ડો. શ્રી રામ વૈદ્ય – Mob: 9825009241
Email: sksvaid@outlook.com
આયુર્વેદ મુજબ શરીરમાં થતા દુખાવાનું કારણ વાયુ હોય છે. ઉંમર વધતાં વાયુની તકલીફ પણ વધે છે. આથી વાયુકારક આહાર બને ત્યાં સુધી ન લેવો, લેવો પડે ત્યારે એનું પ્રમાણ બને તેટલું ઓછું લેવું. દુખાવો થતો રોકવાનો આ ઉત્તમ ઉપાય છે.
નમસ્તે સેવાલાલભાઈ – તમારા કહેવા પરથી વાયુને કારણે દુખાવો થયો હોય એમ લાગે છે. જો તમને વીશ્વાસ હોય અને સારા સેવાભાવી વૈદ્ય મળી શકે તેમ હોય તો રુબરુ મળવું જોઈએ, જે પ્રશ્નોત્તરીથી જાણી શકે કે ખરેખર દુખાવાનું કારણ શું છે. એલોપથીમાં સામાન્ય રીતે વાયુવીકારની દવા હોતી નથી . એ લોકો પેઈનકીલર આપે અને અમુક સમય સુધી દર્દમાં રાહત થાય. . કેટલીક વાર વાયુ સમી જતાં દર્દ જતું પણ રહે. વાયુનાશકઔષધો લેવાં, જે ઘણા પ્રકારનાં હોય છે. તમને અનુકુળ આવે તે લઈ શકાય..
કમરનો દુખાવો: કમરનાદુખાવા પાછળ ઘણાં કારણો જવાબદાર હોય છે જેમાં ઉઠવા બેસવાની ખરાબ આદતો પણ આવી જાય છે. ઘરગથ્થુ ઉપાય: સુંઠ અને હીંગ નાખીને તેલ કરમ કરી માલીશ કરવાથી કમરનાદુખાવામાં ફાયદો થય છે. જાયફળનેસરસીયાના તેલમાં ઘસી કમર પર માલીશ કરવાથી કમરનો તેમજ સંધીવાનો દુખાવો મટે છે. સુંઠ, લસણ, અજમો અને રાઈ નાખીને તેલ ગરમ કરી માલીસ કરવાથી કમરનાદુખાવામાં આરામ મળે છે. 30 ગ્રામ કપુર અને 200 ગ્રામ સરસીયું તેલ ભેળવી કાચની એક બોટલમાં ભરી લઇ 15-20 મિનિટ માટે તડકામાં મુકી રાખો . આનાથી નીયમીતમાલીશ કરો. 20 ગ્રામ ગરમ પાણીમાં અડધો ચમચો સીંધવ ભેળવી તેમાં કપડું પલાળો. આ કપડાથીકમરનેશેકવાથીદુખાવામાં રાહત રહેશે. સુંઠ અને અશ્વગંધાનુંચુર્ણ સરખા ભાગે હળવો નાસ્તો કર્યા પછી અડધી ચમચી લો. કમરનાદુખાવા માટે આ શ્રેષ્ઠ ઔષધી છે. અજમો અને ગોળ સરખે ભાગે મેળવી સવાર સાંજ ખાવાથી કમરનો દુખાવો મટે છે. સુંઠ અને ગોખરુંનો સરખે ભાગે ઉકાળો બનાવી, દરરોજ સવારે પીવાથીકમરનો દુખાવો મટે છે. ખજુરની પાંચ પેશીનો ઉકાળો કરી તેમાં બે ચમચી મેથી ઉમેરી પીવાથીકમરનાદુખાવામાં રાહત રહેશે. રાતે એક ગ્લાસ ગરમ દુધમાં પા ચમચી સુંઠ અને હળદર ભેળવીસુતાં પહેલાં નીયમીત રીતે પીવાનું રાખો. રોજ સવારે નરણાકોઠેઅખરોટના 3-4 ટુકડાખુબ ચાવીને ખાવ. 10 ગ્રામ સાકર અને થોડી ખસખસ ક્રશ કરો. આ પાઉડર રોજ રાતે દુધ સાથે લેવાનું રાખો.સીંધવ, સુંઠ અને મરી સરખા ભાગે લઇ ક્રશ કરો. આ મીશ્રણ એક ચમચી દરરોજ દુધ સાથે લો.બાવળનાગુંદરનો પાઉડર બનાવી દુધ સાથે અડધી ચમચી લેવાથીકમરનાદુખાવામાં રાહત થશે.
શું ખાવું? શું ન ખાવું? કમરનાદુખાવાને દુર કરવા ચણા, જવ, ચોળા, વટાણા, ભીંડા, રીંગણ, આમલી, ગુવાર, દહીં, છાશ વગેરે પદાર્થો ન લેવા જોઇએ. વાસી ખોરાક ન લેવો, તેલ, મસાલા, અથાણાં ન ખાવાં જોઇએ. સ્નાયુઓનો દુખાવો મટાડવામાં દહીં, છાસ, આમલી જેવી ખટાશ સદંતર બંધ કરવી જોઈએ. પગની એડી, કેડ, ડોક કે સાંધાનાદુખાવામાં સવારે ખાલી પેટે મેથીનોતાજો ઉકાળો પીવાથી થોડા જ દીવસોમાં લાભ થાય છે. સાદો-સુપાચ્ય તાજો આહાર લેવો. લસણ, હીંગ, મેથી, અજમો, લીલાં શાકભાજી અને વાયુ દુર કરે તેવો આહાર લેવો. વાયુનો પ્રકોપ થાય તેવું ભોજન લેવાથીકમરનો દુખાવો થાય છે.
શું કરવું? શું ન કરવું? ઉજાગરા ન કરવા જોઇએ. મળ, મુત્ર, છીંક વગેરેનાવેગોને રોકવાનો પ્રયત્ન ક્યારેય ન કરવો. કબજીયાત ન થવા દેવી, ચીંતા, ભય, ક્રોધથી બચવાના પ્રયત્નો કરવા જોઇએ.
જ્યારે પણ ખુરશી પર બેસો ત્યારે પીઠને ખુરશી સાથે ટેકો આપી કરોડરજજુને સીધી રાખીને જ બેસો. ખુરશી હાથાવાળી હોવી જોઈએ અને પીઠને ટેકો આપવામાં મદદગાર હોવી જોઈએ. ચાલતી વખતે, બેસતી વખતે અને સુતી વખતે છાતી આગળ અને પેટ દબાયેલું હોવું જોઈએ, એટલે કે કરોડને સીધી રાખવી જોઈએ.
આયુર્વેદ મુજબ શરીરમાં થતા દુખાવાનું કારણ વાયુ હોય છે. ઉંમર વધતાં વાયુની તકલીફ પણ વધે છે. આથી વાયુકારક આહાર બને ત્યાં સુધી ન લેવો, લેવો પડે ત્યારે એનું પ્રમાણ બને તેટલું ઓછું લેવું. દુખાવો થતો રોકવાનો આ ઉત્તમ ઉપાય છે. દુખાવો દુર કરવા પોતાને અનુકુળ ઔષધ લેવું, દુખાવો દુર કરવાનાં ઘણાં ઔષધો છે. નગોડનાંપાનનેકપડામાં બાંધી પાણીમાં ગરમ કરી દુખાવાના ભાગ પર શેક કરવાથી લાભ થાય છે. નગોડનાંપાનને પાણીમાં ઉકાળી તેની વરાળથી શેક કરવાથી દુખાવો મટે છે. 1-1 ચમચો ગોખરુનુંચુર્ણ સવાર સાંજ હુંફાળાદુધ સાથે કે પાણી સાથે લેવાથી.સર્વ પ્રકારનો દુખાવો દુખાવાઓમટે છે, વા પ્રધાન પ્રયોગ- ઘણા લાંબા સમય સુધી જાળવીરાખવાથી સ્થાયી લાભ થઈ શકે. –એલચી, શેકેલીહીંગ, જવખાર અને સીંધવનો કાઢો કરી તેમાં એરંડીયું મેળવી આપવાથી કમર, હૃદય, દુંટી, પીઠ, મસ્તક, કર્ણ, નેત્ર, પગ વગેરે ઠેકાણે થતું સર્વ પ્રકારનું શુળમટે છે.
થાક લાગવા પાછળ ઘણાં કારણો હોઈ શકે. પગના સાંધા દુખે છે આથી વાયુવીકાર પણ કારણ હોઈ શકે, પણ ચોક્કસ કારણ તો યોગ્ય આરોગ્ય ચીકીત્સક તમારી સાથે પ્રશ્નોત્તરી કરીને કહી શકે, અને તે મુજબ ઉપાય સુચવી શકાય .સાંધાનાદુખાવાવીશે મારી પાસે નીચે મુજબ માહીતી છે, જો આપને એ ઉપયોગી થાય તો યોગ્ય ખાતરી કરીને અજમાવી શકો. . સાંધાનો દુખાવો સર્વાંગ જો હોય તો પીલુડીનોસ્વરસ એક એક ચમચી સવારે, બપોરે અને રાત્રે પીવાથીખુબ રાહત થાય છે.
સ્નાયુઓનો દુખાવો, નગોડના તેલ – નીર્ગુંડી તેલ ની માલીશ કરવાથી, સોજો અને દુખાવો બંને મટી જાય છે. શરીરના કોઈ પણ ભાગમાં દુખાવો થતો હોય તો સહેજ ગરમ કરેલાં કરંજનાં પાન બાંધવાથી શીઘ્ર ફાયદો થાય છે.,. સાંધાનો વા, સ્નાયુઓનો દુખાવો, પડખાનો દુખાવો, પગની પાની-એડીનો દુખાવો , આ બધા વાયુપ્રકોપના રોગોમાં લસણ ઉત્તમ ઔષધ છે . લસણપાક, લસણની ચટણી, લસણનોક્ષીરપાક, લસણનું અથાણું, લશુનાદીવટીવગેરેમાંથી કોઈ એક કે બેનો ઉપયોગ કરવો . અગર, ચંદન અને લીમડાની છાલનું સરખા ભાગે ચુર્ણ કરી તેનો પાણીમાં બનાવેલો લેપ કરવાથી સોજા અને સાંધાનો દુખાવો મટી જાય છે . કમરનો દુખાવો, સ્નાયુનો દુખાવો વગેરે મટે છે.
તેલને નારાયણ તેલ કહે છે. બધી ફાર્મસી બનાવે છે મહાયોગરાજગુગળ., કોઈપણ અંગનો સોજો, કંપવા તથા સંધીવા-આખા શરીરના સાંધાનો દુખાવો સર્વ પ્રકારના વાયુના રોગોમાં ફાયદો કરે છે..
ઓસ્ટીઓઆર્થરાઇટીસ મોટી ઉંમરની વ્યક્તિઓમાં થાય છે. જ્યારે આ રૂમેટોઇડઆર્થરાઇટીસ ૨૫ થી ૫૦ વર્ષની વ્યક્તિઓમાં વધારે થાય છે. બાળકોમાં પણ ક્યારેક પણ જોવા મળે છે. આ રોગમાં સાંધામાં સોજો આવી જાય છે અને સાંધા વચ્ચે આવેલું કર્ટીએજ નકામું અને ખરબચડું બની જાય છે. જેના કારણે દુખાવો થાય છે. ૧ ટકા લોકો આ રોગથી પિડાય છે.શરીરમાં વાતપ્રકોપ થવાથી આ રોગ ઉત્પન્ન થાય છે. જેમાં દર્દીનેસંધી વા ન હોવા છતાં શરીરમાં ખૂબ જ દુખાવો થતો હોય છે. દર્દીને એકવાર ખભો દુખે બીજી વાર કમર દુખવાની ફરિયાદ કરે. બીજા દિવસે પાછુ ઘૂંટણ દુખવાની ફરિયાદ કરે તો હાથનેઆંગળીઓમાં દુખાવો થયા કરે. દર્દીની સ્થિતિ કોઈ સમજે નહીં, દર્દી હાસ્યાસ્પદ થઈ રહે. જેને સાદી ભાષામાં ફરતો વા અથવા લોહીના વા તરીકે ઓળખવામાં આવે છે.
આ પ્રકારના વામા આખા શરીરના નાના-મોટા સાંધા દુખે છે અને દુખાવો ખૂબ જ અસહ્ય હોય છે. વીજળીનો ઝાટકો લાગતો હોય તેવું લાગે, બળતરા થાય, બેસાય નહીં. બેઠા પછી ઊભા થવામાં મુશ્કેલી પડે. પલાંઠી વાળતા જીવ નીકળી જાય.સંડાસમાં બેસતા બેસતા આંખમાંથી આંસુ નીકળી જાય. આખા શરીરમાં કળતર થાય, આળસ આવે. ઊંઘવામાં તકલીફ પડે. દાદરાચડવામાં ખૂબ જ દુખાવો થાય. કયારેક દુખાવો રાત્રે વધે તો ક્યારેક બપોરે વધે. ભોજનની અરુચિ રહે. ચાલવામાં તકલીફ પડે ક્યારેક સમતુલન ગુમાવી દે.
રૂમેટોઇડઆર્થરાઇટીસ સામાન્ય ભાષામાં લોહીના વા અથવા ફરતા વા તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ કે આ રોગમાં ઢીંચણ, ખભા, ઘૂંટી-કાંડા એમ અલગ અલગ શરીરના સાંધા જકડાવા લાગે છે. ક્યારેક એક સાંધાનો દુખાવો મટી જાય અને બીજો સાંધો પકડાઈ જાય.
આ રોગ શરીરની ચયાપચય ક્રિયામાં વિક્ષેપ પડવાથી થાય છે. લોહીનું પરીક્ષણ કરાવતા તેમાં ઇછપોઝિટીવ આવે છે. ઇછ બે પ્રકારના જોવા મળે છે. જેમાં જીનેટીકઇછ જે વારસાગત રોગ લાવે છે. અને તેના કારણે બાળકોમાં પણ આ રોગ થઇ શકે છે. બીજા પ્રકારના ઇછઇન્ફેકશનના કારણે જોવા મળે છે. ભૂતકાળમાં સીફીલીસ, ટી.બી.ગોનોરિક જેવા ઇન્ફેકશન થયા હોય એનું કારણ હોઇ શકે. સ્ત્રીઓમાંડિલીવરી બાદ એકાએક થતો હોય છે. વધારે પડતી દવાઓની આડ અસરરૂપે પણ આ રોગ થતો હોય છે. સાયકોલોજીકલટ્રોમાના કારણે પણ આ રોગ જોવા મળે છે. એટલે ધ્યાન, યોગ, પ્રાણાયામ દ્વારા માનસિક સ્વસ્થતા જાળવવી, એસીડીટી, કબજિયાત, ખાટા, આથાવાળાપદાર્થો ખાવાથી પણ ચયાપચય બગડે અને રોગ થાય. આયુર્વેદમાં તેને આમ વાત તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે પિત્ત અને વાયુ કરે તેવા ખોરાક ન લેવો. ફાઇબરવાળા શાકભાજી ફળ, ઇસબગુલ, દિવેલ લઇને કબજિયાત દૂર કરવી જોઈએ. આધુનિક સાયન્સમાં આવા દર્દીઓનેપિડાશામક દવાઓ અને સ્ટીરોઇડ આપવામાં આવે છે. આ સ્ટીરોઇડ તમારે
અવશ્ય જણાવવા.આ પ્રકારના વા માં લોહીમાં આ.સે ફેકટર વધારે વધવાથી ધીરે ધીરે હાથ-પગની આંગળી વળી જાય છે. પગનાઢીંચણમાં ઘસારો થવો, કરોડરજ્જુ વાંકી વળી જવી, દર્દીને સીધા ઉભા રહેતાં કે થોડું પણ હલનચલન આંખમાંથી આંસુ લાવી દે છે. સાથે દર્દીએ સૂંઠ તથા દિવેલ રોજ ૧ ચમચી ગરમ પાણીમાં ઠંડી ઋતુમાં ૩૦ દિવસ પ્રયોગ કરવો. સૂર્યના તાપમાં ૧ કલાક બેસવું, સરગવાનો સૂપ રોજ ખોરાકમાં લો, કેળું, દાડમ અને પપૈયા ખોરાકમાં ઉમેરો કરવો. પ્રકારની દૈનિક કસરતો કરવી. રોજ ૧૨ થી ૧૫ ગ્લાસ સાદુ પાણી પીવાથીલોહીનાવામાં રાહત જણાય છે.
ઉપચાર, વાયુની વૃદ્ધિ કરે તેવા તમામ આહાર વિહારનો ત્યાગ કરવો તથા ષધોપચાર પણ વાયુની શુદ્ધિ અને શમન કરે એવો જ હોવો જોઈએ. એ માટે બે મહિન પ્રમાણે ઉપચાર કરવાથી દુઃખાવો ધીમે ધીમે શાંત થાય. મહારાસ્નાદિક્વાથઃ નાના અડધા કપ જેટલો સવારે અને રાત્રે પીવો.મહાયોગરાજગુગળઃ બે-બે ગોળીઓ સવારે, બપોરે અને રાત્રે ભૂકો કરીને લેવી. એરડિયું-દિવેલઃ- ત્રણેક ચમચી રાત્રે એક ગ્લાસ જેટલા દૂધમાં નાખીને પીવું. મહાનારાયણતેલઃસમગ્ર શરીરે માલીશ કરી ગરમ પાણીએ સ્નાન કરવું. કડવા, તીખા, તુરારસવાળા તથા રુક્ષ, લઘુ અને સુક્ષ્મગુણધર્મો વાળા આહાર લેવા નહીં.ઉપવાસ, ઉજાગરા અને એકટાણા વાયુ વધારે છે. એટલે એ ત્યાજ્ય ગણાય.
આ પ્રમાણેનો આયુર્વેદિક ઉપચાર વાયુના રોગોમાં અસરકારક ઔષધ : અજમોદાદિ ચૂર્ણ – વાયુ, પિત્ત, કફ જન્ય રોગોમાં ના રોગોની સંખ્યા વધારે છે. અને આજના વાયુવર્ધક આહાર વિહારને કારણે વાયુના રોગો થાય છે પણ વધુ. તેથી આયુર્વેદમાંકહેલાવાયુના અસંખ્ય ઔષધોમાં સરળ, સોંઘું, નિર્દોષ, ઘરગથ્થુ અને અસરકારક હોવાથી અજમોદાદિ ચૂર્ણ વિશે જાણી લેવું જરૂરી છે. યોગ્ય
પથ્યપાલન સાથે લાંબો સમય આ ચૂર્ણનાસેવનથી કષ્ટ આપનારા સાધ્ય વાયુના બધા જ રોગો મૂળમાંથીમટે છે. જેમ સૂર્યનાં કિરણો અંધકારને દૂર કરે છે તેમ તે વધારે કષ્ટ દેનારા વાયુનારોગોનેમટાડે છે. નાની ઉંમરમાં થતો અને લગભગ અસાધ્ય જેવો મનાતોરુમેટિક હાર્ટ – હૃદયામવાત પણ આ ઔષધથીમટવાનો સંભવ છે. કેટલીક વાર તો સાવ સામાન્ય કહી શકાય તેવું આ ચૂર્ણ તાત્કાલિક સારવારમાં પણ ઉપયોગી થઈ શકે છે. આમવાતમાંવીંછીની વેદના જેવી વેદના થતી હોય, રાંજણમાં અસહ્ય પીડા થતી હોય, પ્રતિતૂનીમાં પુષ્કળ પીડ આવતી હોય કે કેડનો દુખાવો ખમી ન શકાય તેવો થતો હોય ત્યારે ગરમ પાણી સાથે લેવાથી અને ગુગળના પાણીમાં ગરમ કરી લેપ કરવાથી તુરત રાહત મળે છે. જોકે, તેનો લેપ કરવાનો પ્રચાર થયેલ નથી છતાં ઉષ્ણ, વાતઘ્ન, શોથઘ્ન – સોજો ઉતારનાર, દ્રવ્યો તેમાં હોવાથી લેપ કરીને અનુભવ કરવા જેવો છે . આમવાતનાદર્દીએ તેના સેવન દરમિયાન ખોટું ન ખાવું, દિવસે ન સૂવું, તેલ માલિશ ન કરવી. અન્ય વાયુના રોગોમાં ઠંડો, વાયુકારક, લૂખો ખોરાક ન લેવો. ઉજાગરા ન કરવા, ઉપવાસ ન કરવા.
અજમોદાદિ ચૂર્ણ એટલે અજમો આદિ બીજાં કેટલાંક દ્રવ્યમાંથી તૈયાર કરેલું ચૂર્ણ. જોકે, ક્રમમાં પ્રથમ દ્રવ્ય અજમોદ હોવાથી આવું નામ પાડવામાં આવ્યું હશે. ખરેખર તો તેમાં મુખ્ય ઔષધ તો છે સુંઠ અને વરધારો – સમુદ્રશોષનાં મૂળ. આ બંને દ્રવ્યોના દસ દસ ભાગ લેવાના છે. પછીનું મહત્ત્વનું દ્રવ્ય છે હરડે; તેના પાંચ ભાગ લેવાના છે. તેમાં અજમોદ, મરી, લીંડીપીપર, વાવડિંગ, દેવદાર, ચિત્રક, સિંધવ અને પીપરીમૂળ એક એક ભાગ ચુર્ણમેળવવાથીઅજમોદાદી ચૂર્ણ તૈયાર થાય છે. આમાં વપરાતાં બધાં જ દ્રવ્યો લગભગ વાયુનાશક, શૂળનાશક, ગરમ, આમપાચક અને જઠરાગ્નિવર્ધક હોવાથી વાયુનારોગોનેમૂળમાંથી મટાડવા નું કામ કરે છે. તેમાં હરડે મળશુદ્ધિ કરતી હોવાથી કબજિયાતવાળાવાયુરોગને વધુ માફક આવે છે. ખૂબ જ કબજિયાત રહેતી હોય તેવા દર્દી આ ચૂર્ણ દિવેલની સાથે લેશે તો વધુ ફાયદો થશે. સુંઠની માત્રા વધુ હોવાથી તે ગ્રાહી ગુણવાળીથવાથીલેનારને વધુ ઝાડા થતા નથી. હરડે અને સમુદ્રશોષ રસાયણ ગુણવાળા હોવાથી લાંબો સમય લઈ શકાય છે. વરધારો અને સૂંઠ જ્વરઘ્ન પણ હોવાથી સાથે થોડો તાવ રહેતો હોય, ખાસ આમવાતમાં તો તેને મટાડવાનો પણ ગુણ છે. ઘેર બનાવવા ઇચ્છતા લોકોએ આ ચૂર્ણ ત્રણ મહિના ચાલે તેટલું બનાવવું. પરંતુ દેવદાર અને વરઘારોખાંડવામાં ખૂબ મુશ્કેલ હોવાથી તેવી કડાકૂટ કરવા માગતા ન હોય તેવા લોકોએ વિશ્વાસુ ફાર્મસીનું તાજું ચૂર્ણ ખરીદવું. તેથી તે આમવાતમાં તો મહત્ત્વનું ઔષધ છે જ. ઉપરાંત રાંજણ – સાયેટિકા, કેડનો દુખાવો, ગુદામાં શૂળ નીકળવું, સાથળમાં દુખવું, પેટમાં અવળી પીડ આવવી. હાથમાં દુખાવો થવો, શરીરના કોઈ પણ સંગપ્રત્યંગમાં દુખાવો થવો, સંધિવાત, સાંધા પર સોજો આવવો વગેરે વાયુના રોગોમાં અસરકારક છે
. એક અક્ષીર ટીકડી, આમવાથરશોથહરવેદનાહર ટીકડી. આ ગોળીનાદ્રવ્યો જોઈએ તો શું. ગુગ્ગલ,સુ.ભસ્મ, ત્રિભણ્ડી,સુરંજાનશીરી , હીરાબોળ, શુદ્ધ કારસ્કાર,લસણ અને ચંદ્રોદય. વાયુ પ્રકોપ વગર પીડા થતી નથી, વિકૃત બનેલો વાયુ શરીરના જે જે ભાગમાં જાય છે તે તે ભાગમાં વેદના પેદા કરે છે. આ ટીકડી માં વાતહર દ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે આ દ્રવ્યો વિશેષ અસરકારક બને માટે ચંદ્રોદયનો ઉપયોગ સુવર્ણ ભસ્મ સાથે યોગ યોજ્યો છે તેથી તેની અસર ખૂબજ ઝડપી બને છે. પ્લસગુગળનો પ્રભાવ વેદનાહર,શોથહર,ઉપરાંત,નદી સંસ્થાન પડતો હોવાથી શરીરની વાયુ વિકૃતિઓમટાડે છે. લસણ હીરાબોળ પીડાશામક, વાતહર. કારસ્કરનો નાડી સંસ્થાન પર પ્રભાવ. ત્રીભંડીનોઆમદોષ નિવારણ ગુણનો સુમેળ આ અનુભવી ટીકડીમાં સુંદર રીતે કરવામાં આવ્યો છે. જેનું સેવન વાતરોગ માટે અનુભવે એક પ્રભાવી ઔષધ જણાયું છે .
પાશ્ચત્યવૈદકમાંવાતજન્યવ્યાધિયોનેજ્ઞાનતંતુઓ સાથે સંભંધ છે તેમ મનાય છે. જયારેઆયુર્વેદનામતે આ દરદ વાતરોગમાંજ આવે છે. જેથી વાતજન્ય અને જ્ઞાનતંતુઓ એટલે કે નુંરોમુસ્ક્યુલર સંબંધિત વાતરોગમાં આ ટીક્ડીવિશેષ લાભપ્રદ ઔષધ પુરવાર થયું છે. જોડે જોડે તેનો માલમનું પણ હલકા હાથે માલિશ કરવું તો ધાર્યા પરિણામ ચોક્કસ મળે છે. ઉપયોગ: ઘૂંટણનો વા, સંધિવા, કટિશૂળ, સાયટીકા,સ્નુયુશૂળ, આમવાતવિગેરેવાતજન્યવ્યાધિયોમાં લાભપ્રદ છે. માત્રા: ૨ ટીકડી દિવસમાં ૩ વાર અથવા ચિકિત્સકની સૂચના અનુસાર. તો ઉપર જાનેવાલા લક્ષણો હોઈ તો વૈદની સૂચના અનુસાર ઉપયોગ શરુ કરવો અને જોડે જોડેફૂડ અને લિવિંગહૅબિટ્સમાં પણ ચિકિત્સકની સલાહ મુજબ કરવાથી ખુબ સરસ પરિણામ મેળવી શક્યે છે.

