Nirmal Metro Gujarati News
article

દમ શ્વાસની હૃદય પર અસર

Dr Shriram Vaidya  –  Mob: 9825009241

Email: sksvaid@outlook.com

છાતી, ફેફસાં અથવા નાડીઓ ઉપર અસર થાય તે રીતે કંઈક વાગવાથી પણ દમનો રોગ થઈ શકે છે. વળી સતત તાવ, ઝાડા-ઉલટીઓ, વારંવાર થતી શરદી, સળેખમ, લોહી ઓછું હોવું કે કોઈ રીતે થઈ જવું, ક્ષય વીગરેને પણ દમનાં કારણો માનવામાં આવે છેદમ કારણો વીકૃત આહાર, ધુળ-ધુમાડાવાળી જગ્યામાં વસવાટ, ઠંડીની ઋતુ, આઈસક્રીમ, ઠંડાં પીણાં વગેરેનું સેવન દમ થવાનાં કારણો છે.આ ઉપરાંત વધારે પડતો શ્રમ, વધારે પડતી કસરત, વધારે પડતો સંભોગ અને કુપોષણ પણ દમનો રોગ થવામાં કારણભુત બની શકે છે. હૃદય પર અસર કરનારાં કારણો જેવાં કે પારીવારીક દુખ, શારીરીક ખોડખાંપણ વીગેરેથી પણ દમ થવાની શક્યતા રહે છે.

લક્ષણ દમના રોગનું મુખ્ય લક્ષણ તો શ્વાસ લેવામાં મુશ્કેલી થાય કે શ્વાસ રુંધાય.શ્વાસરોગ પાંચ પ્રકારના છે, એમાંથી મહાશ્વાસ, ઉચ્છ્વાસ અને છીન્ન શ્વાસ એ ત્રણ પ્રકારના દમ અસાધ્ય છે. ક્ષુદ્રશ્વાસ સાધ્ય છે.તમક શ્વાસમાં શ્વાસ લેતાં મુશ્કેલી થાય છે. રોગી સુઈ જાય તો શ્વાસનો રોગ વધે છે, પણ બેઠેલા રહેવાથી રાહત જણાય છે. ગળામાં દુખાવો અને બોલવામાં મુશ્કેલી થાય છે. જો કોઈ દવાથી કે દર્દીના પોતાના પ્રયાસથી કફ નીકળી જાય તો રોગીને થોડો આરામ મળે છે. તમક શ્વાસના હુમલા વખતે દર્દીનું મોં સુકાય છે. ગરમ પદાર્થોના સેવનથી તેને આરામ મળે છે, તથા ઠંડા અને કફકારક પદાર્થ ખાવાથી શ્વાસનો વેગ વધે છે. વર્ષા ઋતુમાં જ્યારે આકાશમાં વાદળ છવાઈ જાય તથા શીયાળામાં ઠંડો પવન વાય ત્યારે આ રોગ ઉગ્ર સ્વરુપ ધારણ કરે છે. જો તમક શ્વાસ તાજેતરમાં જ થયેલો હોય તો તે સાધ્ય છે.

દમના ઉપાયો રોગના પ્રમાણ પર ઉપચાર આધાર રાખે છે. ઉપચારની દૃષ્ટીએ દર્દી સશક્ત, દુર્બળ, વધારે પડતા કફ કે વાયુ પ્રકૃતીવાળા છે તે જોવું. રોગ વધુ ઉગ્ર હોય અને કફનું પ્રમાણ વધારે હોય તો વમન કરાવવું. પથ્ય આહાર વીહારના પ્રયોગ સાથે અન્ય ઔષધીઓનો ઉપચાર કરવો જોઈએ. વમન કરાવ્યા પછી વીરેચન એટલે ઝાડો કરાવવાની ક્રીયા હાથ ધરવી જોઈએ. જો રોગી બહુ જ અશક્ત હોય અને વમન કરાવવું શક્ય ન હોય તો કફ બહાર કાઢનારી દવાની સાથે સાથે હળવા ઝાડા કરાવવાની દવાઓ આપવી જોઈએ.

શરીરની પ્રકૃતી અનુસાર ઠંડા કે ગરમ પાણીમાં ઘઉંનો ક્ષાર ૧-૧ ચમચો સવાર-સાંજ લેવાથી દમ કાબુમાં રહે છે. એની પૌરુષત્વ પર માઠી અસર થતી હોવાથી પુરુષોએ પ્રયોગ સંયમથી કરવો. ઘઉંનો ક્ષાર બજારમાં તૈયાર મળે છે. બે વરસ જુનો ગોળ અને સરસવનું તેલ સરખા વજને લઈ બરાબર મસળીને રાખી મુકવું અથવા દર વખતે તાજું બનાવી બંનેનું કુલ વજન ૧ ગ્રામ થાય તેટલું ચાટી જવું. સવાર-સાંજ નીયમીત આ પ્રયોગ કરવાથી થોડા દીવસોમાં દમ મટી જાય છે. આ પ્રયોગ ઘણો અસરકારક છે. ૧૫-૨૦ મરી રોજ વાટીને મધમાં ચાટવાથી શ્વાસરોગમાં ફાયદો થાય છે. અજમો ગરમ પાણી સાથે પીવાથી શ્વાસનો હુમલો શાંત થાય છે. અજમાનો અર્ક પણ ફાયદો કરે છે. આદુના રસમાં મધ મેળવી પીવાથી શ્વાસમાં ફાયદો થાય છે. આદુનો રસ, લીંબુનો રસ અને સીંધવ એકત્ર કરી ભોજનની શરુઆતમાં લેવાથી દમ મટે છે. એલચી, ખજુર અને દ્રાક્ષ મધમાં ચાટવાથી દમ મટે છે.
કોળાના મુળનું ચુર્ણ સુંઠના ચુર્ણ સાથે મેળવી દીવસમાં બેથી ત્રણ વાર લાંબા સમય સુધી લેવાથી દમ મટે છે.લીંબુના ૩ ગ્રામ રસમાં ૧૦ ગ્રામ મધ મેળવી ચાટવાથી ભયંકર ખાંસી મટે છે અને દમનો હુમલો તરત જ દબાઈ જઈ આરામ થાય છે. બેથી ચાર સુકાં અંજીર સવારે અને સાંજે દુધમાં ગરમ કરી ખાવાથી દમ મટે છે. સરગવાના પાનનો રસ પીવાથી શ્વાસનો હુમલો દુર થાય છે. દરરોજ થોડું ખજુર ખાઈ ઉપર ચાર-પાંચ ઘુંટડા ગરમ પાણી પીવાથી કફ પાતળો બનીને ગળફાના રુપમાં બહાર નીકળે છે, ફેફસાં સાફ બને છે અને દમ અને ખાંસી મટે છે તથા લોહીની શુદ્ધી થાય છે. ખજુર, દ્રાક્ષ, સાકર, ઘી, મધ અને પીપર સરખે ભાગે લઈ તેનું ચાટણ બનાવી દરરોજ ૨૦-૩૦ ગ્રામ ખાવાથી દમ મટે છે. નાની હરડે અને સુંઠના ચુર્ણનું સમાન ભાગે મીશ્રણ કરી ૧-૧ ચમચો ગરમ પાણી સાથે નીયમીત લેવાથી દમ મટે છે. વાવડીંગનું ચુર્ણ ૩ ગ્રામ, આદુનો રસ ૫ ગ્રામ અને સીંધવ ૧ ગ્રામ એક મહીના સુધી પાણી સાથે પીવાથી દમ, શ્વાસ અને શરદીમાં ફાયદો થાય છે. સુંઠ અને ભોંયરીંગણીના ચુર્ણનું સમાન ભાગે મીશ્રણ કરી બબ્બે ગ્રામ સવાર-સાંજ ગરમ પાણી સાથે લેવાથી દમ મટે છે.

શ્વાસનો હુમલો થાય એટલે ઉપવાસ કરવા, જ્યાં સુધી કંઈક આરામ ન જણાય ત્યાં સુધી એટલે કે એક-બે કે ત્રણ-ચાર ટંક સુધી કશું ખાવું નહીં. માત્ર સુંઠ નાખી ઉકાળેલું પાણી પીવું. જો કબજીયાત રહેતી હોય તો રાતે એક ચમચી સુંઠનું ચુર્ણ પાણી સાથે લેવું. ઘણી રાહત જણાય એટલે પ્રવાહી ખોરાક લેવો. મગને બાફીને કાઢેલું પાણી સવાર-સાંજ બે વખત પીવું. તેમાં થોડા મસાલા નાખવા. ધીમે ધીમે ખોરાક પર ચઢવું. સારું લાગે તો ગરમ ખાખરા કે રોટલી લેવી. બાફેલાં શાક, ફળ લઈ શકાય. સુંઠ નાખી ઉકાળેલું દુધ લેતાં લેતાં ખોરાક પર ચઢવું. દવા લેવાની જરુર લાગે તો શ્વાસકુઠાર નામની ટીકડી સવાર, બપોર, સાંજ એક એક પીસીને મધમાં ઘુંટીને ચાટી જવી. સંપુર્ણ રાહત થાય ત્યારે રોજીંદા ખોરાક પર આવવું. રાતે સુર્યાસ્ત પહેલાં હલકો ખોરાક લેવો. હુમલો જ્યારે પણ થાય ત્યારે આ ઉપચાર ફરી કરવો.

સીતોપલાદી ચુર્ણ ૩ ગ્રામ અને બાલસુધા ૨૫૦ મી.ગ્રા. મધમાં મેળવી સવાર-સાંજ સતત છ મહીના કે તેથીયે વધારે સમય સુધી લેવાથી દમનો રોગ અંકુશમાં આવી જાય છે.

પીપળાના સુકાં ફળનો બારીક પાઉડર ૧-૧ ચમચી સવાર, બપોર, સાંજ પાણી સાથે લેવાથી દમ મટે છે. બધા પીપળાને ફળ આવતાં નથી, પણ અમુક દેશી દવા રાખનારા પીપળાનાં સુકાં ફળ વેચતા હોય છે.સમાન ભાગે સુંઠ અને હરડેનું ચુર્ણ એક એક ચમચી સવાર-સાંજ પાણી સાથે નીયમીત લેવાથી દમ અને ખાંસીની ફરીયાદ મટે છે. દરરોજ સવાર-બપોર-સાંજ ૧-૧ ચમચી હળદરનો પાઉડર હુંફાળા પાણી સાથે લેવાથી દમ મટે છે. અન્ય દવા સાથે પણ આ પ્રયોગ કરી શકાય.

દરરોજ સવારે મધ સાથે પહેલે દીવસે એક ચપટી, બીજે દીવસે બે ચપટી એમ પંદરમા દીવસે પંદર ચપટી સીંધવ ચાટવાથી દમ મટે છે. દમની ગંભીર અવસ્થામાં દીવસમાં બે કે ત્રણ વખત પણ પ્રયોગ કરી શકાય.તાજી દ્રાક્ષનો સોએક મીલીલીટર રસ ગરમ કરી દર ચારેક કલાકે હુંફાળો-હુંફાળો પીતા રહેવાથી દમનો વ્યાધી કાબુમાં આવે છે. સમાન ભાગે નમક(મીઠું-સોડીયમ ક્લોરાઈડ) અને સોડા બાઈ કાર્બ ૧-૧ ચમચી સવાર-સાંજ લેવાથી શ્વાસનો હુમલો શાંત પડે છે.રોજ ગાજરનો રસ પીવાથી દમનો રોગ મટે છે.બે ચમચી આદુનો રસ મધ સાથે લેવાથી દમમાં રાહત થાય છે. હળદર અને સુંઠનું ચુર્ણ મધ સાથે લેવાથી શ્વાસ મટે છે.લીંડીપીપર, પદ્મકાષ્ઠ, દ્રાક્ષ અને મોટી ભોંયરીંગણીના પાકા ફળના એક ચમચી ચુર્ણમાં બે ચમચી મધ અને એક ચમચી ઘી મેળવી સવાર-સાંજ થોડા દીવસ લેવાથી દમ મટે છે.

સમાન ભાગે બનાવેલા કાળી દ્રાક્ષ અને હરડેના ભુકાને એક ગ્લાસ પાણીમાં ઉકાળી અડધો કપ પાણી બાકી રહે ત્યારે ગાળી ઠંડુ પાડી એક ચમચી મધ અને એટલી જ સાકર નાખી પીવાથી દમના હુમલામાં રાહત થાય છે.હળદરનું ચુર્ણ સવાર, બપોર, સાંજ ૧-૧ ચમચી હુંફાળા પાણી સાથે લેવાથી દમની તકલીફ મટે છે. હળદર બહુ ગરમ પડતી હોય તો એનું પ્રમાણ ઓછું લેવું. અન્ય દવા સાથે પણ આ પ્રયોગ કરી શકાય.ચાર-પાંચ બદામ એક વાડકી પાણીમાં ઉકાળી ગરમ ગરમ પીવાથી દમમાં ફાયદો થાય છે. ઉકાળો તાજો બનાવીને જ પીવો. વાસી ઉકાળો ફરીથી ગરમ કરીને પીવો નહીં.અરડુસાનાં સુકવેલાં પાન બીડીની જેમ ચલમ કે હુક્કામાં ભરીને દીવસમાં ચારેક વખત-દર ત્રણ કલાકના અંતરે પીવાથી દમ-હાંફની ફરીયાદ મટે છે.

આંકડાના દુધના ત્રણથી ચાર ટીપાં એક પતાસા પર પાડી તેને સુકાવા દેવું. પછી પતાસું ખાઈ જવું અને ઉપર એક કપ ગરમ ચા પીવી. શ્વાસ-દમ રોગમાં આ ઔષધ ઉપચારથી ફાયદો થાય છે. દીવસમાં એક જ વખત આ ઉપચાર કરવો અને આવશ્યક પરેજી પાળવી. બાળકોએ આ ઉપચાર કરવો નહીં.ભારંગમુળ અને સુંઠનું સરખા ભાગે ચુર્ણ બનાવી આદુના રસ સાથે સવાર-સાંજ લેવાથી દમ મટે છે.બહેડાંની છાલના ટુકડા મોંમાં રાખી ચુસવાથી દમમાં અને ઉધરસમાં રાહત થાય છે.અરડુસીનો ઉકાળો ઠંડો કરીને મધ નાખી પીવાથી દમનો રોગ શાંત થાય છે.

Related posts

5 Reasons to Visit Chiang Mai from India

Reporter1

Oxford University Press Launches 7th Edition of Oxford Big Read Global Challenge to Ignite Reading Passion in Indian Students

Reporter1

અમદાવાદમા  પ્રભા ખેતાન અને કર્મા ફાઉન્ડેશન દ્વારા આખર કાર્યક્રમ થકી ગુજરાતનું રત્ન એવા ભરત બારીયા અને અક્ષય પટેલ સાથે ગુજરાતનાં યુવા ઈન્ટરવ્યૂઅર કિશન કલ્યાણીએ વાર્તાલાપ કર્યો

Reporter1
Translate »