૂર્ણ અડધો ગ્રામ બે વાર દૂધ સાથે લેવાથીઊદરમાં ગરમી આવે છે. તે વાયુને ઊર્ધ્વ તરફ ધકેલે છે જેને કારણે ઓડકાર આવીને પરસેવો થતાં નાડીતંત્રમાં સંજ્ઞા આવે છે. વિચારવાયુ – ડિપ્રેશન – સ્ટ્રેસ – મનની ઊચાટવાળી સ્થિતિમાં અલ્પમાત્રામાંજટામાંસીનું ચૂર્ણ દૂધ સાથે લાંબા સમય સુધી આપવાથી મન શાંત થાય છે .માથાનો દુઃખાવો – જ્ઞાનતંતુનાવિકારને કારણે ઊત્પન્ન માથાના દુખાવામાંજટામાંસીનોઆભ્યાંતર અને બાહ્ય શિરોભ્યંગ સ્વરૂપે પ્રયોગ અતિ લાભદાયી નીવડે છે, જ્ઞાનતંતુનાવિકારની અન્ય ઔષધો હિંગ, કસ્તુરી વગેરે કરતાં પણ જટામાંસી ત્વરિત અને બળપૂર્વક સારું પરિણામ આપે છે.

ગળો, મોટાં ગોખરુ, આમળાં, જેઠીમધ, શંખપુષ્પી અને ચૂર્ણ સરખા વજને લઈ એમાં થી ૩થી ૬ ગ્રામ ૪૦ વર્ષની ઉમર પછી દરરોજ એક કે બે વખત નીયમીતલેવાથી યાદશક્તિ જળવાઈ રહે છે. સાથે વાયુપ્રકોપ કરે નહીં એવો આહારવીહાર રાખવો. એનાથી યુવાની પણ લાંબો સમય ટકે છે. ખજૂરને દૂધમાં મિક્સ કરીને તેનું સેવન કરવું.  રોજ સવારે 100 જટેલા ઊંડા શ્વાસ લેવા. અનુલોમ વિલોમ પ્રાણાયામ દરરોજ 30 મિનિટ કરવા. ગાયનું દૂધ પીવી.  અશ્વગંધા ચૂર્ણ લેવું.   અશ્વગંધા, વરધારો, આમળાં, મોટાં ગોખરુ, ગળો અને બ્રાહ્મી સરખા ભાગે બનાવેલું ૩થી ૬ ગ્રામ ચૂર્ણ ગાયના ઘી અને મધ સાથે સવાર-સાંજ લેવાથી અને ઉપર દુધપીવાથી યાદશક્તિ વધે છે. ઘી અને મધ વીષમ પ્રમાણમાં લેવાં. કફ પ્રકૃતી હોય તો મધ બમણુાં અને વાત પ્રકૃતીમાં ઘી બમણુાં લેવું. આ ઉપરાંત બ્રાહ્મી ઘૃત, સારસ્વતારીષ્ટ, સારસ્વત ચૂર્ણ, વાચાદી ચૂર્ણ, બ્રાહ્મીવટી, યશદભસ્મ, તિષ્મતીરસાયન, ગડુચ્યાદીરસાયન, બદામપાક, ચતુરમુખરસ, યોગેન્દ્રરસ, રસરાજરસ, નગોડ વગેરે ઔષધો પૈકી એક-બે વાપરવાથી પણ સ્મૃતિશક્તીજળવાઈ રહે છે. શાંખપુષ્પીના આખા છોડ, સવ અંગો નું ચૂર્ણ દસ ગ્રામ, બદામ નંગ પાંચ, ખસખસ પા ચમચી, મરી નંગ દસ, નાની એલચી નંગ પાંચ, વરિયાળી અડધી ચમચી અને ગુલાબનાં ફુલની પાંખડી નંગ દસનેખુબ જ લસોટી ચટણી જેવું બનાવવું. એને એક ગ્લાસ ગરમ દુધમાં મેળવી બે ચમચી સાકરનોભુકો નાખી ખુબ હલાવી ઠંડુ પાડી રોજ રાત્રે સુતી વખતે પીવાથી યાદશક્તિ અને એકાગ્રતા વધે છે. વીદ્યાથીઓ માટે પરીક્ષાનાદીવસોમાં આ પ્રયોગ હીતકારી છે.

ઔષધો: બ્રાહ્યી, શંખપુષ્પી, જટામાંસી, ભિલામો જેવાં ઔષધોયાદશકિતનાંકેન્દ્રનેનબળા બનાવતા સ્ત્રાવોને અંકુશમાં રાખવાની ક્ષમતા ઘરાવે છે મગજને હેલ્ધી રાખવા માટે વિશેષ પોષક આહાર આવશ્યક છે. જેના સેવનથી મગજની કોશિકાઓના નિર્માણમાં મદદ મળે છે.  બદામ ખાવાથી યાદશક્તિ વધે છે. નિયમિત રીતે ૧૦-૧૧ બદામનું સેવન અવશ્ય કરવું જોઈએ. ૧૦-૧૧ બદામથી ઓછી તેમજ વધુનું સેવન કરવું નહીં.  જો રોજિંદા આકારમાં બદામ ઉપરાંત અન્ય સૂકા મેવાનો સમાવેશ થતો હોય તો બદામનું પ્રમાણ ઓછું કરવું. પલાળેલી બદામ, બદામનોભૂક્કો દૂધમાં ભેળવીને પણ સેવન કરી શકાય છે.

Related posts

Unnati Coffee Partners with Tribal Communities in Odisha to Promote Sustainable Agriculture and Ecotourism

Reporter1

ત્રિપુરા તેમજ નેપાળમાં દુર્ધટનામાં માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

Reporter1

Celebrate Rakshabandhan with the QNET India Exquisite Gift-Guide

Reporter1
Translate »